દિલ્હીમાં હુમલાનું ષડયંત્ર બનાવી રહ્યા હતા ISISના મોડ્યુલ, NIAએ 10 લોકો સામે ફાઈલ કરી ચાર્જશીટ
નવી દિલ્હી: નેશનલ ઈન્વેસ્ટિગેશન એજન્સીએ દિલ્હી અને યુપીના અમરોહામાં આતંકી મોડ્યુલ સાથે જોડાયેલા મામલામાં દશ શકંમદો વિરુદ્ધ કોર્ટમાં ચાર્જશીટ દાખલ કરી છે. તપાસ એજન્સીએ અમરોહામાં એક મદરસાના મુફ્તિ મોહમ્મદ સુહૈલ સહીત અન્ય આરોપીઓ વિરુદ્ધ આ ચાર્જશીટ ગેરકાયદેસર ગતિવિધિ અધિનિયમની વિભિન્ન કલમો હેઠળ દાખલ કર્યો છે.
તપાસ એજન્સીએ પાંચ હજાર પૃષ્ઠોની ચાર્જશીટમાં જણાવ્યું છે કે આઈએસઆઈએસથી પ્રેરીત થઈને સુહૈલે દિલ્હીમાં રહેતા મોહમ્મદને આ આતંકી મોડ્યુલ બનાવ્યો હતો. જેને હરકત ઉલ હર્બ એ ઈસ્લામ નામ આપવામાં આવ્યું હતું. તપાસ એજન્સીએ તપાસ દરમિયાન તારવ્યું કે આ મોડ્યુલની યોજના દિલ્હી અને તેની આસપાસના ભીડવાળા વિસ્તારોમાં ફિદાઈન હુમલાની હતી. ચાર્જશીટમાં કહેવામાં આવ્યું છે કે આ આતંકી સંગઠન બોમ્બ બનાવવાના આખરી તબક્કામાં હતું, કારણ કે દરોડા દરમિયાન તેમના ઠેકાણા પરથી 25 કિલોગ્રામ વિસ્ફોટક, એક દેશી રોકેટ લોન્ચર, 12 પિસ્તોલ અને ટાઈમર તરીકે ઉપયોગમાં લેવાનારી 112 ઘડિયાળો જપ્ત કરી છે.
એનઆઈએની ચાર્જશીટમાં કહેવામાં આવ્યું છે કે આ સંગઠન પોતાના સ્તર પર ફંડ એકઠું કરતું હતું અને તેના આધારે તે આગળની યોજના તૈયાર કરતું હતું. મહત્વપૂર્ણ છે કે એનઆઈએએ ગત વર્ષ યુપી અને દિલ્હી પોલીસ સાથે અમરોહા, દિલ્હી અને દેશના અન્ય સ્થાનો પર દરોડાની કાર્યવાહી કરી હતી.
એજન્સી પ્રમાણે ફૈઝને એપ્રિલમાં એરેસ્ટ કરવામાં આવ્યો હતો. તે આતંકવાદીઓ પાસેથી હથિયારોની ટ્રેનિંગ લેવા માટે ગત વર્ષ જમ્મુ-કાશ્મીરના ત્રાલ, રાજૌરી અને બાંદીપુરા પણ ગયો હતો.