
– રક્ષા મંત્રાલયે વેબસાઈટ પર ચીનના અતિક્રમણની માહિતી આપી હતી
– આ માહિતીને લગતા દસ્તાવેજો કર્યા હતા રજૂ
– જો કે બાદમાં વેબસાઇટમાંથી આ દસ્તાવેજો હટાવ્યા
ભારત અને ચીન વચ્ચે સંબંધોમાં સતત તણાવ જોવા મળી રહ્યો છે અને ખાસ કરીને સરહદ પર વધુ તણાવ જોવા મળી રહ્યો છે. ચીન સતત LAC ( line of actual control) પર પોતાનું અતિક્રમણ વધારી રહ્યું છે. રક્ષા મંત્રાલયે એક દસ્તાવેજ જાહેર કરીને ચીનની ઘૂસણખોરીની વાત સ્વીકારી હતી. જો કે હવે રક્ષા મંત્રાલયની વેબસાઈટમાંથી આ દસ્તાવેજ હટાવી લેવામાં આવ્યા છે.
દસ્તાવેજમાં માહિતી અપાઈ છે કે ચીને 17 થી 18મી મેની વચ્ચે લદાખમાં કુંગરાંગ નાલા, ગોગરા અને પેંગોંગ ત્સો લેકના ઉત્તર કિનારા પર અતિક્રમણ કર્યું છે. 5અને 6 મે ના રોજ ભારત અને ચીનની સેના વચ્ચે અથડામણ થઇ હતી. પરંતુ આ માહિતી દર્શાવતા દસ્તાવેજો હવે વેબસાઈટમાંથી દૂર કરવામાં આવ્યા છે.
ભારત અને ચીન વચ્ચે ચાલતા વિવાદને પૂર્ણ કરવા માટે બંને દેશોના કોર કમાન્ડરની વચ્ચે પાંચ વાર મંત્રણા થઈ ચૂકી છે પરંતુ સ્થિતિમાં કોઇ ફેરફાર થયો નથી. ચીન હજુ પણ પેંગોંગ લેકની પાસે લશ્કરની ટુકડી ખડકી રહ્યું છે.
ભારત ચીન વચ્ચે વિવાદનું કારણ
ચીન LAC પર પઅતિક્રમણ કરી રહ્યું હતું. ભારતીય સેનાએ ચીની સેનાને રોકવા પ્રયત્ન કર્યો હતો. ભારત અને ચીનની સેના વચ્ચેની આ હિંસક અથડામણમાં ભારત ના 20 સૈનિકોએ શહાદત પ્રાપ્ત કરી હતી જ્યારે ચીનના પણ અનેક સૈનિકો માર્યા ગયા હતા. આ ઘટના બાદ ભારત અને ચીન વચ્ચે સરહદી વિવાદ વધ્યો છે.
(સંકેત)