1. Home
  2. revoinews
  3. પીએમ મોદી FAO ની 75મી વર્ષગાંઠ પર 75 રુપિયાના સિક્કાનું કરશે અનાવરણ
પીએમ મોદી FAO ની 75મી વર્ષગાંઠ પર 75 રુપિયાના સિક્કાનું કરશે અનાવરણ

પીએમ મોદી FAO ની 75મી વર્ષગાંઠ પર 75 રુપિયાના સિક્કાનું કરશે અનાવરણ

0
Social Share
  • શુક્રવારના FAOની 75મી વર્ષગાઠ
  •  પીએમ મોદી 75 રુપિયાના સિક્કાનું કરશે અનાવરણ
  • કૃષિ સંબધિત બાબતો પર અપાશે ખાસ ધ્યાન
  • ખેતીની અનેત જાતોને રાષ્ટ્રને કરશે સમર્પિત

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સંયૂક્ત રાષ્ટ્રના ખાધ અને કૃષિ સંગઠનની આવનારી 75મી વર્ષગાઠ નિમિત્તે 16 ઓક્ટોબરને શુક્રવારના રોજ 75 રુપિયાનો સિક્કો જારી રકશે, આ પહેલા પીએમ મોદીએ રાજમાતા સિંધિયાની 100મી જન્મ જયંતિ પર પીએમ મોદીએ રુપિયા 100 ના સુક્કાનું પણ અનાવરણ કર્યું હતું.

આ પ્રસંગે બોયો ખેતીની જાતોને દેશને સમર્પિત કરશે પીએમ મોદી

બુધવારના રોજ વડા પ્રધાન કાર્યાલય તરફથી જારી કરવામાં આવેલા એક નિવેદનમાં આ માહિતી આપવામાં આવી છે કે, એફએઓની 75મી વર્ષગાઠ પર પીએમ મોદી 75 રુપિયાના સિક્કાનું અનાવરણ કરશે તેની સાથે સાથે તાજેતરમાં દેશમાં વિકસિત આઠ  પાકની 17 બાયો-ખેતીની જાતોને રાષ્ટ્રને સમર્પિત કરશે.

કૂપોષણને નાબૂદ કરવાનું લક્ષ્ય

પીએમઓ તરફથી જારી કરેલા બયાનમાં કહેવામાં આવ્યું છે, આ કાર્યક્રમ સરકાર તરફથી ખાસ કૃષિ અને પોષણ ક્ષેત્ર આપવામાં આવેલી ઉચ્ચ પ્રાથમિકતાને સમર્પિત કરવામાં આવશે,આ સાથે જ ભૂખ, અલ્પ પોષણ અને કૂપોષણને નાબુદ કરવા માટેના ખાસ સંકલ્પના લક્ષ્યને ધ્યાનમાં રખાશે .

આ કાર્યક્રમમાં દેશભરમાંથી લોકો જોડાશે

આ સમગ્ર કાર્યક્રમમાં દેશભરમાંથી આંગણવાડી, કૃષિ વિજ્ઞાન અને ઓર્ગેનિક અને બાગાયત અભિયાનો સાથે જોડાયેલા લોકો સામેલ થશે, આ પ્રસંગે ખાસ કેન્દ્રીય કૃષિ મંત્રી નરેન્દ્રસિંહ તોમર, નાણાં મંત્રી નિર્મલા સીતારમણ અને મહિલા અને બાળ વિકાસ પ્રધાન સ્મૃતિ ઈરાની પણ આ કાર્યક્રમમાં ભાગ લેશે.

એફએઓ યસું છે અને તે શું કામગીરી કરે છે-જાણો

  • લોકોને પર્યાપ્ત માત્રામાં સારી ગુણવત્તા વાળું ભોજન પ્રાપ્ત કરાવવું
  • નિયમિત રીતે આ ભોજન પ્રાપ્ત કરવાનું કાર્ય
  • લોકો આ ભઓજન થકી સ્વસ્થ અને સક્રીય રહે
  • પોષણનું સ્તર ઊંચુ કરવાનું કાર્ય
  • ગ્રામીણ લોકોનું જીવન શ્રેષેઠ બનાવવું
  • આ સાથે વિશ્વ અર્થ વ્યવસ્થાની વૃધ્ધિમાં પોતાનું યોગદાન આપવું
  • એફઓઓ સાથે દેશનો ખાસ સંબધ અને આતિહાસ છે
  • વર્ષ 1956 થી 1967 દરમિયાન ભારતીય અધિકારી વિનય રંજને એડમિનિસ્ટ્રેટિવ તરીકે કાર્યરત રહ્યા
  • તેમના આ કાર્યકાળ દરમિયાન જ વર્લ્ડ ફૂડ પ્રોગ્રામની સ્થાપના કરવામાં આવી

WFPએ વર્ષ 2020 નો નોબલ શાંતિ પુરસ્કાર જીત્યો છે.વૈશ્વિક સ્તરે ભૂખ અને ખોરાકની સુરક્ષા સામે લડવાના પ્રયત્નો માટે સંયુક્ત રાષ્ટ્રના આ કાર્યક્રમને આ સન્માન આપવાની તાજેતરમાં જ ઘોષણા કરવામાં આવી છે.

સાહીન-

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code