નવી દિલ્હી: રેલવેની સૂરત સુધારવામાં લાગેલા રેલવે મંત્રાલયે મોટો નિર્ણય લેવાની તૈયારીમાં છે. મંત્રાલાય પ્રવાસી ટ્રેનોની સેવાઓ હવે ખાનગી ક્ષેત્રને સોંપે તેવી શક્યતા છે. આગામી સમયમાં રાજધાની અને શતાબ્દિ જેવી પ્રીમિયમ ટ્રેનોને ચલાવવાની જવાબદારી ખાનગી કંપનીઓને મળે તેવી શક્યતા છે. તેને લઈને આગામી 100 દિવસોના એક ટાર્ગેટને પણ ફિક્સ કરવામાં આવ્યો છે. જેમાં પ્રીમિયમ ટ્રેનોને ચલાવવાની મંજૂરી ખાનગી કંપનીઓને આપવાની યોજના છે.
રેલવેના સૂત્રો પ્રમાણે, રાજધાની અને શતાબ્દિ જેવી પ્રીમિયમ ટ્રેનો પ્રોફિટમાં ચાલી રહી છે. માટે આવી ટ્રેનોને ઓપરેશનનું કામ પ્રાઈવેટ કંપનીઓ લેવામાં વધારે ઈચ્છુક હશે. રેલવે મંત્રાલયનું ફોક્સ છે કે ખાનગી ક્ષેત્રની ભાગીદારી વધારવા માટે પ્રીમિયમ ટ્રેનો ચલાવવાની મંજૂરી ઝડપથી ખાનગી હાથમાં સોંપવામાં આવે.
ટ્રેનોને ખાનગી હાથમાં સોંપવાની પાછળનો તર્ક એ છે કે આમા પ્રીમિયમ ટ્રેનોની પ્રવાસી સુવિધાઓમાં વધારો થશે. આ પ્રકારથી રેલવેના કમર્શિયલ ઓપરેશનમાં ખાનગી ક્ષેત્ર સારી સુવિધાઓ પ્રદાન કરશે. જ્યારે રેલવે આ ટ્રેનોને પરમિટ ટેન્ડરના આધારે કોઈ ઓપરેટરને આપશે તો રેલવેના કોચ અને એન્જિનની જવાબદારી રેલવેની રહેશે.
તેના સિવાય એ પણ કહેવામાં આવી રહ્યું છે કે રેલવે પ્રવાસ ભાડાની ઉપરની સીમા નક્કી કરી દેવામાં આવશે એટલે કે પરમિટ મેળવનારા ખાનગી કંપની નિર્ધારીત ભાડાથી વધારે વસૂલી શકશે નહીં.
પ્રીમિયમ ટ્રેનોના ખાનગી હાથમાં સોંપવા માટે રેલવે મંત્રાલયને હજી પુરી યોજના બનાવવાની છે. એવું માનવામાં આવે છે કે ભારતીય રેલવેમાં પ્રીમિયમ ટ્રેનોની ખાનગી ભાગીદારી ચરણબદ્ધ રીતે વધારવામાં આવશે. શરૂઆતમાં રાજધાની અને તેના બાદ શતાબ્દી ટ્રેનોને એક-એક કરીને ટેન્ડરના માધ્યમથી ખાનગી કંપનીઓને સોંપવામાં આવશે. પરંતુ તેની રૂપરેખા શું હશે, તે હજી નિર્ધારીત કરવાની બાકી છે.
માત્ર પ્રવાસી ગાડીઓની જ નહીં, પરંતુ માલગાડીઓમાં પણ પ્રાઈવેટ ભાગીદારી વધારવા માટે મોટા પગલા ઉઠાવી શકે છે. રેલવે સૂત્રોનું કહેવું છે કે માલગાડીઓ અને તેના વેગનમાં ખાનગી ક્ષેત્રની ભાગીદારીને વધારવામાં આવશે. તેનાથી રેલવેનો ઉદેશ્ય ડબલ સ્ટેક કન્ટેનર્સ માટે નવા રેલવે રુટ ખોલવાના, તેના સિવાય માલગાડીઓની સ્પીડ વધારવામાં આવશે.
તેના માટે રિયલ ટાઈમ ઈન્ફોર્મેશન સિસ્ટમ એટલે કે આરટીઆઈએસના તમામ લોકોમોટિવમાં આ વર્ષના આખર સુધી લગાવી દેવામાં આવશે. તેની સાથે જ ડિસ્પેલ નેટવર્કને આખા દેશમાં ફેલાવવાની યોજના પણ રેલવેએ બનાવી છે. આ વર્ષના આખર સુધી તમામ ટ્રેનોમાં અને રેલવે સ્ટેશનો પર વાઈફાઈની સુવિધા આપવાના ટાર્ગેટ પણ ફિક્સ કરવામાં આવ્યા છે.