દેશમાં 2021મા કોરોના વેક્સિન આવી જશે પરંતુ સંક્રમિતોને પુરી પાડવી પડકાર રુપ – મહિલા વૈજ્ઞાનિકનું નિવેદન
- વેક્સિન આવ્યા બાદ પણ લોકોને પુરી પાડવી પડકાર રુપ હશે
- મહિલા વૈજ્ઞાનિકનું નિવેદન
- વર્ષ 2021મા વેક્સિન મળી જશે પણ પડકાર અનેક હશે
- ગગનદીપ કાંગે રસીકરણ અંગે ચિંતા વ્યક્ત કરી
દેશના એક પ્રમુખ મહિલા વૈજ્ઞાનિકે કહ્યું કે, દેશને વર્ષ 2021 માં કોરોના વાયરસની વેક્સિન મળી શકે છે. તમિલનાડુના વેલ્લોરની ક્રિશ્ચિયન મેડિકલ કોલેજમાં માઇક્રોબાયોલોજીના પ્રોફેસર અને વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશનની ગ્લોબલ એડવાઇઝરી કમિટી ઓન વેક્સિન સેફ્ટિ અંગેના સભ્ય સ્થાન ઘરાવતા ગગનદીપ કાંગે પણ રસીકરણ અંગે ચિંતા વ્યક્ત કરી છે. તેમણે કહ્યું છે કે 1.3 અબજ લોકોને સુરક્ષિત રીતે વેક્સિન આપવી એ દેશ માટે સૌથી મોટો પડકાર હશે.
પ્રોફેસર ગગનદીપ કાંગ જુલાઈ 2020 મા પણ ભારત સરકારની એક સમિતિમાં સામેલ હતા, જે દેશમાં વેક્સિન તૈયાર કરવાના માર્ગની શોધમાં હતી. બ્લૂમબર્ગ ડોટ કોમ પર પ્રકાશિત થયેલા રિપોર્ટ પ્રમાણે, પ્રોફેસર ગગનદીપ કાંગે કહ્યું કે, ભારત પાસે બાળકો અને સગર્ભા સ્ત્રીઓ સિવાય અન્ય લોકોના રસીકરણ માટે ભારત પાસે સ્થાનિક સ્તરે ઇન્ફ્રાસ્ટ્રક્ચર નથી.
આ સાથે જ તેમણે વધુંમાં જણાવ્યું હતું કે,આ વર્ષના અંત સુધીમાં આપણી પાસે એ ડેટા હશે કે કઈ વેક્સિન વધુ અસરકારક રીતે કામ કરી રહી છે અને કઈ વેક્સિન શ્રેષ્ઠ છે. જો સારા પરિણામો મળશે, તો પછી 2021 ના પહેલા 6 મહિનામાં આપણાને કેટલીક માત્રામાં વેક્સિન ઉપલબ્ધ હશે જ્યારે વર્ષના બીજા 6 માસમાં વધુ માત્રામાં વેક્સિન ઉપલબ્ઘ હશે.
માઇક્રોબાયોલોજીના પ્રોફેસરે કહ્યું કે, વૃદ્ધ લોકો અને ખાસ કરીને ઉચ્ચ જોખમ ધરાવતા વર્ગના લોકોને વેક્સિનનો ડોઝ આપવાનું આપણી પાસે સ્ટક્ચર નથી. દરેક વયના લોકોને વેક્સિન પૂરી પાડવા માટેની સિસ્ટમ તૈયાર કરવી એક પડકારજનક કાર્ય હશે.
આ મહિલા પ્રોફેસરે ભારતમાં કોરોનાના ટેસ્ટિંગ પર પણ ચિંતા વ્યક્ત કરી હતી. તેમણે કહ્યું કે ઘણા સ્થળોએ એન્ટિજેન અને આરટી-પીસીઆર ટેસ્ટની અદલાબદલી કરીને લોકોની તપાસ કરવામાં આવી રહી છે.જેના કારણે કોરોના ટેસ્ટિગંની ધડપ ઓછી થઈ રહી છે.
સાહીન-