1. Home
  2. revoinews
  3. આપણા બહાદુર જવાનોએ ચીની સૈનિકોને ભારે નુકસાન પહોંચાડ્યું છે અને સરહદની સુરક્ષા કરી છે: રક્ષા મંત્રી

આપણા બહાદુર જવાનોએ ચીની સૈનિકોને ભારે નુકસાન પહોંચાડ્યું છે અને સરહદની સુરક્ષા કરી છે: રક્ષા મંત્રી

0
Social Share
  • ભારત અને ચીન વચ્ચેના સરહદી વિવાદ પર રક્ષા મંત્રી રાજનાથ સિંહે આપ્યું નિવેદન
  • આપણા સૈનિકોએ જરૂરિયાત પ્રમાણે શોર્ય અને સંયમ બતાવ્યો છે
  • 29-30 ઓગસ્ટની રાત્રે ચીને ફરીથી પૈંગોંગમાં ઘુસણખોરીનો પ્રયત્ન કર્યો હતો: રાજનાથ સિંહ
  • આપણા બહાદુર સૈનિકોએ ચીની સૈનિકોને ભારે ક્ષતિ પહોંચાડી છે: રક્ષા મંત્રી

રક્ષા મંત્રી રાજનાથ સિંહે ભારત અને ચીન સરહદ વિવાદ અને LAC પર હાલની સ્થિતિ અંગે સદનમાં નિવેદન આપ્યું હતું. રાજનાથ સિંહે પોતાના નિવેદનમાં જણાવ્યું હતું કે, આજે હું આ ગરીમામય સદનમાં લદ્દાખની સ્થિતિથી સભ્યોને અવગત કરાવવા જઇ રહ્યો છું. પીએમ મોદીએ બહાદુર જવાનો સાથે મુલાકાત કરી હતી અને સંદેશો આપ્યો હતો કે દેશવાસી વીર જવાનો સાથે ઉભા છે. મે પણ શુરવીરો સાથે સમય વ્યતિત કર્યો હતો.

રાજનાથ સિંહે વધુમાં ઉમેર્યું હતું કે ચીન માને છે કે ટ્રેડિશનલ લાઇન વિશે બંને દેશોની અલગ અલગ વ્યાખ્યા છે. બંને દેશો 1950-60ના દશકથી તેની પર વાત કરી રહ્યા છે પરંતુ કોઇ સમાધાન આવ્યું નથી. ભારત અને ચીન બંને સરહદ પર શાંતિ સ્થાપિત કરવા માટે સહમત થયા છે અને તે આગળના દ્વિપક્ષીય સંબંધો માટે આવશ્યક છે. આપણા સૈનિકોએ જરૂરિયાત પ્રમાણે શૌર્ય અને સંયમ બતાવ્યો છે.

રાજનાથ સિંહે કહ્યું હતું કે આ એક મોટો મુદ્દો છે અને તેનો ઉકેલ શાંતિપૂર્ણ અને વાતચીતથી નીકળવો જોઈએ. સરહદ પર શાંતિ બનાવી રાખવી જરૂરી છે. હાલ LACને લઈને બંને દેશોની અલગ વ્યાખ્યા છે. બંને દેશો વચ્ચે શાંતિ જાળવી રાખવા માટે સમજુતી છે. 1988 પછી બંને દેશો વચ્ચે દ્વિપક્ષીય સંબંધોમાં વિકાસ થયો છે. ભારતનું માનવું છે કે દ્વિપક્ષીય સંબંધો પણ વિકસિત થઈ શકે છે અને સહરદનો ઉકેલ પણ લાવી શકાય છે. સમજુતીમાં કહેવામાં આવ્યું છે કે જ્યાં સુધી સરહદનું પૂર્ણ સમધાન નહીં થાય LACનું ઉલ્લંઘન નહીં કરવામાં આવે. 1990થી 2003 સુધી બંને દેશો વચ્ચે સહમતિ બનાવવાનો પ્રયત્ન કરવામાં આવ્યો પણ આમ ચીન આ દિશામાં આગળ વધ્યું નથી.

તેમણે ચીનના અતિક્રમણના પ્રયાસ વિશે કહ્યું હતું કે ચીન આમ કહે છે પણ 29-30 ઓગસ્ટની રાત્રે ચીને ફરીથી પૈંગોંગમાં ઘુસણખોરીનો પ્રયત્ન કર્યો હતો પણ આપણા સૈનિકોએ નિષ્ફળ બનાવી દીધો છે. સદનને આશ્વત કરાવવા માંગું છું કે સરહદો સુરક્ષિત છે અને આપણા જવાનો માતૃભૂમિની રક્ષામાં અડગ છે.

લદ્દાખ પાસે સરહદની સ્થિતિ અંગે વાત કરતા તેમણે ઉમેર્યું હતું કે, એપ્રિલ-મેમાં લદ્દાખની સરહદ પર ચીનના સૈનિકો અને હથિયારોમાં વધારો જોવા મળ્યો હતો. ચીનની સેનાએ આપણા પેટ્રોલિંગમાં વિધ્ન ઉભો કરવાનો પ્રયાસ કર્યો હતો જેના કારણે સ્થિતિ આ તણાવપૂર્ણ સ્થિતિનું નિર્માણ થયું છે. આપણા બહાદુર જવાનોએ ચીની સૈનિકોને ભારે નુકસાન પહોંચાડ્યું છે અને સરહદની સુરક્ષા કરી છે. આપણા જવાનોએ જ્યાં શોર્યની જરૂર હતી ત્યાં શોર્ય દર્શાવ્યું છે અને જ્યાં શાંતિની જરૂર હતી ત્યાં શાંતિ રાખી છે. રક્ષા મંત્રીએ કહ્યું કે બંને દેશોએ યથાસ્થિતિ બનાવી રાખવી જોઇએ અને શાંતિ અને સદ્દભાવ સુનિશ્વિત કરવા જોઇએ.

રક્ષા મંત્રીએ કહ્યું હતું કે એપ્રિલ-મે માં લદાખની સરહદ પર ચીનના સૈનિકો અને હથિયારોમાં વૃદ્ધિ જોવા મળી. ચીનની સેનાએ આપણા પેટ્રોલિંગમાં વિધ્ન ઉત્પન કરવાનો પ્રયત્ન કર્યો હતો જેના કારણે આ સ્થિતિ બની છે. આપણા બહાદુર જવાનોએ ચીની સૈનિકોને ભારે ક્ષતિ પહોંચાડી છે અને સરહદની સુરક્ષા કરી છે. આપણા જવાનોએ જ્યાં શોર્યની જરૂર હતી ત્યાં શોર્ય બતાવ્યું છે અને જ્યાં શાંતિની જરૂર હતી ત્યાં શાંતિ રાખી છે.રક્ષા મંત્રીએ કહ્યું કે બંને દેશોએ યથાસ્થિતિ બનાવી રાખવી જોઈએ અને શાંતિ, સદભાવ સુનિશ્ચિત કરવો જોઈએ.

(સંકેત)

LEAVE YOUR COMMENT

Your email address will not be published.

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code