મ્યાંમારના અશાંત પ્રાંત રખાઈનના બાંગ્લાદેશમાં વિલયનો અમેરિકન સંસદનો પ્રસ્તાવ પીએમ શેખ હસીનાને નામંજૂર
ઢાકા: બાંગ્લાદેશના વડાંપ્રધાન શેખ હસીનાએ અમેરિકાની સંસદના એ પ્રસ્તાવની ટીકા કરી છે કે જેમાં મ્યાંમારના અશાંત પ્રાંત રખાઈનના બાંગ્લાદેશના વિલયની વાત કહેવામાં આવી છે. શેખ હસીનાએ તેને નામંજૂર કર્યો છે. તેમણે ક્હ્યું છે કે આ બાબત ક્ષેત્રમાં આગ ફેલાવવાની કોશિશ છે.
એશિયા-પેસિફિકની ઉપસમિતિના અધ્યક્ષ બ્રેડલે શર્મને 13 જૂને સાઉથ એશિયા માટે બજેટ પર સુનાવણી દરમિયાન આ પ્રસ્તાવ રજૂ કર્યો હતો. તેમના પ્રમાણે, મ્યાંમારના લાખો રોહિંગ્યા પાડોશી દેશમાં શરણાર્થી છે. તેવામાં એ જ સારું થશે કે રખાઈનને બાંગ્લાદેશમાં વિલિન કરી દેવામાં આવે.
શેખ હસીનાએ કહ્યું છે કે અમેરિકાની સાંસદને એક સાર્વભૌમ દેશમાં સમસ્યા પેદા કરવાનો કોઈ અધિકાર નથી. તેમણે જે મુદ્દાને ઉઠાવ્યો, તે પહેલેથી જ જ્વલંત બની ગયા છે. રખાઈનમાં શાંતિ નથી. ત્યાં ઉગ્રવાદ અને અશાંતિનો માહોલ છે. અમે ક્ષેત્રમાં શાંતિ સ્થાપિત કરવાની કોશિશ કરી રહ્યા છે, પરંતુ તે આગ ફેલાવવાની કોશિશ કરી રહ્યા છે. આ સ્વીકાર્ય નથી.
શેખ હસીનાનું કહેવું છે કે બાંગ્લાદેશે મ્યાંમારના સાર્વભૌમત્વનું સમ્માન કર્યું. તેમની સરકાર કોઈપણ વિલયની મંજૂરી આપશે નહીં. અમારી પોતાની સરહદો છે. અમે તેમા જ ખુશ છીએ. કોઈ ક્ષેત્રના અમારા દેશમાં વિલિનીકરણના કોઈપણ પ્રસ્તાવને અમે સંપૂર્ણપણે વિરોધ કરીએ છીએ.
તાજેતરમાં વડાંપ્રધાન શેખ હસીના ચીનના પ્રવાસેથી પાછા ફર્યા છે. તે દરમિયાન તેમણે ચીનના રાષ્ટ્રપ્રમુખ અને વડાપ્રધાન સાથે રોહિંગ્યાના મામલાને ઉકેલવાનો અનુરોધ કર્યો છે.