1. Home
  2. revoinews
  3. ‘દીદી, PMનું પદ ઑક્શનમાં નથી જે શારદા-નારદાના પૈસામાંથી ખરીદી શકાય’: પશ્ચિમ બંગાળમાં મોદી
‘દીદી, PMનું પદ ઑક્શનમાં નથી જે શારદા-નારદાના પૈસામાંથી ખરીદી શકાય’: પશ્ચિમ બંગાળમાં મોદી

‘દીદી, PMનું પદ ઑક્શનમાં નથી જે શારદા-નારદાના પૈસામાંથી ખરીદી શકાય’: પશ્ચિમ બંગાળમાં મોદી

0

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે પશ્ચિમ બંગાળના આસનસોલમાં જનસભાને સંબોધી. આ જનસભામાં મોદીએ રાજ્યના મુખ્યમંત્રી મમતા બેનર્જી પર નિશાન સાધ્યું. મોદીએ કહ્યું, મુઠ્ઠીભર સીટો પર લડીને દીદી પીએમ બનવાનું સપનું પણ જોઈ રહ્યા છે. જો ઑક્શનથી પીએમનું પદ મળી જતું હોત, તો કોંગ્રેસ અને દીદી બંને ઑક્શનમાં જે માલ લૂંટ્યો તેને લઈને આવી જાત. મોદીએ કહ્યું, દીદી આ પીએમનું પદ ઑક્શનમાં નથી હોતું, જે શારદા, નારદાના પૈસામાંથી ખરીદી શકાય.

મોદીએ કહ્યું કે આજે તૃણમૂલ કોંગ્રેસની હાલત એવી થઈ ગઈ છે કે લોકો તેમની રેલીઓમાં હવે આવતા જ નથી. તેમને વિદેશમાંથી એક્ટરને બોલાવવા પડે છે. દીદી, તમારા પર મને સાચે બહુ દયા આવે છે. જુઓ, બંગાળના બહાદુર લોકોએ તમારી સાથે શું કર્યું છે.

મોદીએ આસનસોલમાં કહ્યું, 2014 પહેલા કોંગ્રેસ સરકારે ભ્રષ્ટાચારનો રેકોર્ડ બનાવ્યો હતો. આજે TMC સરકાર કોંગ્રેસને ભ્રષ્ટાચાર મામલે મજબૂત ટક્કર આપી રહી છે. ટીએમસીની સત્તામાં ભ્રષ્ટાચાર અને ગુનો સતત ચાલે છે અને ‘સ્પીડબ્રેકર’ દીદી પણ છે.

LEAVE YOUR COMMENT

Your email address will not be published.