દેશના પ્રથમ વડાપ્રધાન જવાહરલાલ નહેરુની 131 મી જન્મજયંતિ,પીએમ મોદીએ ટ્વિટ કરી આપી શ્રદ્ધાંજલિ
- આજે જવાહરલાલ નહેરુની 131 મી જન્મજયંતિ
- પીએમ મોદીએ ટ્વિટ કરી પાઠવી શ્રદ્ધાંજલિ
- પીએમએ પણ જવાહરલાલ નેહરુને કર્યા નમન
દિલ્લી: આજે દેશના પ્રથમ વડાપ્રધાન જવાહરલાલ નહેરુની 131 મી જન્મજયંતિ છે. આ પ્રસંગે આખો દેશ તેમને યાદ કરી રહ્યો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ જવાહરલાલ નેહરુને નમન કર્યા છે. પીએમ મોદીએ ટ્વિટ કર્યું હતું કે ‘દેશના પ્રથમ વડાપ્રધાન પંડિત જવાહરલાલ નેહરુને તેમની જન્મજયંતિ પર મારી વિનમ્ર શ્રદ્ધાંજલિ.
देश के प्रथम प्रधानमंत्री पं. जवाहर लाल नेहरू को उनकी जयंती पर मेरी विनम्र श्रद्धांजलि।
— Narendra Modi (@narendramodi) November 14, 2020
જવાહરલાલ નહેરુનો જન્મ 14 નવેમ્બર 1889માં થયો હતો. જવાહરલાલ નહેરુએ સ્વતંત્રતા ચળવળમાં નિર્ણાયક ભૂમિકા ભજવી હતી. 1964માં પંડિત નહેરુના નિધન પછી તેનો જન્મદિવસ બાળ દિવસ તરીકે ઉજવવાનું શરૂ થયું.
જવાહરલાલ નેહરુને બાળકો પ્રત્યે ખૂબ લગાવ હતો, એટલે જ તેઓ ‘ચાચા નહેરુ’ તરીકે બાળકોમાં લોકપ્રિય થયા. અગાઉ યુએન તારીખ પ્રમાણે 20 નવેમ્બરના રોજ ચિલ્ડ્રન્સ ડેની ઉજવણી કરવામાં આવી હતી. જવાહરલાલ નહેરુ 15 ઓગસ્ટ 1947 થી 27 મે 1964 સુધી દેશના વડાપ્રધાન હતા.
_Devanshi