- બેન્કોનું ખાનગી કરણ,માત્ર 4 બેંક સરકારી હશે
- સરકારી બેન્કોની સંખ્યા આંગણીના વેઢે ગણી શકાય તેટલી હશે
દેશમાં હવે બેંકોના ખાનગીકરણને લઈને કાર્ય કરવામાં આવી રહ્યું છે ,આ માટેની અનેક તૈયારીઓ પણ થઈ ચૂકી છે,આ સમગ્ર કાર્ય માટે નીતિ આયોગ દ્વારા બ્લુ પ્રિન્ટ પણ તૈયાર કરી દેવામાં દીધી છે.આયોગે કેન્દ્ર સરકારને હવે માત્રને માત્ર 4 જ બેંક દેશમાં સરકારી રાખવા અંગેના સુચનો આપ્યા છે
બેંકોના ખાનગીકરણ બાદ દેશમાં હવે માત્ર 4 સરકારી બેંકો હશે જેમાં, સ્ટેટ બેન્ક ઓફ ઈન્ડિયા, પંજાબ નેશનલ બેન્ક, બેન્ક ઓફ બરોડા અને કેનેરા બેન્કનો સમાવેશ કરવામાં આવ્યો છે.આ સિવાયની તમામા નાની મોટી બેંકો જેમ કે, પંજાબ એન્ડ સિંધ બેન્ક, બેંક ઓફ મહારાષ્ટ્ર અને યુકો બેન્કનુ ખાનગીકરણ કરવાનુ સૂચન આપવામાં આવ્યું છે.જ્યારે અન્ય સરકારી બેન્કો બેન્ક ઓફ ઈન્ડિયા, યુનિયન બેન્ક, ઈન્ડિયન ઓવરસીઝ બેન્ક, સેન્ટ્રલ બેન્ક અને ઈન્ડિયન બેન્કનુ ચાર સરકારી બેન્કોમાં વિલિનીકરણ કરવામાં આવશે અથવા તો સરકાર આ બેંકોમાં પોતાની હીસ્સેદારી ઘટાડી દેશે.
બેંકોના ખાનગીકરણ માટે કેન્દ્ર સરકાર વર્ષ 1970માં બનેલા બેંકોના રાષ્ટ્રીયકરણના કાયદાને નાબૂદ કરી શકે છે ખતમ કરી શકે છે.બેંકોના ખાનગીકરણને લઈને પહેલાથી કેન્દ્ર સરકારે સ્ટ્રેટેજિક અને નોન સ્ટ્રેટેજિક સેક્ટર નક્કી કર્યા હતા.આ મુજબ બેન્કિંગ સેક્ટર સ્ટ્રેટેજિક સેક્ટરમાં આવે છે.જેમાં માત્ર ચાર સરકારી સંસ્થાઓને પરવાનગી આપી શકાય તેમ છે.તેથી આ સ્થિતિમાં સરકારી બેંકોની સંખ્યા 4 રાખવામાં આવી શકે છે.આ પ્રસ્તાવનેલટૂંક સમયમાં કેબિનેટ મુકવામાં આવશે.
સાહીન-