5 ટ્રિલિયન ડોલરની ઈકોનોમી પર પીએમ મોદી : ‘પ્રોફેશનલ નિરાશાવાદી સમાધાનના સ્થાને નાખી શકે છે સંકટમાં’
વારાણસી: વડાપ્રધાન નરેન્દ્ર મોદી શનિવારે પોતાના સંસદીય મતવિસ્તાર વારાણસી પહોંચ્યા છે. તેમણે ભાજપ સાથે લોકોને જોડવા માટેના સદસ્યતા અભિયાન સંદર્ભેના એક કાર્યક્રમમાં ભાગ લીધો હતો. વડાપ્રધાન મોદીએ આગામી સમયગાળામાં ભારતને પાંચ ટ્રિલિયન ડોલરની અર્થવ્યવસ્થા બનાવવા પર કહ્યુ છે કે પ્રોફેશનલ નિરાશાવાદીઓથી સતર્ક રહો. તેઓ સમાધાન આપવાના સ્થાને સંકટમાં નાખી શકે છે.
આ પહેલા મોદીએ એરપોર્ટ પર ભૂતપૂર્વ વડાપ્રધાન લાલબહાદૂર શાસ્ત્રીની કાંસ્ય પ્રતિમાનું અનાવરણ કર્યું હતું. તેના પછી તેમણે હરહુઆ ગામમાં વૃક્ષારોપણ અભિયાનની શરૂઆત કરાવી હતી. તેના અંતર્ગત 27 લાખ છોડવા વાવવામાં આવશે. ફરીથી વડાપ્રધાન બન્યા બાદ તેઓ બીજી વખત વારાણસીની મુલાકાતે છે.
પીએમ મોદીએ કહ્યુ હતુ કે આ સંજોગો છે કે ભાજપના સદસ્યતા અભિયાનના કાર્યક્રમનું અમરત્વ પાત્ર આપણી કાશીમાં જ થઈ રહ્યું છે. એટલે કે એક ત્રિવેણી બની છે. કાશી અને દેશભરના કાર્યકર્તાઓના સફળ અભિયાન માટે શુભકામનાઓ આપું છું. મને એરપોર્ટ પર સ્વર્ગીય લાલબહાદૂર શાસ્ત્રીની પ્રતિમાના અનાવરણનો મોકો મળ્યો હતો. તેના પછી વૃક્ષારોપણનું ઘણું મોટું અભિયાન યોગીજીના નેતૃત્વમાં શરૂ થયું છે.
વડાપ્રધાન મોદીએ કહ્યુ હતુ કે એક મોટા લક્ષ્ય પર તમારી અને દરેક દેશવાસી સાથે વાત કરવા ચાહું છું. આ લક્ષ્ય માત્ર સરકારનું નથી. આ લક્ષ્ય દરેક ભારતીયનું છે. ગઈકાલે તમે બજેટમાં અને તેના પછી ટીવી પર ચર્ચાઓમાં અને આજે અખબારોમાં એક વાત વાંચી અને સાંભળી હશે. ચારે તરફ એક શબ્દ ગુંજી રહ્યો છે. તે છે પાંચ ટ્રિલિયન ડોલરની ઈકોનોમી. આખરે તેનો અર્થ શું છે. આ તમારા માટે જાણવું અને ઘરેઘરે જઈને જણાવવું પણ જરૂરી છે. કેટલાક લોકો છે કે જેઓ ભારતીયોના સામર્થ્ય પર શંકા કરી રહ્યાછે. તે કહી રહ્યા છે કે ભારતીયો માટે આ લક્ષ્ય પ્રાપ્ત કરવું ઘણું મુશ્કેલ છે. સાથીઓ જ્યારે આ વાત સાંભળું છું, તો કાશીના દીકરાના મનમાં કંઈક અલગ જ ભાવ જાગે છે.
તેમણે કહ્યુ છે કે હું એ કહેવા માંગુ છું કે તે જે સામે મુશ્કેલીઓનો અંબાર લાગેલો છે. તેનાથી તો મારા હોસલાનો મિનાર છે. પડકારોને જોઈને ગભરાવાનું કેવું, તેમા તો છૂપાયેલી છે અપાર સંભાવનાઓ. વિકાસના યજ્ઞમાં પરિશ્રમની મહેક છે. આ તો મા ભારતીનો અનુપમ શ્રૃંગાર છે. ગરીબ-અમીર બંને નવા હિંદની ભુજાઓ છે. બદલાતા ભારતની આ તો પુકાર છે. દેશ પહેલા પણ ચાલ્યો અને આગળ પણ વધ્યો, હવે ન્યૂ ઈન્ડિયા દોડવા માટે બેતાબ છે. દોડવું તો ન્યૂ ઈન્ડિયાનો સારોકાર છે.
પીએમ મોદીએ કહ્યુ હતુ કે પાંચ ટ્રિલિયન ડોલરની ઈકોનોમીનો અર્થ થાય છે પાંચ લાખ કરોડ ડોલર. આજે આપણી ઈકોનોમીનો જે આકાર છે, તેનાથી લગભગ બેગણો. હું ખુદ અર્થશાસ્ત્રી નથી. મને તેનો અ પણ આવડતો નથી. પરંતુ જે લક્ષ્યની હું તમારી સાથે વાત કરી રહ્યો છું, તેનાથી તમારો ઉત્સાહ વધશે. આ મુસીબતમાંથી મુક્તિનો માર્ગ છે. અંગ્રેજીમાં કહેવત પણ છે કે સાઈઝ ઓફ ધ કેક મેટર્સ. એટલે કે જેટલી મોટી કેક હશે, તેટલા વધા લોકોને મળશે. તેના માટે અમે ભારતની અર્થવ્યવસ્થાને પાંચ ટ્રિલિયન ડોલરની બનાવવાનું લક્ષ્ય રાખ્યું છે. ઈકોનોમી જેટલી મોટી હશે, તેટલી જ લોકોની આવક વધશે અને જીવનશૈલીમાં પરિવર્તન થશે.
તેમણે કહ્યુ છે કે તમે બીજા દેશને જોશો તો ખબર પડશે કે ત્યાં પણ પ્રતિ વ્યક્તિ આવક વધારે હોતી નથી. પરંતુ એક સમય આવ્યો જ્યારે આ દેશોમાં પ્રતિ વ્યક્તિ આવક વધી ગઈ. આ તે સમય હતો જ્યારે દેશ વિકાસશીલથી વિકસિત દેશોની શ્રેણીમાં આવી ગયા. ભારત હવે લાંબી રાહ જોઈ શકે નહીં. ભારત જ્યારે સૌથી યુવા દેશ છે, તો આ લક્ષ્ય પણ મુશ્કેલ નથી. જ્યારે કોઈ દેશમાં પ્રતિ વ્યક્તિ આવક વધે છે, તો તે ખરીદ ક્ષમતા વધારે છે. જ્યારે ક્ષમતા વધે છે, ડિમાન્ડ વધે છે. તેનાથી સર્વિસ વધે છે અને રોજગારના મોકા ઉભા થાય છે.
પીએમ મોદીએ કહ્યુ છે કે અમારા મનમાં ગરીબી એક વર્ચ્યૂ બની ગઈ છે. આપણે બાળપણમાં સત્યનારાયણની કથા સાંભળતા હતા, તેની શરૂઆત એક ગરીબ બ્રાહ્મણથી થાય છે. એટલે કે શરૂઆત જ ગરીબીથી થતી હતી. ગઈકાલે જે બજેટ રજૂ કરવામાં આવ્યું, તેમાં સરકારે એ નથી કહ્યુ કે આમા એટલું આપવામાં આવ્યું છે. પાંચ ટ્રિલિયન ડોલર ઈકોનોમીના લક્ષ્યને ભારત કેવી રીતે પ્રાપ્ત કરી શકે છે. એ અમે દર્શાવ્યું અને જણાવ્યુ કે આગામી દશ વર્ષના વિઝન સાથે અમે મેદાનમાં ઉતર્યા છીએ. તેનો એક પડાવ છે, આ પાંચ વર્ષ. આજે દેશ ખાણીપીણીના મામલામાં આત્મનિર્ભર છે, તો તેની પાચળ દેશના ખેડૂતોનો સતત પરિશ્રમ છે. હવે અમે ખેડૂતોને ઉત્પાદકથી આગળ એક્સપોર્ટર તરીકે જો રહ્યા છીએ. આપણી પાસે નિકાસની ક્ષમતા છે. ફૂડ પ્રોસેસિંગથી લઈને માર્કેટિંગ સુધીની બાબતો માટે રોકાણ વધારવામાં આવ્યું છે.
વડાપ્રધાન મોદીએ કહ્યુ છે કે કેટલાક લોકો કહે છે કે આ કેમ કરવામાં આવે છે, તે કેમ કરાઈ રહ્યું છે. તેવામ લોકો પ્રોફેશનલ પેસિમિસ્ટ એટલે કે પ્રોફેશનલ નિરાશાવાદી હોય છે. ઉદાહરણ તરીકે જ્યારે તમે તેમની પાસે કોઈ સમસ્યા લઈને જશો, તો તે તમને સમાધાનના સ્થાને સંકટમાં નાખી દેશે. સમાધાનને સંકટમ કેવી રીતે બદલવું, તે નિરાશાવાદીની ઓળખ હોય છે. 5 ટ્રિલિયન ડોલરના લક્ષ્ય માટે સકારાત્મકતા ભરવી તે પણ તો લોકોની જવાબદારી છે. ગંભીરમાં ગંભીર બીમારીની સ્થિતિમાં પણ ડોક્ટર દર્દીનો ઉત્સાહ વધારે છે, કારણ કે જો પેશન્ટ ઉત્સાહથી ભરેલો હશે, તો બીમારીને પરાસ્ત કરી શકે છે. દેશના નિરાશાવાદી લોકોથી સતર્ક રહેવાની જરૂરત છે. આપણે એ ચર્ચા કરી શકીએ છીએ કે મોદી જે જણાવી રહ્યા છે, તે ઠીક છે અથવા નહીં અને ચર્ચા કરતા નવા સૂચનો પણ આપવા જોઈએ. પરંતુ પાંચ ટ્રિલિયનનું લક્ષ્ય હોવું જોઈએ નહીં. આટલું મોટું લક્ષ્ય રાખવું જોઈએ નહીં. તેનાથી બચવું જોઈએ. દેશના વિદ્વાનોનો અભિપ્રાય અમારા માટે મહત્વનો છે.
લોકસભા ચૂંટણી બાદ મોદીનો પોતાના સંસદીય મતવિસ્તાર વારાણસીમાં 2019માં સત્તામાં આવ્યા બાદ બીજો પ્રવાસ છે. તેના પહેલા તેઓ 27મી મેના રોજ વારાણસીના મતદાતાઓને ભારે સરસાઈથી વિજયી બનાવવા માટે ધન્યવાદ આપવા માટે આવ્યા હતા. શનિવારે કાર્યક્રમને ધ્યાનમાં રાખીને હરહુઆ પ્રાથમિક શાળાની દીવાલો પર પર્યાવરણ સાથે જોડાયેલી પેઈન્ટિંગ બનાવવામાં આવ્યું છે.
પીએમ મોદી પોતાના પહેલા કાર્યકાળમાં 19 વખત વારાણસી આવ્યા હતા. તે વખતે તેમણે ઘણાં કાર્યક્રમોમાં ભાગ લીધો હતો અને ઘણીવાર કાશી વિશ્વનાથ મંદિરમાં દર્શન પણ કર્યા હતા.