1. Home
  2. revoinews
  3. ફોનની ઘંટડીથી થયું નક્કી, કેબિનેટમાં હશે આ પીએમ મોદીના નવરત્ન
ફોનની ઘંટડીથી થયું નક્કી, કેબિનેટમાં હશે આ પીએમ મોદીના નવરત્ન

ફોનની ઘંટડીથી થયું નક્કી, કેબિનેટમાં હશે આ પીએમ મોદીના નવરત્ન

0
Social Share

શપથગ્રહણ સમારંભના કેટલાક કલાકો પહેલા જ કેબિનેટ પ્રધાનોની યાદી સામે આવવા લાગી છે. વડાપ્રધાન કાર્યાલય તરફથી સંભવિત પ્રધાનો પાસે ફોન પહોંચવાનું શરૂ થઈ ગયું છે. આ સાંસદો સાંજે મોદી સરકારના બીજા કાર્યકાળમાં બવના જઈ રહેલા પ્રધાનમંડળમાં શપથગ્રહણ કરશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ભાજપના અધ્યક્ષ અમિત સાહ વચ્ચે મેરાથોન બેઠક થઈ છે. તેના પછી હવે એ નક્કી થયું છે કે મોદી કેબિનેટમાં ક્યાં નવ ખાસ એવા પ્રધાનો હશે કે જેમને મોટી જવાબદારી મળી શકે છે.

રાજનાથ સિંહ

પુરોગામી સરકારમાં ગૃહ પ્રધાન રહી ચુકેલા રાજનાથસિંહ ફરી એકવાર પ્રધાન બનશે. ભાજપના અધ્યક્ષ રહી ચુકેલા રાજનાથસિંહ મોદીના ભરોસાપાત્ર નેતા માનવામાં આવે છે. તેવામાં ફરી એકવાર તેમને કોઈ મોટી જવાબદારી મળી શકે છે. અહેવાલોમાં અટકળો છે કે રાજનાથસિંહ ફરી એકવાર ગૃહ પ્રધાન બને તેવી શક્યતા છે.

પિયૂષ ગોયલ

અરુણ જેટલીની ગેરહાજરીમાં પિયૂષ ગોયલે નાણાં પ્રધાન તરીકેની મોટી જવાબદારી સંભાળી હતી. ગત સરકારમાં પણ પિયૂષ ગોયલે નાણાં, રેલવે, ઊર્જા મંત્રાલયોની મોટી જવાબદારીઓ સંભાળી છે. આ વખતે પણ તેમને કોઈ મોટા મંત્રાલયની જવાબદારી મળવાની સંભાવના છે.

સ્મૃતિ ઈરાની

અમેઠીમાં કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીને 55 હજારથી વધુ વોટથી હરાવીને ભાજપના નેતા સ્મૃતિ ઈરાની સૌથી મોટા સ્ટાર સાબિત થયા છે. તેઓ આજે પ્રધાન બને તેવી શક્યતા છે.

સુષ્મા સ્વરાજ

પુરોગામી સરકારમાં વિદેશ પ્રધાન તરીકેની સુષ્મા સ્વરાજની કામગીરીના ઘણા વખાણ થયા હતા. આ વખતે ભલે તેમણે લોકસભાની ચૂંટણી લડી નથી, પરંતુ તેમની પાસે ફોન પહોંચી ગયો છે. તેવામં ફરી એકવાર અટકળો લગાવાય રહી છે કે પાર્ટી તરફથી તેમને રાજ્યસભામાંથી સંસદમાં મોકલવામાં આવે તેવી શક્યતા છે.

નીતિન ગડકરી

પુરોગામી સરકારમાં પરિવહન અને સડક મંત્રાલય જેવા વિભાગો સંભાળનારા નીતિન ગડકરી ફરી એકવાર પ્રધાન બનશે. નરેન્દ્ર મોદીએ ગંગા સ્વચ્છતા અભિયાનની જવાબદારી હવે ગડકરીને સોંપી હતી. તેવામાં મોદી સરકારના બીજા કાર્યકાળમાં ગડકરીની જવાબદારી વધે તેવી શક્યતા છે.

નિર્મલા સીતારમણ

દેશના પહેલા મહિલા સંરક્ષણ પ્રધાન નિર્મલા સીતારમણ ફરી એકવાર મોદી સરકારના બીજા કાર્યકાળની કેબિનેટમાં સામેલથશે. તેમને ફોન પહોંચી ગયો છે અને તેઓ શપથ ગ્રહણ કરે તેવી શક્યતા છે. ગત કાર્યકાળમાં રફાલ જેવા મામલાને જેવી રીતે તેમણે સંભાળ્યો છે, તેવામાં તેમને ફરી એકવાર મોટી જવાબદારી મળે તેવી શક્યતા છે.

કિરણ રિજિજૂ

પૂર્વોત્તર ક્ષેત્રના મોટા નેતા અને પુરોગામી સરકારમાં ગૃહ રાજ્ય પ્રધાન રહેલા કિરણ રિજિજૂનું પ્રધાન બનવું નક્કી છે. તેઓ યુવાન છે, ફિટ છે. તેવામાં ફરી એકવાર યુવા શક્તિને મહત્વ આપતા મોદી તેમને પોતાના નવા કેબિનેટમાં સ્થાન આપશે.

રવિશંકર પ્રસાદ

રવિશંકર પ્રસાદ અત્યાર સુધી રાજ્યસભાના સાંસદ હતા. પરંતુ આ વખતે તેઓ શત્રુઘ્નસિંહાને હરાવીને લોકસભામાં પહોંચ્યા છે. ગત કાર્યકાળમાં તેમની પાસે કાયદા મંત્રાલય હતું. એટલે કે રામમંદિર-સમાન નાગરિક ધારો જેવા મહત્વના મુદ્દાનો ભાર ફરી એકવાર તેમના ખભે મૂકવામાં આવે તેવી પુરી શક્યતા છે.

મુખ્તાર અબ્બાસ નક્વી

મોદી સરકારના મુસ્લિમ ચહેરા ગણાતા મુખ્તાર અબ્બાસ નક્વીને ફરી એકવાર મોટી જવાબદારી મળે તેવી શક્યતા છે. તેમને ફોન પહોંચી ગયો છે. ગત વખતે નક્વી પાસે લઘુમતી કલ્યાણ મંત્રાલયની જવાબદારી હતી.

LEAVE YOUR COMMENT

Your email address will not be published.

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code