કોલકત્તા : નોબલ પુરસ્કાર વિજેતા અર્થશાસ્ત્રી અમર્ત્ય સેને શુક્રવારે પશ્ચિમ બંગાળમાં કહ્યુ આજકાલ દેશભરમાં જય શ્રીરામના સૂત્રોચ્ચારનો ઉપયોગ લોકોને માર મારવા મટે થઈ રહ્યો છે. આ સૂત્ર બંગાળી સંસ્કૃતિનો હિસ્સો નથી. મે આજથી પહેલા ક્યારેય આવા પ્રકારે જય શ્રીરામનું સૂત્ર સાંભળ્યું નથી. તેનો ઉપયોગ હવે લોકોને મારવા માટે કરવામાં આવે છે. મને લાગે છે કે આનો બંગાળી સંસ્કૃતિ સાથે કોઈ સંબંધ નથી.
અમર્ત્ય સેને કહ્યુ છે કે મે આજથી પહેલા આ રાજ્યમાં ક્યારેય રામનવમી ઉત્સવની ઉજવણી થતી જોઈ નથી. પરંતુ હવે આ બેહદ લોકપ્રિય છે. મે મારી ચાર વર્ષની પૌત્રીને પુછયું કે તારા પ્રિય દેવતા કોણ છે? તેમણે કહ્યુ કે મા દુર્ગા. માતા દુર્ગાની સરખામણી રામનવમીથી તો કરી શકાય નહીં.
અમર્ત્ય સેને કહ્યુ છે કે જે કેટલાક વિશેષ ધર્મના લોકો આઝાદ હરવા-ફરવાથી ડરી રહ્યા છે, તે ગંભીર મામલો છે. સેનનું આ નિવેદન એ ઘટના બાદ આવ્યું છે કે જેમાં દિલ્હીમાં બે પક્ષો વચ્ચે પાર્કિંગને લઈને વિવાદ થયો હતો.
જૂની દિલ્હીમાં હૌજ કાજી વિસ્તારમાં મા દુર્ગાના મંદિરમાં તોડફોડ કરવામાં આવ્યા હતા. મે માસમાં ભાટપારાને પરગન જિલ્લામાં થયેલી એક ઘટનામાં પશ્ચિમ બંગાળના મુખ્યપ્રધાન મમતા બેનર્જીએ પણ જય શ્રીરામના સૂત્રને લઈને ગુસ્સો વ્યક્ત કર્યો હતો. ગત કેટલાક મહીનાઓથી ટીએમસી અને ભાજપના કાર્યકર્તાઓની વચ્ચે આ સૂત્રને લઈને વિવાદની સ્થિતિ બનેલી છે.
બીજી તરફ શુક્રવારે પશ્ચિમ બર્દવાન જિલ્લામાં ભાજપ યુવા મોરચાના કાર્યકર્તા અને પોલીસ વચ્ચે ઘર્ષણ થયું હતું. તેમાં ચાર લોકો ઈજાગ્રસ્ત થયા હતા. પોલીસ સૂત્રોનું કહેવું છે કે ભાજપ યુવા મોરચાની યોજના આસનસોલ નગરનિગમ બિલ્ડિંગની સામે ઘણાં મુદ્દાને લઈને વિરોધ પ્રદર્શન કરવાની હતી. પરતું તેમણે આના માટે પ્રશાસન પાસેથી મંજૂરી લીધી ન હતી.
કથિતપણે ભાજપ યુવા મોરચાના કાર્યકર્તાઓએ પોલીસ પર પથ્થર અને કાંચની બોટલો ફેંકી હતી. તેના પછી પોલીસે ભીડને વિખેરવા માટે આંસુગેસના સેલ છોડયા હતા. આસનસોલ લોકસભા બેઠક પર ભાજપના ઉમેદવાર બાબુલ સુપ્રિયો 2014 અને 2019ની લોકસભાની ચૂંટણીઓમાં જીત્યા હતા.
ટીએમસીના પ્રમુખ મમતા બેનર્જીએ શુક્રવારે બાંકુરા અને ઝારગ્રામ જિલ્લાના કાર્યકર્તાઓ સાથે બેઠક કરી હતી. તેમણે સ્થાનિક નેતાઓને લોકસભા ચૂંટણીમાં મળેલી હારને લઈને ઠપકો આપ્યો હતો. મમતા બેનર્જીએ કહ્યું છે કે મને પુરો ભરોસો છે કે 2021ની વિધાનસભાની ચૂંટણીમાં અમે વાપસી કરીશું.
બેઠક બાદ બાંકુરાના ટીએમસીના એક વરિષ્ઠ નેતાએ કહ્યુ છે કે તેમની પાર્ટીના પ્રમુખે કાર્યકર્તાઓને કહ્યુ છે કે જે પણ લોકો ભાજપ માટે કામ કરી રહ્યા છે, તેમણે તાત્કાલિક ટીએમસી છોડી દેવી જોઈએ. લોકસભા ચૂંટણીમાં બે જિલ્લાની ત્રણ બેઠકો ટીએમસી હારી ગઈ છે અને અહીં ભાજપને જીત પ્રાપ્ત થઈ છે.