1. Home
  2. revoinews
  3. વોટ્સએપ પર આપમેળે જ ડીલીટ થઇ જશે ફોટો-વીડિયો, આવી રહ્યું છે અલગ જ ફીચર
વોટ્સએપ પર આપમેળે જ ડીલીટ થઇ જશે ફોટો-વીડિયો, આવી રહ્યું છે અલગ જ ફીચર

વોટ્સએપ પર આપમેળે જ ડીલીટ થઇ જશે ફોટો-વીડિયો, આવી રહ્યું છે અલગ જ ફીચર

0
Social Share
  • વોટ્સએપમાં આવી રહ્યું છે નવું ફીચર
  • વીડિયો અને ફોટા આપમેળે જ થઇ જશે ડીલીટ
  • વોટ્સએપે આ ફીચરને એક્સપાયરિંગ મીડિયા નામ આપ્યું

નવી દિલ્લી: ફેસબુકની માલિકીની મેસેન્જર એપ વોટ્સએપ સતત તેના યુઝર્સ માટે નવા – નવા ફીચર આપવાનો પ્રયાસ કરી રહી છે. મેસેન્જર વોટ્સએપ છેલ્લા કેટલાક મહિનાઓથી એક નવા ‘એક્સપાયરિંગ મેસેજ’ ફીચરનું ટેસ્ટીંગ કરી રહી છે. આ નવા ફીચરથી સંબંધિત તથ્યો પહેલીવાર આ વર્ષે માર્ચમાં સામે આવ્યા હતા. આ ફીચર યુઝર્સને એવી સુવિધા આપશે કે પૂર્વનિર્ધારિત સમય પછી મેસેજ સાથે મોકલવામાં આવેલ મીડિયા જેમકે, ફોટા, વીડિયો અને જીઆઇએફ ઈમેજ વગેરે આપમેળે ડીલીટ થઇ જશે.

WABetaInfoના હાલના રીપોર્ટ મુજબ, વોટ્સએપ એ એન્ડ્રોયડ પર ફક્ત 2.20.201.1 બીટા સંસ્કરણ જારી કર્યું છે અને નવીનતમ રીલીઝમાં નવા એક્સપાયરિંગ મીડિયા ફીચરના તથ્યો શામેલ છે. ‘એક્સપાયરિંગ મેસેજ ફીચરની જેમ આ ફીચર યુઝર્સને એક્સપાયરિંગ મીડિયા મોકલવાની મંજૂરી આપશે. જે પ્રાપ્તકર્તા ચેટ છોડ્યા પછી આપમેળે અદૃશ્ય થઈ જશે.

પરંતુ ખાસ વાત એ છે કે મેસેજના આપમેળે ગાયબ થયેલા મીડિયાના ગયા બાદ સ્ક્રીન પર ‘This media is expired’ જેવો મેસેજ આવશે નહીં. ‘એક્સપાયરિંગ મીડિયા ચેટ દરમિયાન એક અલગ રીતે જ જોવા મળશે.જેને તમે સરળતાથી સમજી શકો છો કે મીડિયા ટૂંક સમયમાં સમાપ્ત થવાનું છે.

_Devanshi

LEAVE YOUR COMMENT

Your email address will not be published.

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code