ઉત્તરપ્રદેશમાં વિધાનસભા ચૂંટણીની કોંગ્રેસે શરૂ કરી તૈયારીઓ, પ્રિયંકા ગાંધીને સોંપાઈ મહત્વની જવાબદારી
દિલ્હીઃ ઉત્તરપ્રદેશમાં આગામી વર્ષ 2022માં વિધાનસભાની ચૂંટણી યોજાશે. આ ચૂંટણીને લઈને કોંગ્રેસ દ્વારા અત્યારથી જ તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. કોંગ્રેસ દ્વારા પ્રિયંકા ગાંધીને ઉત્તરપ્રદેશની વિધાનસભાની મહત્વની જવાબદારી સોંપવામાં આવી છે. પ્રિયંકા ગાંધીને ઉત્તરપ્રદેશના કોંગ્રેસના મહાસચિવ બનાવવામાં આવ્યાં છે. આ ઉપરાંત અન્ય રાજ્યમાં આગામી દિવસોમાં યોજાનારી ચૂંટણીને ધ્યાનમાં રાખીને પ્રભારી અને મહાસચિવોની પણ નિમણુંક કરવામાં આવી છે.
કોંગ્રેસ દ્વારા લોકસભાની ચૂંટણી પૂર્વે પ્રિયંકા ગાંધીને કોંગ્રેસના મહાસચિવ બનાવવામાં આવ્યાં હતા. તેમજ પૂર્વ ઉત્તરપ્રદેશની જવાબદારી સોંપવામાં આવી હતી. વર્ષ 2022માં ઉત્તરપ્રદેશમાં વિધાનસભાની ચૂંટણી યોજાવાની છે. તેને ધ્યાનમાં રાખીને કોંગ્રેસે અત્યારથી તૈયારીઓનો આરંભી છે. હવે પ્રિયંકા ગાંધીને ઉત્તરપ્રદેશમાં કોંગ્રેસે મહત્વની જવાબદારી સોંપી હોવાથી આગામી દિવસોમાં તેઓ ઉત્તરપ્રદેશમાં રોકાણ કરશે. તેમજ લખનૌમાં તેમના આવાસની વ્યવસ્થા કરવામાં આવી હોવાનું ચર્ચાય રહ્યું છે.
સોનિયા ગાંધીએ આગામી દિવસોમાં યોજાનારી ચૂંટણીને ધ્યાનમાં રાખીને નેતાઓને મહત્વની જવાબદારીઓ સોંપી છે. પૂર્વ કેન્દ્રીય મંત્રી જીતિન પ્રસાદને પશ્ચિમ બંગાળ અને અંડમાન-નિકોબારના પ્રભારીની જબાવદારી સોંપી છે. આવી જ રીતે આરપીએન સિંહને ઝારખંડના પ્રભારી બનાવવામાં આવ્યાં છે.
રાજીવ શુકલાને હિમાચલ પ્રદેશના પ્રભારી બનાવવમાં આવ્યાં છે. ઉત્તરાખંડના પૂર્વ મુખ્યમંત્રી હરિશ રાવતને પંજાબના મહાસચિવ બનાવવામાં આવ્યાં છે. ત્યારે બિહારના તારિક અનવરને કેરલ અને લક્ષ્યદ્રીપના મહાસચિવ બનાવવામાં આવ્યાં છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, પ્રિયંકા ગાંધી સોશિયલ મીડિયામાં એક્ટિવ છે અને ઉત્તરપ્રદેશની સમસ્યાઓને લઈને અવાર-નવાર ટ્વીટર ઉપર સરકાર ઉપર આકરા પ્રહાર કરે છે.