- પાકિસ્તાનનો નવો આતંકી કારસો
- પીઓકેમાં આતંકી હલચલના અહેવાલ
- આતંકી ઘૂસણખોરીની શક્યતા
પાકિસ્તાન મોટા આતંકી કાવતરાની નવી તૈયારી કરી રહ્યું છે. ભારતીય સુરક્ષા એજન્સીઓની પાસે આના સંદર્ભે એક રિપોર્ટ પણ છે.
ભારતીય સુરક્ષા એજન્સીઓ પાસે રહેલા રિપોર્ટ પ્રમાણે, પાકિસ્તાની સેનાના 50 કમાન્ડો આતંકવાદીઓને ટેક્ટિકલ ટ્રેનિંગ આપવામાં મદદ કરી રહ્યા છે.
જૈશ-એ-મોહમ્મદના આતંકવાદીઓને પાકિસ્તાન અધિકૃત કાશ્મીરમાં ટ્રેનિંગ આપીને રેશિયન અને કદલન ગલીના માર્ગે કાશ્મીર ખીણમાં ઘૂસણખોરી કરાવવાનો કારસો બનાવવામાં આવ્યો છે.
આના સિવાય પાકિસ્તાની સેનાના સ્પેશલ સર્વિસ ગ્રુપના 80 કમાન્ડો મુઝફ્ફરાબાદમાં ખાસ તાલીમ લઈ રહ્યા છે.