1. Home
  2. revoinews
  3. રામનામનો મહિમા છે અપરંપાર: “રામ રામેતિ રમે રામે મનોરમે, સહસ્ત્રનામ તતુલ્યં રામનામ વરાનને”
રામનામનો મહિમા છે અપરંપાર: “રામ રામેતિ રમે રામે મનોરમે, સહસ્ત્રનામ તતુલ્યં રામનામ વરાનને”

રામનામનો મહિમા છે અપરંપાર: “રામ રામેતિ રમે રામે મનોરમે, સહસ્ત્રનામ તતુલ્યં રામનામ વરાનને”

0
Social Share

ભગવાન રામ ભારતની આસ્થાના કેન્દ્રબિંદુઓમાં સૌથી મજબૂત આદર્શ છે. મર્યાદા પુરુષોત્તમ તરીકે રામાયણમાં ભગવાન શ્રીરામનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. તેઓ હંમેશા મર્યાદાનું પાલન કરતા હતા. તેમનું જીવન માનવીય રીતે વીત્યું, ખાસ કોઈ ચમત્કાર વગર અને ચમત્કાર વગર જ તેમણે કરેલા માનવીય કાર્યોએ તેમને ભારતના જનમનમાં ભગવાન તરીકેનું અપ્રતીમ સ્થાન અપાવ્યું છે. ભારતમાં તો રામ માણસના જીવનના પ્રારંભથી અંતિમ યાત્રા સુધી જોડાયેલું છે.

રામાયણ વાંચીઓ તો એવા ભગવાનની કથા છે કે જેઓ આમ આદમીની સામે મુશ્કેલીની સામે લડે છે અને ક્યારેય મુશ્કેલીથી છૂટવા માટે ચમત્કાર કરતા નથી. રામ કાયદાથી બંધાયેલા છે. પછી વાત અપહરણ કરાયેલા સીતાને પાછા લાવવાની રણનીતિ બનાવવાની વાત હોય કે લંકા પર ચઢાઈ કરવા માટે રામસેના માટે એક-એક પથ્થર જોડીને રામસેતુ બનાવવાનો હોય. રાવણને કોઈપણ ચમત્કારીક શક્તિથી નહીં,પણ સમજદારીથી પરાસ્ત કર્યો. જ્યારે ધોબીએ માતા સીતા પર ટીપ્પણી કરી, તો આમ જનતા પર લાગુ ધારાધોરણો મુજબ જ આરોપ નિવારણ માટે પત્નીનો પરિત્યાગ પણ ભગવાન રામે કર્યો હતો.

ભગવાન રામ રાજા રામ તરીકે નિયમોને બદલી શકે તેમ પણ હતા. એક આદર્શ પુત્ર, એક આદર્શ પતિ, એક આદર્શ ભાઈ, એક આદર્શ મિત્ર, એક આદર્શ સ્વામી, એક આદર્શ રાજા, એક આદર્શ યોદ્ધા, એક આદર્શ પરમાત્મા, એક આદર્શ પિતા અને એક આદર્શ શિષ્યના સીમાચિન્હ એટલે ભગવાન શ્રીરામ.

ભગવાન શ્રીરામ ભારતના ઘણાં મહાપુરુષોના જીવનના આદર્શ રહ્યા છે. પછી તે શિવાજીના ગુરુ સ્વામી રામદાસ હોય કે સરદાર પટેલના ગુરુતુલ્ય મહાત્મા ગાંધી હોય. ભારતીય જીવનપદ્ધતિના આદર્શપુરુષ એટલે મર્યાદા પુરુષોત્તમ શ્રીરામ. તેમના વિશે ઘણાં મહાનુભાવોએ ખૂબ સરસ વાતો કરી છે.

આદિ કવિ વાલ્મીકિએ ભગવાન રામને ગામ્ભીર્યમાં સમુદ્ર સમાન ગણાવ્યા છે. તેમણે રામાયણમાં ભગવાન રામ માટે કહ્યુ છે કે समुद्र इव गाम्भीर्ये धैर्यण हिमवानिव।

મહાકવિ કાલિદાસે મહાકાવ્ય રઘુવંશમમાં ભગવાન રામનું વર્ણન કર્યું છે.  રઘુવંશમમાં ચાહે દિલીપ હોય અથવા રઘુ, ગુરુના આજ્ઞાપાલક અને ધર્મપરાયણ છે. મહારાજ દિલીપ સર્વગુણસંપન્ન આદર્શ રાજા છે. મહાકવિ કાલિદાસે રામચંદ્રના ચિત્રણમાં ઘણી સાવધાની રાખી છે. રઘુવંશમના રામની અંદર દિલીપ, રઘુ અને અજના ગુણોને સમન્વય છે. રઘુવંશના ચતુર્દશ સર્ગ શ્લોકમાં ચિત્રિત, રાજારામ દ્વારા પરિત્યક્તા જાનકીનું ચિત્ર તથા તેમનો રામને મોકલવામાં આવેલો સંદેશ અત્યંત ભાવપૂર્ણ, ગંભીર તથા મર્મસ્પર્શી છે. રામ માટે રાજા શબ્દનો ઉપયોગ વિશુદ્ધ અને પવિત્ર ચરિત્ર ધર્મપત્નીના પરિત્યાગના અનૌચિત્યના માર્મિક અભિવ્યંજક છે. મહાકવિ કાલિદાસે રામને હરિ અથવા વિષ્ણુના જ પર્યાયવાચી માન્યા છે. રામ પ્રજારક્ષક રાજા છે. લોકારાધન માટે તથા પોતાના કુળને નિષ્કલંક રાખવા માટે તેમના દ્વારા પોતાના પ્રાણોપમા ધર્મપત્ની સીતાના નિર્વાસન આદર્શ પાત્ર-સૃષ્ટિનું સુંદર દ્રષ્ટાંત છે.

ગોસ્વામી તુલસીદાસે રામચરિત માનસ લખીને રામાયણને ભારતના જન-જન સુધી પહોંચાડવાનું કામ કર્યું. ગોસ્વામી તુલસીદાસે કહ્યુ છે કે શ્રીરામ નામના બે અક્ષરોમાં ‘રા’ તથા ‘મ’ તાળીના અવાજની જેમ છે, જે શંકાના પક્ષીઓને હંમેશા દૂર લઈ જાય છે. તે આપણને દેવત્વ શક્તિ પ્રત્યે વિશ્વાસથી ઓતપ્રોત કરે છે. આ પ્રકારે વેદ-વેદાંત જે અનંત સચ્ચિદાનંદ તત્વમાં યોગિવૃંદ રમણ કરે છે, તેને પરમ બ્રહ્મ શ્રીરામ કહે છે.

ગોસ્વામી તુલસીદાસે કહ્યુ છે કે રામ મર્યાદા પુરુષોત્તમ છે. કરુણાનિધિ છે. મનુષ્યના આદર્શ અને સુંદરતમ અભિવ્યક્તિ છે. તે મનુષ્ય જ નહીં, પ્રાણીમાત્રના મિત્ર છે, અભિરક્ષક છે અને વિશ્વસનીય છે. તેઓ અન્યોના દુ:ખથી દ્રવિત થનારા દયાનિધિ છે. તેમના ખુદના જીવનમાં પણ એટલા દુ:ખ-દર્દ છે, તેમ છતાં પણ તેઓ સત્ય અને આદર્શની પ્રતિમૂર્તિ તરીકે યથાવત રહ્યા છે.

કવિવર રહીમ કહે છે કે ભગવાન રામને હ્રદયમાં ધારણ કરવાના સ્થાને લોકો ભોગ અને વિલાસમાં ડૂબેલા રહે છે. પહેલા તો પોતાના જીભના સ્વાદ માટે જાનવરોની ટાંગ ખાય છે અને પછી તેમને દવા પણ લેવી પડે છે– “रहिमन राम न उर धरै, रहत विषय लपटाय पसु खर खात सवाद सों, गुर बुलियाए खाय”

સંત કબીરે કહ્યુ છે કે રામ તો અગમ છે અને સંસારના કણ-કણમાં વિરાજે છે. રામને શાસ્ત્ર-પ્રતિપાદીત અવતારી, સગુણ, વર્ચસ્વશીલ વર્ણાશ્રમ વ્યવસ્થાના સંરક્ષક રામથી અલગ કરવા માટે જ નિર્ગુણ રામ શબ્દનો પ્રયોગ કર્યો.

સ્વાતંત્ર્યવીર વિનાયક દામોદર સાવરકરે કહ્યુ છે કે ભગવાન રામ માનવ માત્રના આદર્શ છે, રામાયણ લોકતંત્રનો આદિગ્રંથ છે.

પંડિત દીનદયાલ ઉપાધ્યાયે કહ્યુ છે કે જનતંત્રમાં સત્તા પ્રત્યે ઉચ્ચસ્તરની નિરાસક્તિ આવશ્યક છે. ભગવાન રામની જેમ, જનતંત્રમાં રાજનીતિજ્ઞને, આહ્વવાન થતા સત્તાનો સ્વીકાર અને ક્ષતિની ચિંતા કર્યા વગર તેનો પરિત્યાગ કરી દેવા માટે પણ સદાય તૈયાર રહેવું જોઈએ.

સમાજવાદી વિચારક ડૉ. રામમનોહર લોહિયાએ કહ્યુ હતુ કે રામ દેશની એકતાના પ્રતીક છે. જ્યારે પણ મહાત્મા ગાંધીએ કોઈનું નામ લીધું, તો રામનું જ કેમ લીધું? કૃષ્ણ અને શિવનું પણ લઈ શકતા હતા. હકીકતમાં રામ દેશની એકતાના પ્રતીક છે. ગાંધી રામ દ્વારા હિંદુસ્તાનની સામે એક મર્યાદાની તસવીર રજૂ કરતા હતા. તેઓ એ રામરાજ્યના હિમાયતી હતા. જ્યાં લોકહિત સર્વોપરી હતું.

પ્રસિદ્ધ કવિ રામધારીસિંહ દિનકરે કહ્યુ છે કે રામના મહાન ચરિત્ર-વિષયક અનુભૂતિ પણ બરાબર બદલાતી રહી છે. ભવભૂતિના રામ ઠીક એવા નથી કે જે વાલ્મીકિના રામ છે અને તુલસીના રામ વાલ્મીકિ અને ભવભૂતિ, બંનેના રામથી ભિન્ન છે.

વિખ્યાત વિદ્ધાન પંડિત વિદ્યાનિવાસ મિશ્રાએ કહ્યુ છે કે રામ આધારહીન સત્તાના એવા પ્રત્યુત્તર છે કે જેમની યાદ આ જમાનામાં કંઈક વધુ સાર્થક બની જાય છે.

રાષ્ટ્રકવિ મૈથિલીશરણ ગુપ્તે યશોધરામાં રામના આદર્શમય મહાન જીવનના વિષયમાં કેટલું સહજ અને સરસ લખ્યુ છે- રામ. તમારું ચરિત્ર ખુદ જ કાવ્ય છે. કોઈ કવિ બની જાય સહજ સંભાવ્ય છે. રામનું ઉલ્ટું થાય છે, મ,અ,ર અર્થાત માર. માર બૌદ્ધ ધર્મનો શબ્દ છે. મારનો અર્થ થાય છે- ઈન્દ્રીયોના સુખમાં જ રત રહેનારા અને બીજું આંધા અથવા તોફાન. રામને છોડીને જે વ્યક્તિ અન્ય વિષયોમાં મનને રમાડે છે, માર તેને એવી રીતે જ પાડી દે છે, જેવી રીતે સુકાં વૃક્ષોને આંધી.

કવિ અને લેખક ડૉ. સુનીલ જોગી ભગવાન શ્રીરામને મેનેજમેન્ટ ગુરુ કહે છે.

કવિ નરેશ મહેતા કહે છે રામ પ્રતીક છે- સાધારણ જન, માનવીય સ્વતંત્રતા-સ્વાયત્તતા, લોકતાંત્રિક મૂલ્યવત્તા અને સામુહિકતાને સમર્પિત વ્યક્તિત્વના.

શતાયુ કહે છે કે કહે છે જે જપે છે રામનું નામ રામ જપે છે તેનું નામ.

આચાર્ય ગોવિંદ વલ્લભ જોશીએ કહ્યુ છે કે ભગવાન રામ એક આદર્શ સુપુત્ર, આદર્શ ભાઈ, આદર્શ મિત્ર, આદર્શ પતિ અને આદર્શ રાષ્ટ્રભક્ત છે.

LEAVE YOUR COMMENT

Your email address will not be published.

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code