1. Home
  2. revoinews
  3. રાજ ઠાકરેની આજે ED દ્વરા પુછપરછઃચાર પોલીસ સ્ટેશનમાં 144 લાગુ
રાજ ઠાકરેની આજે ED દ્વરા પુછપરછઃચાર પોલીસ સ્ટેશનમાં 144 લાગુ

રાજ ઠાકરેની આજે ED દ્વરા પુછપરછઃચાર પોલીસ સ્ટેશનમાં 144 લાગુ

0
Social Share

મહારાષ્ટ્ર નવનિર્માણ સેનાના પ્રમુખ રાજ ઠાકરે કોહિનૂર બિલ્ડિંગ કેસમાં એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ ઓફિસ પહોંચ્યા છે. રાજ ઠાકરે સાથે તેમના પુત્ર અમિત અને પુત્રી ઉર્વશી છે. ઇડી થોડી વારમાં રાજની પૂછપરછ કરશે  પહેલા મહારાષ્ટ્ર પોલીસે કાર્યવાહી શરૂ કરી હતી.

એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ લોકસભાના પૂર્વ અધ્યક્ષ મનોહર જોશીના પુત્ર ઉન્મેશ જોશીની માલિકીની કોહિનૂર સીટીએનએલમાં 850 કરોડ રૂપિયાની આઈએલ એન્ડ એફએસની લોન અને રોકાણોની કથિત ગેરરીતિઓની તપાસ કરી રહી છે. કોહિનૂર સીટીએનએલ એ એક વાસ્તવિકતા ક્ષેત્રની કંપની છે જે પશ્ચિમ દાદરમાં કોહિનૂર સ્ક્વેર ટાવર બનાવે છે.

કોહિનુર ઈમારત મામલે મહારાષ્ટ્ર નવનિર્માણ સેનાના પ્રમુખ રાજ ઠાકરેની પુછપરછ પહેલા મહારાષ્ટ્ર પોલીસે કાર્યવાહી શરુ કરી દીધી છે, મુંબઈ પોલીસે ગુરુવારના રોજ એમએનએસના કેટલાક કાર્યકરોની અટકાયત કરવાની શરુ કરી છે, મુંબઈના ચાર પોલીસ સ્ટેશનમાં ઘારા 144 લાગુ કરવામાં આવી છે.

એમએનએસના નેતા સંદિપ પાંડેની પોલીસે ઘરપકડ કરી છે,ત્યારે આ સમય દરમિયાન સંદિપ પાંડેએ દાવો કર્યો છે કે તેમને આ કાર્યવાહી માટે કોઈ પણ પ્રકારની સુચના આપવામાં નહોતી આવી,મહારાષ્ટ્ર નવનિર્માણ સેનાના નેતાઓ રાજ ઠાકરેના ઘરે આવવા લાગ્યા છે,મનસે નેતા બાલા નંદગાંવકર રાજ ઠાકરેના ઘરે આવી હપોચ્યાં છે, બીજી બાજુ રાજ ઠાકરેને સમન્સ આપવાથી ક્ષુબ્ધ પાર્ટીના એક યૂવા કાર્યકર્તાએ પોતે આગ ચાંપીને આત્મહત્યા કરી લીધી છે,ત્યારે રાજ ઠાકરેએ દરેક નેતા અને સમર્થકોને અપિલ કરી છે કે તેઓ કોઈ પણ રિતે શાંતિ જાળવી રાખે

મનસેના પ્રમુખ રાજ ઠાકરેએ મંગળવારે કહ્યું હતું કે “તેઓ ઈડી દ્વારા મોકલેલા સમન્સનું સન્માન કરશે”. આ દરમિયાન તેમણે પોતાના સમર્થકોને શાંત રહેવાની અપીલ પણ કરી હતી. આ મુદ્દે પોતાની પહેલી પ્રતિક્રિયામાં, ઠાકરેએ એમએનએસના તમામ કાર્યકરોને સંબોધતા એક સહી કરેલા નિવેદનમાં કહ્યું હતું કે માર્ચ 2006 માં પાર્ટીની શરૂઆતથી તેમના અનેક કાર્યકરો સામે અસંખ્ય કેસ ફાઈલ કરવામાં આવ્યા છે.

નોટિસ બાદ રાજના પિતરાઈ ભાઈ અને સત્તારુઢ સહયોગી શિવસેના પ્રમુખ ઉદ્ધવ ઠાકરે તેમના સમર્થનમાં આવ્યા હતા. ઇડીએ એક કેસની તપાસના સંદર્ભે રાજ ઠાકરેને સમન્સ આપી ગુરુવારે હાજર રહેવાનું કહ્યું છે. ઉદ્ધવ ઠાકરેએ તેમના નિવાસસ્થાન પર મીડિયા વ્યક્તિઓને આડકતરી રીતે રાજના સમર્થનમાં કહ્યું હતું કે આ મામલે પૂછપરછ કરીને ઇડીને આ બાબતે કી માહિતી નહી મળશે.. ઉદ્ધવે કહ્યું કે, “મને નથી લાગતું કે આવતીકાલે ઇડી દ્વારા રાજ ઠાકરે વિશે પૂછપરછ કરવાથી કોઈ પરિણામ આવશે.”

ઇડીએ રવિવારના રોજ ઠાકરે અને તેમના પૂર્વ વ્યવસાયી સહાયોગી  લોકસભાના પૂર્વ અધ્યક્ષ અને શાસક સાથીદાર શિવસેનાના નેતા મનોહર જોશીના પુત્ર ઉન્મેશ જોશી, તેમજ અન્ય એક વ્યવસાયિક સહયોગીને નોટિસ ફટકારી હતી.ત્યાર બાદ રાજકીય સર્કલમાં ખળભળાટ મચી ગયો હતો.ઉલ્લેખનીય છે કે, ઇડીએ ઠાકરેને ગુરુવારે આઈએલએન્ડએફએસને લગતા મની લોન્ડરિંગના કેસમાં તેમને ઈડીના કાર્યાલયમાં હાજર રહેવા કહ્યું છે

tags:

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code