1. Home
  2. revoinews
  3. હાઉડી મોદીની પાછળ છે આ લોકો: પીએમને હ્યુસ્ટન બોલાવવા મટે લખ્યા 25 પત્રો, એકઠા કર્યા 24 લાખ ડોલર
હાઉડી મોદીની પાછળ છે આ લોકો: પીએમને હ્યુસ્ટન બોલાવવા મટે લખ્યા 25 પત્રો, એકઠા કર્યા 24 લાખ ડોલર

હાઉડી મોદીની પાછળ છે આ લોકો: પીએમને હ્યુસ્ટન બોલાવવા મટે લખ્યા 25 પત્રો, એકઠા કર્યા 24 લાખ ડોલર

0
Social Share
  • હ્યુસ્ટનમાં હાઉડી મોદી
  • પીએમને હ્યુસ્ટન બોલવવા માટે લખાયા હતા 25 પત્રો
  • હ્યુસ્ટનમાં કાર્યક્રમ માટે 24 લાખ ડોલરનું ફંડ એકઠું કરાયું

વડાપ્રધાન નરેન્દ્ર મોદી પોતાની આગામી અમેરિકા યાત્રા દરમિયાન હ્યુસ્ટનમાં ભારતીય મૂળના લોકોના એક કાર્યક્રમમાં ભાગ લેવાના ચે. આ કાર્યક્રમને હાઉડી મોદી નામ આપવામાં આવ્યું છે. આ એક મેગા ઈવેન્ટ્ હશે અને તેમા 50 હજાર જેટલા લોકો સામે થવાની શક્યતા છે. મહત્વપૂર્ણ છે કે આ કાર્યક્રમમાં સામેલ થવા માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને જૂનમાં 25 પત્રો લખવામાં આવ્યા હતા. ભારતીય મૂળના અમેરિકન ઉદ્યોગપતિઓ દ્વારા આ કાર્યક્રમ માટે લગભગ 2.4 મિલિયન ડોલરનું ફંડ એકઠું કરવામાં આવ્યું છે. આ મેગા ઈવેન્ટના આયોજન માટે 40 મોટા દાનદાતાઓ અને સેંકડો નાના દાનદાતાઓએ ફંડ એકઠું કર્યું છે.

જૂનમાં હ્યુસ્ટનના કેટલાક ભારતીય અમેરિકન પ્રોફેશનલ્સે એ સાંભળ્યું કે પીએમ મોદી સપ્ટેમ્બરમાં ન્યૂયોર્કમાં આયોજીત થનારી યુએ જનરલ એસેમ્બલીની બેઠકમાં ભાગ લઈ રહ્યા છે. તેના પછી પીએમ મોદીને પોતાના શહેરમાં બોલાવવા માટે હ્યુસ્ટન સિવાય શિકાગો અને બોસ્ટનથી પણ કોશિશો થઈ હતી. પરંતુ ઊર્જાને લઈને હાલના સમયના માહોલને જોતા ઊર્જા ઉત્પાદનની દ્રષ્ટિએ મહત્વના શહેર હ્યુસ્ટનને મહત્વ મળ્યું. મહત્વપૂર્ણ છે કે હ્યુસ્ટનમાં દોઢ લાખ ભારતીય મૂળના અમેરિકન લોકો રહે છે.

ભાજપના વિદેશ મામલાના પ્રમુખ ડૉ. વિજય ચોથાઈવાલેએ કહ્યુ છે કે હ્યુસ્ટનમાં ભારતીય પ્રભાવ ઘણો છે અને આ ઊર્જાની દ્રષ્ટિએ પણ ઘણું મહત્વનું છે. આજે ભારત માટે ઊર્જા સુરક્ષા પહેલી પ્રાથમિકતા છે. હાઉડી મોદી કાર્યક્રમનું આયોજન ટેક્સાસ ઈન્ડિયા ફોરમ દ્વારા કરવામાં આવી રહ્યું છે, તેની રચના કાર્યક્રમના આયોજન માટે જુલાઈ માસમાં કરવામાં આવી હતી.

ટેક્સાસ ઈન્ડિયા ફોરમના પ્રમુખ જુગલ મલાનીએ કહ્યુ છે કે ભારતને ઊર્જાની જરૂરત છે અને હ્યુસ્ટનની પાસે ઘણી ઊર્જા છે. તેના કારણે એક રણનીતિક ભાગીદારી શક્ય છે. કાર્યક્રમની વાત કરીએ તો આ કાર્યક્રમનું આયોજન 6 સદસ્યોવાળી એક મુખ્ય કમિટી કરી રહી છે. તેના સિવાય 200 સદસ્યોવાળી 20 અન્ય વર્કિંગ કમીટી પણ છે. સાથે મોટી સંખ્યામાં વોલંટિયર પણ આ આયોજન સાથે જોડાયેલા છે.

હાઉડી મોદી કાર્યક્રમના આયોજન સાથે ઓઈલ ફીલ્ડનો સર્વે કરનારી કંપનીના પ્રમુખ સિવાય હ્યુસ્ટનમાં ચિન્મયા મિશનના સ્થાપક, કોંગ્રેસ લોબિસ્ટ અને એક કાઉન્ટી જજ સહીતના લોકો સંકળાયેલા છે. આ સિવાય કાર્યક્રમનું આયોજન કરવું અને ફંડ આપનારા લોકોમાં ઓઈલ, ગેસ અને એનર્જી કંપનીના માલિક, કોર્પોરેટ ડોનર્સ જેવા કે વોલમાર્ટ, ઓયો યુએસએ વગેરે સામેલ છે.

હાઉડી મોદી કાર્યક્રમના આયોજનકર્તાઓમાં ટેક્સાસ ઈન્ડિયા ફોરમના પ્રમુખ જુગલ મલાની સિવાય ઈન્ડો અમેરિકા પોલિટિકલ એક્શન કમિટીના અધ્યક્ષ ગીતેશ દેસાઈ પણ જોડાયેલા છે. ઈન્ડો અમેરિકા પોલિટિકલ એક્શન કમિટી એક લોબી ગ્રુપ છે, તેનો અમેરિકામાં રિપબ્લિકન અને ડેમોક્રેટ, બંને પર સમાન પ્રભાવ છે. ભારત-અમેરિકા ન્યૂક્લિયર ડીલ માટે પણ આ ગ્રુપે લોબિંગ કર્યું હતું. તેની સાથે યુએસ દ્વારા પાકિસ્તાનને આપવામાં આવેલી મદદનું ઓડિટ કરાવવા પાછળ પણ આ ગ્રુપે લોબિંગ કર્યું હતું.

ગીતેશ દેસાઈને વર્ષ 2019ના પ્રવાસી ભારતીય સમ્માન એવોર્ડ પણ આપવામાં આવ્યો છે. તેના સિવાય પેટ્રોકેમિકલ કંપની Vinmar Internationalના નિદેશક અને ઈન્ડો-અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ, ગ્રેટર હ્યુસ્ટનના નિદેશક સ્વતંત્ર જૈન, બાયોઊર્જા ગ્રુપના સંસ્થાપક અમિત ભંડારીના નામ પણ આયોજનકર્તાઓમાં સામેલ છે. મહત્વપૂર્ણ છે કે ટેક્સાસ ઈન્ડિયા ફોરમમાં યુનિવર્સિટી ઓફ હ્યુસ્ટનના અધ્યક્ષ અને ચાન્સલર રેણુ ખાટોર, ચિન્મયા મિશનના આચાર્ય ગૌરાંગ નાણાવટી, ઉદ્યોગપતિ રમેશ ભૌતાદા, ફોર્ટબેન્ડ કાઉન્ટીના જજ કે. પી. જોર્જ, ગુરુદ્વારા કમિટીના સદસ્ય પોલ લેખરી, બોહરા સમુદાયના નેતા અભિજેર તૈયબ અને સ્ટેફોર્ડ સિટીના અધિકારી કેન મેથ્યૂઝના નામ પણ સામેલ છે.

હાઉડી મોદી કાર્યક્રમના આયોજન માટે પહેલા 1.2 મિલિયન ડોલરનું બજેટ રજૂ કરવામાં આવ્યું હતું અને તેમા 10 હજાર લોકો સામેલ થવાના હતા. પરંતુ હવે આ બજેટ વધીને 2.4 મિલિયન ડોલર સુધી પહોંચી ગયું છે અને હવે તેમા 50 હજાર લોકો ભાગ લેશે. જેમાં 8000 લોકો તો અમેરિકાના અન્ય રાજ્યોમાંથી આવવાના છે.

LEAVE YOUR COMMENT

Your email address will not be published.

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code