Homerevoinewsબોલિવુડ એક્ટર આર માધવન કોરોના વાયરસથી સંક્રમિત

બોલિવુડ એક્ટર આર માધવન કોરોના વાયરસથી સંક્રમિત

  • કોવિડ-19 ના કેસમાં ફરીથી વધારો
  • આર.માધવન કોરોનાથી સંક્રમિત
  • ફની અંદાજમાં ફેંસને આપી માહિતી

મુંબઈ: બોલિવુડ એક્ટર આર માધવન કોરોના વાયરસથી સંક્રમિત હોવાનું જાણવા મળ્યું છે. તેમણે સોશિયલ મીડિયા પર ફની અંદાજમાં ચાહકોને જાણકારી આપી છે.આ સાથે જ પોતાની ફિલ્મ ૩ ઈડિયટ્સ થી આમિર ખાન સાથેનો એક ફોટો શેર કર્યો છે. હાલમાં જ આમિર ખાન પણ કોરોના વાયરસથી સંક્રમિત હોવાનું જાણવા મળ્યું હતું.

માધવને લખ્યું કે,ફરહાને રૈનચો અને વાયરસને ફોલો કરવું પડશે. પરંતુ આ સમયે તે વધુ જોખમી કેચઅપ છે. પરંતુ ઓલ ઇઝ વેલ અને કોરોનાથી પણ ટૂંક સમયમાં સ્વસ્થ થઇ જઈશ. જો કે,આ એવી સ્થિતિ છે જ્યાં અમે રાજુનો સાથ નથી માંગતા. તમારા બધાના પ્રેમ માટે આભાર,હું સારી રીતે સ્વસ્થ થઈ રહ્યો છું.

કોરોનાના કેસ ફરીથી ઝડપથી વધી રહ્યા છે. હાલમાં જ સમાચાર મળ્યા હતા કે, આમિર ખાન, રણબીર કપૂર, સંજય લીલા ભણસાલી, મનોજ વાજપેયી, સિદ્ધાંત ચતુર્વેદી, તારા સુતારિયા અને સતિષ કૌશિક જેવા બોલિવુડ કલાકારો કોરોના વાયરસથી સંક્રમિત છે.

હાલમાં જ ટીવીના સ્ટાર્સ ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ના મયુર વાકાણી ઉર્ફે સુંદર અને મંદાર ચંદવડકર ઉર્ફે ભીડે પણ કોરોના વાયરસથી સંક્રમિત જોવા મળ્યા છે. બિગ બોસ 14 ની સ્પર્ધક નીક્કી તંબોલી અને નિર્માતા વિનય સપ્રુ પણ કોરોના વાયરસથી સંક્રમિત છે. સોમવારે કાર્તિક આર્યને પણ ટ્વિટર પર કહ્યું કે, તે પણ કોરોના સંક્રમણથી સંક્રમિત છે.

-દેવાંશી

RELATED ARTICLES

Most Popular

Recent Comments