શ્રીનગર,પઠાનકોટ સહિત જમ્મુ-કાશ્મીરના એરબેઝ પર ઓરેન્જ એલર્ટઃ-આત્મધાતી હુમલાની શક્યતા
જમ્મુ-કાશ્મરમાંથી કલમ 370 હટાવ્યા બાદ પાકિસ્તાન ભારતની શાંતિભંગ કરવા માટે અનેક નાપાક હરકત કરી રહ્યું છે,ત્યાર બાદ વિશ્વભરમાંથી હાર મેળવી ચૂકેલા પાકિસ્તાનને એક પણ દેશ તરફથી સાથસહકાર મળ્યો નહોતો છતા પણ તે તેમની નિષ્ફળતાના પ્રયત્નો સતત ચાલુ જ રાખ્યા છે.
ત્યારે ફરી જમ્મુ-કાશ્મીરના એરબેઝ પર આતંકી હુમલાની ચેતવણી આપવામાં આવી છે. ગુપ્ત એજન્સીઓના જણાવ્યા મુજબ, જૈશ-એ-મોહમ્મદના 10 આતંકીઓનું એક મોડ્યુલ આત્મઘાતી હુમલો કરી શકે તેવી શક્યતાઓ સેવાઈ રહી છે.ત્યાર પછી શ્રીનગર, અવંતિપોરા, જમ્મુ, પઠાણકોટ, હિંડન સહિતના તમામ મોટા એરબેઝ પર ઓરેન્જ એલર્ટ જારી કરવામાં આવ્યું છે. તેમજ અધિકારીઓને સંકટને પહોંચી વળવા સુરક્ષાની વ્યવસ્થા કરવાવાનું કહેવામાં આવ્યું છે.
ફરીથી આતંકવાદીઓ સક્રિય થતા સંરક્ષણ પ્રધાન રાજનાથસિંહે કહ્યું કે, ચિંતા કરવાની જરુર નહીં, અમારી સૈના તૈયાર છે. તરનતારન ડ્રોન કેસ અંગે પંજાબના મુખ્યમંત્રી અમરિંદર સિંહના પત્ર પર બોલતાં રાજનાથસિંહે કહ્યું કે અમારા સૈનિકો રાષ્ટ્રીય સુરક્ષાના પડકારોનો સામનો કરવા તૈયાર છે અમે મૂહતોડ જવાબ આપીશું. પછી ભલે પછી તે સેના હોય, વાયુસેના હોય કે નૌકાદળ.