1. Home
  2. revoinews
  3. ભારતની વિરાંગનાઓ ભાગ-6: ઈતિહાસના પાનામાં હોવા છતા વિસરાયેલું રાણી ‘ઝલકારીબાઈનું બલિદાન’
ભારતની વિરાંગનાઓ ભાગ-6: ઈતિહાસના પાનામાં હોવા છતા વિસરાયેલું રાણી ‘ઝલકારીબાઈનું બલિદાન’

ભારતની વિરાંગનાઓ ભાગ-6: ઈતિહાસના પાનામાં હોવા છતા વિસરાયેલું રાણી ‘ઝલકારીબાઈનું બલિદાન’

0
Social Share

સાહિન મુલતાની

ઇતિહાસના પાનામાં ભુલાયેલા એક અશ્વસિદ્ધ યોદ્ધા રાણી ઝલકારી બાઈનો જન્મ બુંદેલખંડના એક ગામમાં નિર્ઘન કોરી પરિવારમાં થયો,ઝલકારી બાળપણથી જ સાહસિક હતા,એક વાર તેમનું સાહસિક હોવાનું ઉદાહરણ બાળ અવસ્થામાં ત્યારે જોવા મળ્યું જ્યારે ઝલકારીબાઈ જંગલમાં વાધ સાથે ભીડી પડ્યા અને પોતાની કુલ્હાડીથી એક જ ઘા મારી વાધને મારી નાખ્યો.

ઝલકારી બાઈ એક સામાન્ય દલિત પરિવારના હોવાથી તેમને શિક્ષળ મેળવવાની તક નહોતી મળી છતા પણ તેઓ કુશળ હોવાથી શસ્ત્ર ચલાવતા અને ઘોડેસવારી શીખ્યા.એકવાર જ્યારે ડાકુઓએ ગામમાં રહેતા એક વેપારીના ઘરે દરોડા પાડવાનો પ્રયાસ કર્યો, ત્યારે ઝલકારીએ એકલા હાથે જ તેમને માત આપી હતી.

ઝલકારી બાઈ ક્યારેય રાણી લક્ષ્મીબાઈને મળ્યા નહોતા, પરંતુ તેમના વિશે ઘણું સાંભળ્યું હતું  એક વખત ગૌરી પૂજા દરમિયાન ઝલકારી ગામની સંખ્યાબંધ મહિલાઓ સાથે રાણીના કિલ્લા પર જાય છે,ત્યાં સુપ્રસિદ્ધ ઝાંસીની રાણી ઝલકારીને મળે છે,ત્યારે ત્યા ઉપસ્થિત કોઈ ઝલકારીબાઈની વિરતા,સાહસિકતા અને નિડરતાના વખાણ કરે છે અને રાણી લક્ષ્મીબાઈ ઝલકારીના બહાદુર કૃત્યો વિશે માહિતગાર થતા જ તેને સેન્યની મહિલાઓમાં સામેલ કરીલે છે, ત્યાર બાદ ઝલકારીબાઈને તોપ ચલાવવાની ને હથિયાર ચલાવવાની તાલિમ આપવામાં આવે છે, કારણ કે આ સમયે બ્રિટીશરો ઝાંસી પર આક્રમણ કરવાની તૈયારીમાં હતા.

ઝલકારીના લગ્ન ઝાંસીની સેનામાં સેન્ય તરીકે ફરજ બજાવતા પૂરણસિંધ નામના યૂવક સાથે થયા.લગ્ન પછી તેઓ ઝાંસી આવ્યા,ઝાંસીની રાણી લક્ષ્મીબાઈની સેનામાં તેઓ મહિલા શાખા દુર્ગાદળની સેનાપતિ બન્યા,તેઓનો રુઆબ અને ચહેરો બન્ને આબેહુબ લક્ષ્મીબાઈ જેવા હતા,જેના કારણે દુશ્મનોનું ધ્યાન ભટકાવવા ક્યારેક તેઓ લક્ષ્મીબાઈનો વેષ ઘારણ કરીને સેના સામે ભીડી પડતા.

1857મા ભારતની તૈયાર કરેલી  સેના મ્યુટિની ઓફ સેપોય્સ મેરઠ આવે છે, મેરઠમાં આવી પોતાની સેનામાં વધારો કરીને ઉત્તર અને મધ્ય ભારતમાં અનેક વિદ્રોહને જન્મ આપ્યો,સ્વતંત્રતાના પ્રથમ યુદ્ધ તરીકે માનવામાં આવતી આ સેનાના યુદ્ધમાં ઝાંસીએ બળવો કરવામાં નિર્ણાયક ભૂમિકા ભજવી.

તે 1858નું વર્ષ હતું જ્યારે ફિલ્ડ માર્શલ હેનરી રોઝે ઝાંસી પર હુમલો કર્યો,બહાદુર ઝાંસીનીરાણી 4 હજાર સેન્યના કાફલા સાથે આક્રમણની તૈયારીઓ કરી,પરંતુ તે લાંબા સમય સુધી કિલ્લા પર ટકી શક્યા નહી, અંગ્રેજોની સેનાએ રાણી લક્ષ્મીબાઈને ઘેરી લેતા ઝલકારીબાઈએ પોતાની સુઝબુઝથી સ્વામીભકિત અને રાષ્ટ્રીયતાનો પરિચય આપ્યો હતો ,રાણીના વેશમાં યુદ્ધ કરતા કરતા તેઓ અંગ્રેજોના હાથ લાગી ગયા, જેના કારણે લક્ષ્મીબાઈને ત્યાથી ભાગવામાં સફળતા મળી,

લક્ષ્મીબાઈના વેષમાં  ઝલકારીબાઈ અંગ્રેજોના હાથમાં આવી જાય છે,જ્યારે અંગ્રેજો ઝલકારીબાઈને જ રાણી લક્ષ્મીબાઈ માની લેતા અંગ્રેજોએ પુછે છે, ‘તમે પકડાય ગયો છો,તમને શું સજા આપવામાં આવે’?-ત્યારે,ઝલકારી બાઈ આત્મવિશ્વાસ સાથે  બ્રિટીશોને કહે છે ‘મને ફાંસી આપી દો’,આ વાત સાંભળતાજ બ્રિટીશો કહે છે કે, જો ભારતમાં 1% મહિલાઓ પણ તમારા જેવી હોત તો બ્રિટિશરો દેશને છોડી ચાલ્યા ગયા હોત,થોડા દિવસો પછી દુલ્હા જૂ નામનો વ્યક્તિ બ્રિટીશોને ઝલકારી બાઈ, પોતે રાણી લક્ષ્મીબાઈ નથી, તે વાતની જાણ કરે છે.ત્યારે બ્રિટીશો આશ્ચર્યચક્તિ થાય છે કે ઝાંસીની રાણી લક્ષ્મીબાઈ તેમના હાથે ન લાગ્યા.

પછી દંતકથાઓ પ્રમાણે ઝલકારી બાઈના મૃત્યુ વિશે અનેક વાતો છે,વર્ષ 1857ના યુદ્ધ સમયે તે જમીન પર ઢળી પડે છે અને મોતને ભેટે છે, તો બીજી દંતકથા પ્રમાણે તેમને બ્રિટીશ લોકો આઝાદ કરી દે છે અને વર્ષ 1890માં તેમનું નિધન થાય છે,પરંતુ તેમના વિષે એક વાતતો ચોક્કસ કહી શકાય કે તેઓ એક મહાન વિરાંગના હતા,રાણી ઝલકારીબાઈની ગાથાઓ આજે પણ બુંદેલખંડમાં ગવાતા લોકગીતો અને લોક કથાઓમાં કહેવામાં આવે છે.તેમના સમ્માનમાં વર્ષ 2001માં તેમના નામની પોસ્ટ કાર્ડ ટિકીટ બહાર પાડવામાં આવી.

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code