કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી લોકસભા ચૂંટણીમાં ઘણા વ્યસ્ત છે અને સતત રેલીઓ કરી રહ્યા છે. પરંતુ, અચાનક શુક્રવારે તેમના હેલિકોપ્ટરમાં કંઇક મુશ્કેલી આવી ગઈ અને પછી તો રાહુલ ગાંધી પોતે જ આગળ વધીને હેલિકોપ્ટરને ઠીક કરવામાં જોતરાઈ ગયા.

ઘટના હિમાચલ પ્રદેશના ઉનાની છે. રાહુલ ગાંધીએ આની સાથે સંકળાયેલો ફોટો ઇન્સ્ટાગ્રામ પર શેર કર્યો છે. તેમણે લખ્યું છે કે સારા ટીમવર્કનો અર્થ હોય છે કે તમામ લોકો આમાં મદદ કરે. રાહુલ ગાંધીએ લખ્યું છે કે ઉનામાં તેમના હેલિકોપ્ટરમાં કોઈક મુશ્કેલી આવી હતી. જોકે, રાહુલ અને પાયલટે હેલિકોપ્ટરની મુશ્કેલીને બહુ જલ્દી દૂર કરી દીધી.

એક ફોટામાં રાહુલ બિલકુલ જમીન પર ઝૂકીને હેલિકોપ્ટરની તપાસ કરતો જોવા મળે છે. રાહુલ ગાંધીના ફેસબુક પેજ પરથી પણ ઘટનાનો વીડિયો શેર કરવામાં આવ્યો. તેમણે લખ્યું કે તેમાં કશું ગંભીર ન હતું. રાહુલનો હેલિકોપ્ટર ઠીક કરતો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. કેટલાકે રાહુલના વખાણ કર્યા છે તો કેટલાકે આને સ્ટંટ ગણાવ્યો છે.

ફેસબુક પર આ વીડિયોને 22 કલાકમાં 11 લાખ કરતા વધુ લોકોએ જોયો છે. વીડિયો પર 7700થી વધુ કમેન્ટ્સ પણ કરવામાં આવી છે.