ગટરમાં ઉતરતા કામદારોના મોતને અટકાવવા રોબટ દ્રારા ગટરની સફાઈ કરવાનો ગાંધીનગરમાં નવતર પ્રયોગ – -નાયબ મંત્રી નીતિન પટેલે કર્યું લોકાર્પણ
- રોબટ દ્રારા ગટરની સફાઈ કરવાનો ગાંધીનગરમાં નવતર પ્રયોગ
- નાયબ મંત્રી નીતિન પટેલે કર્યું લોકાર્પણ
- સાબરમતી ગેસ કંપની દ્વારા આ રોબટ કોર્પોરેશનને ભેટ અપાયો
હવે પ્રદુષણ પણ દેશની એક પ્રકારની મોટી સમસ્યા છે, જ્યારે શહેરોની ગટરો ઊભરાતી હોય છે ત્યારે ગટરને સાફ કરનારા કામદારો ગટરની અંદર ઉતરીને કચરો કાઢે છે ત્યારે ગટર સાફ થતી હોય છે ,એવી કેટલીક ઘટનાઓ પણ બની છે કે ગટરમાં ઉતરતા કામદારોને ગેસથી ગુંગળામણ થતા મોત નિપજ્યા હોય. ત્યારે હવે આ બાબતે ગાંઘી નગર ખાતે એક નવતર પ્રયોગ હાથ ધરવામાં આવ્યો છે.
ગાંધીનગર કોર્પોરેશને હાલમાં સાબરમતી ગેસ કંપની દ્વારા ગટરની સાફ સફાઈ કરતો એક ખાસ પ્રકારનો રોબોટ ભેટ તરીકે પાવામાં આવ્યો છે. આ રોબોટની ખાસીયતની જો વાત કરીએ તો,તે 24 ફૂટ ઊંડાઈમાં જઈને ગટરની અંદર રહેલો કચરો કાઢીને સાફ સફાઈ કરી શકે છે. નાયબ મુખ્યમંત્રી નિતીન પટેલે આ ખાસ રોબર્ટનું લોકાર્પણ કર્યું છે.
જાણો રોબટની ખાસિયતો
- ગેસ કંપની દ્રારા ગાંઘીનગર કોર્પોરેશનને આપવામાં આવેલો રોબટ 24 ફૂટની ઊંડાઈએ ગટર સાફ કરવાની ક્ષમતા ધરાવે છે.
- આ રોબટને કમ્પ્યૂટરના માધ્યમથી કોઈ એક વ્યક્તિ બહાર બેસીને સરળતાથી ઓપરેટ કરી શકે છે
- આજે રાજ્યના નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે આ રોબોટનું લોકાર્પણ કર્યુ હતું.
- આ રોબોટ ભેટ તરીકે આપવાનો ખાસ હતુ સફાઈકામદારોના ગુંગળામણના કારણે થતા મોતને અટકાવવાનો છે
- આ રોબટના કારણે અનેક સફાઈકર્મીની જિંદગી બચાવી શકાશે
- આ રોબટનો ઉપયોગ ગાંઘીનગરમાં સફળ રહેશે તો રાજ્યના તમામ સ્થળે તેનો ઉપયોગ કરવામાં આવશે
- અન્ય મહાનગર પાલિકાઓને પણ આ રોબટ આપવામાં આવશે
- આ પહેલા સુરત સિટીમાં પણ આ રોબટનો ઉપયોગ કરવામાં આવી ચૂક્યો છે
રોબટમાં ખાસ પ્રકારનો કેમેરો લાગેલો હોવાથી ગટરમાંથી કચરો કાઢતી વખતે તેનું નિરિક્ષણ ઓપરેટર કરી શકશે.નાયબ મુખ્યમંત્રી દ્વારા ગાંઘીનગર ખાતે આ ખાસ રોબટનું લોકર્પણ કરવામાં આવ્યું છે.
સાહીન-