દારુના નશામાં ચુર અને હાથમાં ચાર ચાર પિસ્તોલ
બીજેપીના સાંસદ સામે કાર્યવાહી
બીજેપીએ આ સાંસદને પાર્ટીમાંથી હાંકી કાઢ્યો
પ્રણવસિંહને રાણાજી માફ કરના ડાંસ પડ્યો ભારે
ઉત્તરાખંડના ખાનપુરના ભારતીય જનતા પાર્ટીના સાંસદ પ્રણવ સિંહ ચૈંપિયનની બે દિવસ અગાઉ ખુબજ ચર્ચાઓ ચાલી રહી હતી કારણ કે આ સાંસદનો એક વિડિયો સોશ્યલ મિડિયામાં વાયરલ થયો હતો, જેમાં બીજેપી સાંસદ પ્રણવ સિંહ “મુજકો રાણાજી માફ કરના” સોંગ પર હાથમાં પિસ્તોલ રાખીને પુરા જોશમાં ઠૂમકા લગાવતા હતા તો વળી સાથે સાથે આ વિડિયોમાં તેઓ હાથમાં દારુના ગ્લાસ સાથે જોવા મળ્યાં હતા ,આ બીજેપીના સાંસદને લઈને અનેક સવાલ ઉઠવા પામ્યા હતા.
ભારતીય જનતા પાર્ટીના સાંસદ પ્રણવ સિંહ ચૈંપિયનને પોતાની પાર્ટીએ કાઢી મુક્યા છે ,જ્યારે બીજેપી પાર્ટીએ આ વાયરલ થયેલા વિડિયોની બાબતને વખોળી છે જ્યારે બીજેપી પ્રચાર પ્રમુખ અનિલ બલૂનીએ કહ્યું કે પ્રણવ ચૈપિયનના વિરુધ ફરિયાદ કરવામાં આવી છે અને તેને પાર્ટીમાંથી 3 મહિના માટે કાઢી મુકવામાં આવ્યા છે પરંતુ તેનો જે વિડિયો સામે આવ્યો છે તેની અમે સખત શબ્દોમાં નિંદા કરીયે છે આ માટે તેના સામે કાર્યવાહી કરવામાં આવશે જ્યારે આજરોજ આ સાંસદ પ્રણવ સિંહને બીજેપી પાર્ટીમાંથી કાઢી મુકવામાં આવ્યા હતા..
આ ઉત્તરાખંડનો સૌથી વિવાદિત મામલો છે દારુના નશામાં ડાંસ તો કર્યો જ પણ સાથે સાથે એક નહી બે નહી પણ ચાર ચાર પિસ્તોલ હાથમાં રાખીને ઠૂમકા લગાવ્યા હતા , જે પાર્ટી માટે શરમ જનક વાત હતી જેને લઈને પાર્ટીએ તેના વિરુધ કાર્યવાહી કરી હતી, તો વળી પ્રણવજી ને રાણાજી માફ કરનાના ઠૂમકા ભારી પડ્યા છે.