કોરોનાવાયરસ બની રહ્યો છે જોખમ, આંકડો 16 લાખને પાર
- કોરોનાનો રાફડો ફાટ્યો, કુલ કેસો 16 લાખને પાર
- કોરોનાના તમામ રેકોર્ડ તૂટ્યા
- 1 દિવસમાં 55 હજારથી વધુ કેસ
- કુલ કેસો 16 લાખને પાર
અમદાવાદ: દેશમાં કોરોનાવાયરસના કેસ જે રીતે વધી રહ્યા છે તેમ તેમ હવે લોકોમાં ચિંતા પણ વધતી જાય છે, દેશમાં કોરોનાવાયરસનો આંકડો રોજ નવો રેકોર્ડ બનાવી રહ્યો છે અને છેલ્લા 24 કલાકમાં કોરોનાવાયરસના 55,078 નવા કેસ નોંધાયા છે. દેશમાં અત્યાર સુધીમાં કોરોનાના કુલ 16,38,870 પોઝિટિવ કેસ મળી આવ્યા છે. જ્યારે સંક્રમિત દર્દીઓની સંખ્યા અત્યાર સુધીમાં 10,57,805 પર પહોંચી ગઈ છે.
કોરોનાથી દેશમાં અત્યાર સુધીમાં 35,747 લોકોના મોત નીપજ્યા છે. છેલ્લા 24 કલાકમાં દેશભરમાં કોરોનાને કારણે 779 લોકો મોત નીપજ્યા છે, જ્યારે 37,223 દર્દીઓ સાજા થયા છે.
જોકે, રીકવરી રેટ વધીને 64.54 ટકા થયો છે. દેશભરમાં 30 જુલાઇ સુધીમાં 1,88,32,970 કોરોના સેમ્પલની તપાસ કરવામાં આવી છે. છેલ્લા એક દિવસમાં એટલે કે 30 જુલાઈએ 6,42,588 સેમ્પલનું ટેસ્ટ કરવામાં આવ્યું, જે આજ સુધીનો સૌથી મોટો આંકડો છે.
_Devanshi