1. Home
  2. revoinews
  3. PM મોદીએ 5 ટ્રિલિયન ઈકોનોમી બનાવવા પર મૂક્યો ભાર, કહ્યુ- લક્ષ્ય મુશ્કેલ છે, પણ શક્ય છે
PM મોદીએ 5 ટ્રિલિયન ઈકોનોમી બનાવવા પર મૂક્યો ભાર, કહ્યુ- લક્ષ્ય મુશ્કેલ છે, પણ શક્ય છે

PM મોદીએ 5 ટ્રિલિયન ઈકોનોમી બનાવવા પર મૂક્યો ભાર, કહ્યુ- લક્ષ્ય મુશ્કેલ છે, પણ શક્ય છે

0
Social Share

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સ્વતંત્રતા દિવસના ભાષણમાં ભારતને પાંચ લાખ કરોડ ડોલરની ઈકોનોમી બનાવવાની યોજનાનો ઉલ્લેખ કર્યો છે. તેમણે કહ્યુ છે કે આ મુશ્કેલ જરૂર છે, પરંતુ હવામાં નથી. તેમણે કહ્યુ કે આઝાદી બાદ 70 વર્ષની વિકાસયાત્રામાં આપણે બે ટ્રિલિયન ડોલરની ઈકોનોમી સુધી પહોંચી ગયા અને આપણે પાંચ વર્ષમાં બે ટ્રિલિયનની ઈકોનોમીમાં એક ટ્રિલયન વધુ જોડી દીધા.

પીએમ મોદીએ કહ્યુ છે કે આપણે પાંચ ટ્રિલિયનની ઈકોનોમીનું સપનું જોયું છે. જે 130 કરોડ દેશવાસી નાની-ની ચીજોને લઈને નીકળી પડે, તો આ શક્ય છે. પાંચ લાખ કરોડ ડોલરની અર્થવ્યવસ્થા, ઘણાં લોકોને મુશ્કેલ લાગે છે. આ ખોટું પણ નથી. પરંતુ મુશ્કેલ કામ નહીં કરીએ તો દેશ આગળ કેવી રીતે વધશે ? મુશ્કેલ પડકારો નહીં ઉઠાવીએ તો ચાલવાનો મિજાજ ક્યાંથી બનશે? મનોવૈજ્ઞાનિક દ્રષ્ટિકોણથી પણ આપણે ઉંચુ નિશાન રાખવું જોઈએ અને આપણે રાખ્યું છે, પરંતુ તે હવામાં નથી.

વડાપ્રધાન મોદીએ સામાન્ય નાગરીકોના જીવનસ્તર વધારવાના સરકારના સપનાનો પણ ઉલ્લેખ કર્યો. તેમણે કહ્યુ કે ઈઝ ઓફ ડુઈંગ બિઝનસ તો એક પડાવ માત્ર છે. મંજિલ તો ઈઝ ઓફ લિવિંગ છે. પીએમ મોદીએ કહ્યુ છે કે ઈઝ ઓફ લિવિંગ આઝાદ ભારતની જરૂરિયાત છે. અમે ઈઝ ઓફ ડુઈંગ બિઝનસમાં ઘણી પ્રગતિ કરી રહ્યા છીએ. પહેલા 50 દેશોની યાદીમાં પહોંચવાનું સપનું છે. તેના માટે ઘણાં રિફોર્મ્સની જરૂરત હોય છે. નાની-નાની અડચણો હોય છે. જ્યારે કોઈ નાના-મોટા કામ કરવા ચાહે છે, તો પણ તેને સેંકડો ઓફિસોના ચક્કર લગાવવા પડે છે. આપણે આવી અડચણોને હટાવવા માટે રાજ્યોથી લઈને નગરપાલિકાઓ સુધીનો સાથ લીધો અને ઘણી હદ સુધી સફળ રહ્યા. ઈઝ ઓફ ડુઈંગ બિઝનસ તો એક પડાવ છે. મારી મંજિલ છે ઈઝ ઓફ લિવિંગ. સામાન્ય નાગરીકને સરકારી કામ માટે કોઈ મહેનત કરવી પડશે નહીં. તેના હકનું તેને સહજ રીતે મળે, અમે આ દિશામાં કામ કરવા ઈચ્છીએ છીએ.

વડાપ્રધાન મોદીએ કહ્યુ છે કે આજે આપણો દેશ ઈન્ક્રિમેન્ટલ પ્રોગ્રેસની રાહ જોઈ શકે નહીં. તેમણે કહ્યુ છે કે આપણે હાઈ જંપ લગાવવો પડશે. આપણે છલાંગ લગાવવી પડશે. આપણી માનસિકતા પણ બદલવી પડશે. વડાપ્રધાન મોદીએ દેશમાં આધુનિક ઈન્ફ્રાસ્ટ્રક્ચરના નિર્માણ પર ભાર મૂકતા કહ્યુ છે કે ભારતને ગ્લોબલ બેન્ચમાર્કની બરાબરીમાં લાવવા માટે આધુનિક ઈન્ફ્રાસ્ટ્રક્ચરની તરફ પણ જવું પડશે. માટે આપણે નક્કી કરવાનું છે કે આ કાળખંડમાં 100 લાખ કરોડ રૂપિયા આધુનિક ઈન્ફ્રાસ્ટ્રક્ચર પર લગાવવા પડશે.

વડાપ્રધાન મોદીએ કહ્યુ છે કે ચાહે સાગરમાલા પ્રોજેક્ટ હોય, ચાહે ભારતમાલા પ્રોજેક્ટ હોય, આધુનિક રેલવે સ્ટેશન બનાવવાના હશે, બસ સ્ટેશન બનાવવાના હોય, ચાહે આધુનિક એરપોર્ટ બનાવવા હોય, ચાહે આધુનિક હોસ્પટલ બનાવવાની હોય, ચાહે વૈશ્વિક સ્તરની શૈક્ષણિક સંસ્થાઓનું નિર્માણ કરવાનું હોય, ઈન્ફ્રાસ્ટ્રક્ચરની દ્રષ્ટિથી પણ આ તમામ ચીજોને આગળ વધારવા ઈચ્છીએ છીએ. હવે દેશમાં સીપોર્ટની પણ જરૂરત છે. ક્લિન એનર્જી હોય, ગેસ બેસ્ડ ઈકોનોમી હોય, ગેસ ગ્રીડ હોય, ઈ-મોબિલિટી હોય, આવા અનેક ક્ષેત્રોમાં આપણે આગળ વધવાનું છે.

LEAVE YOUR COMMENT

Your email address will not be published.

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code