1. Home
  2. revoinews
  3. જાહ્નવીની ગુંજન સક્સેના : ધ કારગિલ ગર્લનું આવતીકાલે ટ્રેલર રીલીઝ થશે
જાહ્નવીની ગુંજન સક્સેના : ધ કારગિલ ગર્લનું આવતીકાલે ટ્રેલર રીલીઝ થશે

જાહ્નવીની ગુંજન સક્સેના : ધ કારગિલ ગર્લનું આવતીકાલે ટ્રેલર રીલીઝ થશે

0
Social Share
  • ગુંજન સક્સેના ધ કારગિલ ગર્લનું આવતીકાલે ટ્રેલર થશે રીલીઝ
  • આ ફિલ્મ 12 ઓગસ્ટે નેટફિલ્ક્સ પર થશે રીલીઝ
  • જાહ્નવીએ સોશિયલ મીડિયા પર ફિલ્મના ટ્રેલર અને રિલીઝ ડેટ અંગેની કરી ઘોષણા

મુંબઈ: ફિલ્મ ગુંજન સક્સેના: ધ કારગિલ ગર્લ રિલીઝ માટે તૈયાર છે. આ ફિલ્મ 12 ઓગસ્ટે નેટફિલ્ક્સ પર રીલીઝ થશે. આ ફિલ્મનું ટ્રેલર 1 ઓગસ્ટે રિલીઝ થશે. આ ફિલ્મમાં જાહ્નવી કપૂર મુખ્ય ભૂમિકામાં છે. જાહ્નવીએ સોશિયલ મીડિયા પર ફિલ્મના ટ્રેલર રિલીઝ અને ફિલ્મ રિલીઝ ડેટ અંગેની ઘોષણા કરી છે.

જાહ્નવી કપૂરે ગુંજન સક્સેનાનું પોસ્ટર શેર કરતાં લખ્યું કે, તે ખૂબ જ ખાસ અનુભવ રહ્યો છે. ગુંજન સક્સેનાનું ટ્રેલર 1 ઓગસ્ટે સવારે 10 કલાકે રિલીઝ થશે. હું ખૂબ જ ઉત્સાહિત છું. આ ફિલ્મ 12 ઓગસ્ટે નેટફ્લિક્સ પર રિલીઝ થશે. કરણ જોહર આ ફિલ્મને પ્રોડ્યુસ કરી રહ્યા છે.

પહેલા આ ફિલ્મ થિયેટરમાં રિલીઝ થવાની હતી. પરંતુ કોરોના વાયરસના ખતરાને ધ્યાનમાં રાખીને ફિલ્મને ઓટીટી પ્લેટફોર્મ પર રીલીઝ કરવાનો નિર્ણય લીધો છે.

ફિલ્મની વાર્તા એક એવી યુવતી પર છે જેણે ભૂતકાળની વિચારસરણીથી વિરુદ્ધ માત્ર ફાઇટર પાઇલટ બનવાનું જ નક્કી કર્યું ન હતું, પરંતુ કારગિલ યુદ્ધ દરમિયાન હેલિકોપ્ટર જગત માટે એક મિસાઈલ રજુ કરી હતી.

ગુંજન સક્સેના જાહ્નવી કપૂરની બીજી ફિલ્મ છે. આ પહેલા તે ધડક ફિલ્મમાં જોવા મળી હતી. આ ફિલ્મથી તેણે ઈન્ડસ્ટ્રીમાં ડેબ્યૂ કર્યું હતું. આ ફિલ્મમાં તેની સાથે ઈશાન ખટ્ટર મુખ્ય ભૂમિકામાં જોવા મળ્યો હતો. આ ફિલ્મને સારો રિસ્પોન્સ મળ્યો છે.

_Devanshi

LEAVE YOUR COMMENT

Your email address will not be published.

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code