ભાજપ સાંસદો કરશે 150 કિમી પદયાત્રા
ગાંધીજીની 150મી જન્મ જયંતીએ લાંબી પદયાત્રા
પ્રતિ દિવસ 15 કિમી યાત્રા કરાશે
વૃક્ષારોપણ પણ કરવામાં આવશે
નવી દિલ્હીઃ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ હમેંશા કઈકને કઈક નવું કરીને ચર્ચામાં રહેતા હોય છે ત્યારે આજરોજ ભાજપ સાંસદોને મોદીજીએ એક આદેશ આપ્યો છે આ આદેશ મુજબ આવનારી 150મી ગાંધી જયંતીના દિવસે ભાજપના દરેક સાસંદોને 150 કિલો મીટર પદયાત્રા કરવી પડશે.
દરેક સાંસદ પોતાના લોકસભા વિસ્તારમાં 2જી ઓક્ટોબર થી લઈને 31મી ઓક્ટોબર સુધી પદયાત્રા કરશે, પદયાત્રામાં દરરોજ 15 કિલો મીટર અંતર કાપવામાં આવશે.આ સમય દરમિયાન ગાંઘી અને સ્વતંત્રા માટે સંધર્ષના કાર્યક્રમો પણ યોજવામાં આવશે, તો સાથે સાથે પર્યાવરણની જાણવળી માટે વૃક્ષારોપણ કરવામાં આવશે.જેમાં રાજ્યસભાના સાંસદોને પણ વિસ્તાર સોંપવામાં આવ્યા છે જેમાં પોતપોતાના વિસ્તારમાં તેઓ આ પ્રકારના ક્રાર્યક્રમ કરશે.
ભાજપ સાંસદીય બેઠક બાદ કેન્દ્રીય મંત્રી પ્રહલાદ જોશીએ જણાવ્યું હતુ કે “મોદીજીએ આ બેઠકને સંબોધીત કરતા ગાંધીજીની 150મી જન્મ જયંતી પર ગાંધી150 મુજબ દરેક લોકસભા ક્ષેત્રમાં 150 કિલો મીટર લાંબી પદયાત્રા નીકાળવામાં આવશે ઉપરાંત રાજ્યસભા સાંસદોને પણ એક એક લોકસભા ક્ષેત્ર આપવામાં આવશે જેમાં તેઓ પણ ગાંધીજી અને સ્વતંત્રતાને લાગતા કાર્યક્રમ કરશે ”
દરેક લોકસભા ક્ષેત્રમાં 15 થી 20 ટીમ બનાવવામાં આવશે મોદીજીના જણાવ્યા મુજબ દરેક લોકસભા ક્ષેત્રમાં 15-20 ટીમ બનાવવામાં આવશે જેમાં પ્રતિ દિવસ 15 કિલો મીટર અંતર કાપવામાં આવશે જ્યારે વધુમાં મંત્રી પ્રહલાદ જોશીએ કર્ણાટકમાં 14 ધારાસભ્યોના રાજીનામાં અંગે કહ્યું હતુ કે કોગ્રેસની આદત છે પોતાની નિષ્ફળતા માટે બીજાપર આંગળી ઉઠાવવી.