કોરોના મહામારી, ગુજરાતના ગ્રામ્ય વિસ્તોરમાં પણ રેપીડ ટેસ્ટ શરૂ કરાયાં
અમદાવાદઃ ગુજરાતમાં કોરોના વાયરસના પોઝિટિવ કેસ સતત વધી રહ્યાં છે. કોરોનાનું સંક્રમણ વધારે ફેલતુ અટકાવવા તથા પોઝિટિવ કેસ શોધી કાઢવા માટે તંત્ર દ્વારા કવાયત શરૂ કરવામાં આવી છે. ત્યારે હવે રાજ્યના શહેરી વિસ્તારોની સાથે ગ્રામ્ય વિસ્તારોમાં પણ પોઝિટિવ કેસ શોધી કાઢવા માટે રેપીડ ટેસ્ટ શરૂ કરવામાં આવ્યાં છે.
સુત્રોના જણાવ્યા અનુસાર ગુજરાતમાં કોરોના વાયરસના પોઝિટિવ કેસ શોધી કાઢવા માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ટેસ્ટીંગ વધારવા સૂચન કર્યું હતું. જેના કારણે સરકાર દ્વારા રોજના સરેરાશ 50 હજાર જેટલા ટેસ્ટીંગનો નિર્ણય લીધો હતો. અત્યાર સુધી રોજના સરેરાશ 30 હજાર જેટલા ટેસ્ટીંગ કરવામાં આવતું હતું. તેમજ રાજ્યમાં અત્યાર સુધીમાં અમદાવાદ, સુરત, વડોદરા સહિતના શહેરી વિસ્તારોમાં રેપીડ ટેસ્ટ કરવામાં આવતા હતા. હવે રાજ્યના ગ્રામ્ય વિસ્તારોમાં પણ રેપીડ ટેસ્ટ શરૂ કરવામાં આવ્યાં છે.
ઉમરગામ તાલુકા આરોગ્ય વિભાગ દ્વારા ઉમરગામ શહેર વિસ્તારમાં રેપિડ ટેસ્ટની કામગીરી શરૂ કરી છે. તાજેતરમાં જે આ વિસ્તારમાં કોરોના પોઝિટિવ દર્દીઓ મળી આવ્યા હતા એવા વિસ્તારોમાં તાલુકા આરોગ્ય અધિકારી દ્વારા રેપિડ સ્ટેશનની કામગીરી હાથ ધરવામાં આવી છે.