1. Home
  2. revoinews
  3. ભારતના એન્જનિયરિંગ ક્ષેત્રના પિતામહ, ભારત રત્ન શ્રી એમ.વિશ્વેશ્વરય્યાજીની જન્મજયંતિ, જાણો તેમના નોંધપાત્ર યોગદાન વિશે
ભારતના એન્જનિયરિંગ ક્ષેત્રના પિતામહ, ભારત રત્ન શ્રી એમ.વિશ્વેશ્વરય્યાજીની જન્મજયંતિ, જાણો તેમના નોંધપાત્ર યોગદાન વિશે

ભારતના એન્જનિયરિંગ ક્ષેત્રના પિતામહ, ભારત રત્ન શ્રી એમ.વિશ્વેશ્વરય્યાજીની જન્મજયંતિ, જાણો તેમના નોંધપાત્ર યોગદાન વિશે

0
Social Share
સંકેત.મહેતા
  • ભારતના એન્જિનિયરિંગ ક્ષેત્રના પિતામહ ભારત રત્ન મોક્ષગુંડમ વિશ્વવેશ્વરૈયાની જન્મજયંતિ
  • તેમની જન્મજયંતિના દિવસને એટલે કે 15 સપ્ટેમ્બરને ‘એન્જીનિયર્સ ડે’ તરીકે ઉજવવામાં આવે છે
  • વર્ષ 1955માં તેઓને દેશના સર્વોચ્ચ નાગરિક સન્માન પુરસ્કાર ભારત રત્નથી નવાજીત કરાયા હતા
  • જાણો તેમના જીવન અને સિવિલ એન્જિનયિરિંગ ક્ષેત્રે તેમના મહત્વપૂર્ણ યોગદાન વિશે

ભારતના એન્જિનિયરિંગ ક્ષેત્રના પિતામહ, ભારત રત્ન, દેશના નિર્માતા ભારત રત્ન મોક્ષગુંડમ વિશ્વવેશ્વરૈયાની જન્મજયંતિના દિવસને એટલે કે 15 સપ્ટેમ્બરને ‘એન્જીનિયર્સ ડે’ તરીકે ઉજવવામાં આવે છે. સર એમવીના વિશેષ ઉપનામથી વધુ જાણીતા એવા મોક્ષગુંડમ વિશ્વવેશ્વરૈયાએ તેમની કારકિર્દી દરમિયાન કેટલાક મહત્વપૂર્ણ ટેકનિકલ પ્રોજેક્ટ્સમાં તેમનું નોંધપાત્ર યોગદાન આપ્યું છે, જેમાં હૈદરાબાદ, મૈસુર, મહારાષ્ટ્ર અને ઓરિસ્સા રાજ્યોમાં આવેલા પ્રોજેકટ્સ સમાવિષ્ટ છે. વર્ષ 1955માં તેમને દેશના સર્વોચ્ચ નાગરિક સન્માન પુરસ્કાર ભારત રત્નથી નવાજીત કરવામાં આવ્યા હતા.

તેમની કારકિર્દી વિશે

સર એમ.વીની કારકિર્દી 34 વર્ષની રહી છે અને ત્યારબાદ તેમણે વર્ષ 1918માં રાજ્ય સેવામાંથી સ્વૈચ્છિક સેવા નિવૃત્તિ લીધેલી છે. વર્ષ 1943માં સ્થાપિત સર જયાચમરાજેન્દ્ર ઓક્યુપેશનલ સંસ્થાની સ્થાપનામાં તેનું નોંધપાત્ર યોગદાન રહેલું છે. ભારતમાં ઔદ્યોગિક વિકાસમાં ભૂમિક ભજવનારા એન્જિનિયર્સોને ખાસ તાલીમ આપવાનો ઉદ્દેશ આ સંસ્થાનો રહેલો હતો.

તેમના પુસ્તકો

એન્જિનિયરિંગ ક્ષેત્રે તેમના યોગદાનને દર્શાવતા બે પુસ્તકો પ્રકાશિત થયા છે, જેમાં “રિકન્સટ્રક્ટીંગ ઇન્ડિયા’ અને ‘પ્લાન્ડ ઇકોનોમી ઓફ ઇન્ડિયા’નો સમાવેશ થાય છે. આ બંને પુસ્તકો અનુક્રમે વર્ષ 1920 અને વર્ષ 1934માં પ્રકાશિત થયા હતા.

ભારતના એન્જિનિયરિંગ ક્ષેત્રના પિતામહ વિશે કેટલીક રસપ્રદ બાબતો

  • સિંચાઇની પદ્વતિઓ અને પૂર આપત્તિ નિયમન ક્ષેત્રે એમ વિશ્વવેશ્વરૈયા નિષ્ણાંત હતા
  • સિંચાઇની આધુનિક પદ્વતિઓ અને પૂર નિયમન ક્ષેત્રે તેમનું નોંધપાત્ર યોગદાન છે
  • વર્ષ 1903માં પૂણે નજીક ખડકવાસલા જળાશયમાં ઓટોમેટિક બેરિયર વોટર ફ્લડગેટ્સની ડિઝાઇન અને નિર્માણ તેમની મહત્વપૂર્ણ કામગીરઓમાંથી એક છે
  • તેમણે મૈસુરના દિવાન તરીકે પણ ફરજ અદા કરી હતી, જ્યાં તેમણે મૈસુર સોપ ફેક્ટરી, બેંગ્લોર એગ્રિકલ્ચર યુનિવર્સિટી, સ્ટેટ બેંક ઓફ મેસુર અને મૈસુર આયરન અને સ્ટીલ વર્કની સ્થાપના કરી હતી
  • વર્ષ 1917માં તેમણે ગર્વમેન્ટ એન્જિનિયરિંગ કોલેજની સ્થાપના કરી હતી, જે સાંપ્રત સમયમાં વિશ્વવેશ્વરૈયા કોલેજ ઓફ એન્જિનિયરિંગ તરીકે ઓળખાય છે
  • એમ વિશ્વવેશ્વરૈયા બેંગ્લોરમાં ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ સાયન્સના ગર્વનિંગ કાઉન્સિલના સભ્ય રહ્યા હતા
  • તાતા આયરન અને સ્ટીલ કંપનીના ગર્વનિંગ કાઉન્સિલના પણ તેઓ સભ્ય હતા
  • એક મહાન એન્જિનિયર અને સ્ટેટ્સમેન તરીકેની તેમની ઉપલબ્ધિને કારણે તેઓને વર્ષ 1917માં દેશના રાજ્યોના ભાવિ માટે ગઠિત કરાયેલી સમિતિના સભ્ય તરીકે નિયુક્ત કરાયા હતા
  • ભારતના સૌથી વિશાળ અને મોટા ક્રિષ્ણ રાજા ડેમના તેઓ આર્કિટેક રહ્યા હતા
  • ભારતના વિકાસમાં અનન્ય અને અસાધારણ યોગદાન માટે વર્ષ 1955માં તેઓને દેશના સર્વોચ્ચ નાગરિક સન્માન પુરસ્કાર ભારત રત્નથી નવાજીત કરવામાં આવ્યા હતા

સિવિલ એન્જિનિયરિંગ ક્ષેત્રે તેમની કામગીરી

સિવિલ એન્જિનિયરિંગ ક્ષેત્રે તેમની નોંધપાત્ર કામગીરીમાં વર્ષ 1899માં ડેક્કન કેનાલમાં સિંચાઇ માટે બ્લોક સિસ્ટમના નિર્માણનો સમાવેશ થાય છે. તેનાથી સિંધુ નદીના કાંઠે આવેલા સુક્કુર ગામમાં રહેલી કાદવ અને ખરાબ પાણીની સમસ્યાનો મૂળથી નિકાલ શક્ય બન્યો હતો. જળાશયોમાં પાણીનો નિયમિત પ્રવાહ વહેતો રહે તે માટે તેમણે ઓટોમેટિક ગેટ્સનું નિર્માણ કર્યું હતું. વર્ષ 1920માં આ પ્રકારના ગેટ્સ ઇસ્ટોલ કરનાર ડેમમાં ક્રિષ્ણરાજા સાગર ડેમ (કર્ણાટક) નો સમાવેશ થાય છે.

તેમનો બીજો મહત્વનો પ્રોજેક્ટ  ક્રિષ્ણ રાજા સાગર તણાવ અને ડેમ હતો, જે તે સમયે ભારતનું સૌથી વિશાળ જળાશય હતું. તેમની મહેનત અને કામગીરીના ફળસ્વરૂપે આ ડેમથી દેશના અનેક શહેરોના લોકો માટે પીવાનું પાણી ઉપલબ્ધ બન્યું હતું. ખુદ પીએમ મોદીએ પણ તેમના કાર્યક્રમ મન કી બાતમાં તેમની કામગીરીનો ઉલ્લેખ કરતા જણાવ્યું હતું કે, તેમના દ્વારા નિર્મિત ક્રિષ્ણ રાજા સાગર ડેમના કારણે લાખો ખેડૂતો અને સામાન્ય નાગરિકોને પીવાનું પાણી અને ખેતીલાયક પાણી ઉપલબ્ધ બન્યું હતું.

દેશના અર્થતંત્રના વિકાસ માટે શિક્ષણની નોંધપાત્ર ભૂમિકા – ભારત રત્ન મોક્ષગુંડમ વિશ્વવેશ્વરૈયા

વર્ષ 1898માં જાપાનની ત્રણ મહિનાની મુલાકાત દરમિયાન વિશ્વવેશ્વરૈયાએ અહેસાસ થયો હતો કે, કોઇપણ દેશના અર્થતંત્રનું સ્વાસ્થ્ય એ તે એ દેશના શિક્ષણ પર નિર્ભર હોય છે. વર્ષ 1951માં પ્રકાશિત થયેલા તેમના પુસ્તક ‘મેમોયર્સ ઓફ વર્કિંગ લાઇફ’માં તેમણે મહિલા શિક્ષણ અંગે ઉલ્લેખ કર્યો હતો કે, જાપાનની શાળાઓમાં જ્યારે 15 લાખ છાત્રાઓ શિક્ષણ લેતી હતી ત્યારે તેની સામે ભારતીય શાળાઓમાં માત્ર 4 લાખ છાત્રાઓ શિક્ષણ પ્રાપ્ત કરતી હતી. જે ભારતની વસ્તીની સરખામણીએ ન્યૂનતમ બરાબર સંખ્યા હતી. આ બાદ વર્ષ 1916ના જુલાઇ માસમાં મૈસુર વિશ્વવિદ્યાલયની સ્થાપનામાં તેમનું નોંધપાત્ર યોગદાન રહેલું છે. એ સમયે તેઓ મૈસુરના દિવાન પણ હતા. શૈક્ષણિક સંસ્થાનો ઉદ્દેશ દેશની સંસ્કૃતિ અને ભૌતિક સમૃદ્વિની સાથે સમન્વય ધરાવતો હોય તે આવશ્યક છે તેવું તેઓ માનતા હતા. તે ઉપરાંત વિદ્યાર્થી તેના જીવનકાળ દરમિયાન જે પણ પરિસ્થિતિનો સામનો કરે છે તેવી દરેક પરિસ્થિતિ સામે લડવાની ક્ષમતા અને સામર્થ્ય વિશ્વવિદ્યાલય થકી વિદ્યાર્થીઓને પ્રાપ્ત થાય તેવો તેમનો ઉદ્દેશ હતો.

અનેક  સંસ્થાઓમાં હતા ચેરમેન

તેમની કારકિર્દી પર નજર કરીએ તો, પૂણે કોલેજ ઓફ સાઇન્સમાંથી એન્જિનિયરિંગનો અભ્યાસક્રમ પૂર્ણ કર્યા બાદ મોક્ષગુંડમ વિશ્વવેશ્વરૈયાએ મુંબઇ સરકારના પબ્લિક વર્ક ડિપાર્ટમેન્ટમાં સહાયક એન્જિનિયર તરીકેની નોકરી સ્વીકારી હતી. એ સમયે તેઓ માત્ર 22 વર્ષના હતા અને પાંજરા નદીની ચેનલ્સમાં પાઇપ બકનળીનું નિર્માણ કરવાનું કાર્ય તેમનો પ્રથમ પ્રોજેક્ટ હતો. વર્ષ 1909ના 15 નવેમ્બરના રોજ તેઓ મૈસુર સર્વિસમાં મુખ્ય એન્જિનિયર તરીકે જોડાયા હતા અને બાદમાં ત્યાં મૈસુરના 19માં દિવાન તરીકેનો કાર્યકાળ સંભાળ્યો હતો. બ્રાહ્મણ વગરની જ્ઞાતિના લોકોને રાજ્ય કક્ષાની નોકરીમાં કોઇ તક પ્રાપ્ત ના થાય તેવા પ્રસ્તાવથી તેઓ અસંમત હોવાથી તેઓએ વર્ષ 1918માં સ્વૈચ્છિક સેવાનિવૃત્તિ લીધી હતી. સ્વૈચ્છિક સેવાનિવૃત્તિ બાદ તેઓ મુંબઇ ટેકનિકલ એન્ડ ઇન્ડસ્ટ્રીયલ એજ્યુકેશન કમિટી,  મુંબઇ યુનિવર્સિટી કમિટી ફોર પ્રોમોટિંગ કેમિકલ ઇન્ડસ્ટ્રીઝ એન્ડ કાવેરી કેનાલ કમિટી જેવી સંસ્થાઓમાં ચેરમેન અથવા સભ્ય તરીકેની જવાબદારી અદા કરી હતી.

LEAVE YOUR COMMENT

Your email address will not be published.

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code