દિલ્હી સરકાર એક્શનમાં- કોરોનાના પરિક્ષણને લઈને નવા નિયમો લાગુ
- દિલ્હીમાં કોરોના ટેસ્ટને લઈને નવા નિયમો લાદુ કરાયા
- દિલ્હી સરકાર વધતા કેસને લઈને ચિંતામાં
દિલ્હી- દેશની રાજધાની દિલ્હીમાં કોરોનાના કારણે થતા મોતને અટકાવવા માટે દિલ્હી સરકારે એક મહત્વનો નિર્ણય લીધો છે, હવેથી દિલ્હીના તમામ સરકારી સેમ્પલનું કલેક્શન સેન્ટર પર રેપિડ એન્ટિજન ટેસ્ટ અને આરટી-પીસીઆર ટેસ્ટ માટે સેમ્પલ આપવા આવેલા લોકોના ઓક્સિજનની સ્થિતિનું સ્તર પણ ચેક કરવાનું ફરજિયાત બનશે.
આ માટેનો આદેશ દિલ્હી સરકાર તરફથી રજુ કરવામાં આવ્યો છે, આદેશ તાત્કાલિક લાગુ કરવા જણાવાયું છે,જેને લઈને કોરોનાના વધતા કેસ પર અને તેના કારણે થતા મોત પર કાબુ મેળવી શકાય.
દિલ્હી સરકારના આદેશ પ્રમાણે રેપિડ એન્ટિજેન પરીક્ષણ કેન્દ્રો અને આરટી-પીસીઆર સેમ્પલ કલેક્શન સેન્ટરમાં પરીક્ષણ કરવા અથવા નમૂના આપવા આવતા તમામ લોકો માટે ઓક્સિજન સ્તરની તપાસ કરવી અને ઓપીડી સ્લિપમાં લખવું ફરજિયાત રહેશે. જો કોઈ વ્યક્તિનો ઓક્સિજન સ્તર 94% કરતા ઓછો હોય, તો તેઓએ અનિવાર્યપણે પરીક્ષણ માટે ડોક્ટરનો સંપર્ક કરવો પડશે.
દિલ્હી સરકારનું માનવું છે કે આ થકી જોખમ ધરાવતા લોકોની ઓળખ અને તેમને યોગ્ય સમયે સારવાર આપવામાં મદદ મળી રહેશે , જેથી તેઓ ગંભીર સ્થિતિમાં જતા અટકશે અને કોરોનાથી થતા મૃત્યુ ઘટાડશે.
ઉલ્લેખનીય છે કે છેલ્લા કેટલાક દિવસોથી દિલવ્હીમાં કોરોનાના કેસનો આંકડો વધ્યો છે, માત્ર 9 દિવસની અંદર 580 થી વધુ લોકોના મોત થયા છે, આ સાથે જ દિલ્હીની આબોહવા દુષિત બનતાની સાથે કોરોનાનૌો આંક વધી રહ્યો છે જે ચિંતાનો વિષય છે ત્યારે હવે દિલ્હી સરકારે આ એક્શન પ્લાન બનાવ્યો છે.
સાહીન-