1. Home
  2. revoinews
  3. લાલકિલ્લા પરથી એક દેશ, એકસાથે ચૂંટણીનો સૂર, પીએમ મોદીએ કહ્યુ- એકીકરણની પ્રક્રિયા ચાલતી રહેવી જોઈએ
લાલકિલ્લા પરથી એક દેશ, એકસાથે ચૂંટણીનો સૂર, પીએમ મોદીએ કહ્યુ- એકીકરણની પ્રક્રિયા ચાલતી રહેવી જોઈએ

લાલકિલ્લા પરથી એક દેશ, એકસાથે ચૂંટણીનો સૂર, પીએમ મોદીએ કહ્યુ- એકીકરણની પ્રક્રિયા ચાલતી રહેવી જોઈએ

0
Social Share

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ફરી એકવાર એક દેશ એક ચૂંટણીનો વિચાર આગળ વધાર્યો છે. પીએમ મોદીએ 73મા સ્વતંત્રતા દિવસે લાલકિલ્લાની પ્રાચીર પરથી દેશને સંબોધિત કરતા કહ્યુ છે કે દેશના એકીકરણની પ્રક્રિયા હંમેશા ચાલતી રહેવી જોઈએ. તેમણે પોતાની સરકારમાં દેશના એકીકરણની પ્રક્રિયાની દિશામાં ઉઠાવવામાં આવેલા પગલાની ચર્ચા કરી છે.

પીએમ મોદીએ કહ્યુ છે કે અમે જીએસટીના માધ્યમથી વન નેશન, વન ટેક્સનું સપનું સાકાર કર્યું. તેવી રીતે તાજેતરના દિવસોમાં ઊર્જાના ક્ષેત્રમાં વન નેશન, વન ગ્રિડનું કામ પણ સફળતાપૂર્વક સંપન્ન કરાયું. તેવી રીતે વન નેશન, વન મોબિલિટી કાર્ડની વ્યવસ્થાને પણ આપણે વિકસિત કરી અને આજે દેશમાં વ્યાપકપણે ચર્ચા ચાલી રહી છે કે એક દેશ-એકસાથે ચૂંટણી. આ ચર્ચા થવી જોઈએ. લોકશાહી રીતે થવી જોઈએ.

વડાપ્રધાન મોદીએ કહ્યુ છે કે ક્યારેને ક્યારે એક ભારત-શ્રેષ્ઠ ભારતના સપનાને સાકાર કરવા આવી વધુ નવી ચીજોને પણ આપણે જોડવી પડશે. તેમણે કહ્યુ છે કે દેશના એકીકરણ અને આજે દરેક હિંદુસ્તાની કહી શકે છે કે વન નેશન- વન કોન્સ્ટિટ્યૂશન. અમે સરદાર સાહેબના એક ભારત-શ્રેષ્ઠ ભારતના સપનાને ચરિતાર્થ કરવામાં લાગેલા છીએ. આપણે દેશને જોડવા માટે, તેને મજબૂત કરવા માટે સતત પગલા આગળ વધારવા જોઈએ અને આ પ્રક્રિયા હંમેશા ચાલતી રહેવી જોઈએ.

73મા સ્વતંત્રતા દિવસના પ્રસંગે દેશને સંબોધિત કરતા વડાપ્રધાન મોદીએ કહ્યુ છે કે આપણા નીતિ-નિર્ધારકોએ દેશના એકીકરણ માટે, રાષ્ટ્રની એકતા માટે કઠિન સમયમાં પણ કઠોર નિર્ણયો કર્યા. તેમણે કહ્યુ છે કે આજે રાજકીય પક્ષો નિર્ણય લેતા પહેલા પોતાના રાજકીય ભવિષ્યનો હિસાબ લગાવે છે. પીએમ મોદીએ કહ્યુ છે કે મારા માટે દેશનું ભવિષ્ય જ સર્વસ્વ છે. રાજકીય ભવિષ્ય કંઈ હોતું નથી.

LEAVE YOUR COMMENT

Your email address will not be published.

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code