1. Home
  2. revoinews
  3. India-China Standoff : ભારતે જગતના શ્રેષ્ઠતમ માર્કોસ કમાન્ડોને પેંગોંગમાં કર્યા તૈનાત
India-China Standoff : ભારતે જગતના શ્રેષ્ઠતમ માર્કોસ કમાન્ડોને પેંગોંગમાં કર્યા તૈનાત

India-China Standoff : ભારતે જગતના શ્રેષ્ઠતમ માર્કોસ કમાન્ડોને પેંગોંગમાં કર્યા તૈનાત

0
Social Share
  • ભારત-ચીન સરહદ તણાવ વચ્ચે હવે ભારતીય નૌકાદળની તૈયારી
  • પેંગોગ સરહદે ભારતે નૌકાદળના માર્કોસ કમાન્ડો તૈનાત કર્યા
  • આ કમાન્ડોની ગણતરી જગતના સર્વોત્તમ મરીન કમાન્ડો તરીકે થાય છે

નવી દિલ્હી: ભારત-ચીન સરહદ તણાવ વચ્ચે પેંગોગ સરહદે ભારતે નૌકાદળના માર્કોસ કમાન્ડો તૈનાત કરી દીધા છે. આ કમાન્ડોની ગણતરી જગતના સર્વોત્તમ મરીન કમાન્ડોમાં થાય છે. ભારતીય સંરક્ષણની ત્રણેય પાંખ પાસે પોતપોતાની સ્પેશિયલ ફોર્સ છે. નૌકાદળની સ્પેશિયલ ટૂકડી માર્કોસ તરીકે ઓળખાય છે. એરફોર્સની સ્પેશિયલ ફોર્સ ગરૂડ કમાન્ડો તરીકે તેમજ આર્મીની સ્પેશિયલ ટીમ પેરા કમાન્ડો તરીકે જાણીતી છે.

પ્રાપ્ત અહેવાલ અનુસાર, પેંગોગ સરોવરના કાંઠે હાલ માર્કોસની ટુકડી ઉતારાઇ છે. એરફોર્સના ગરૂડ અને આર્મીના પેરા કમાન્ડો પહેલેથી ત્યાં તૈનાત છે. હવે માર્કોસ તેનાત થતાં ત્રણેય સ્પેશિયલ કમાન્ડો સાથે મળીને અસાધારણ લશ્કરી ઓપરેશન પાર પાડી શકશે. દરેક સ્પેશિયલ ફોર્સનો ઉદ્દેશ જ ખાસ પ્રકારના અને પ્રથમ નજરે અશક્ય લાગતા મિશન પાર પાડવાનો હોય છે.

બીજી તરફ સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહે કહ્યું હતું કે, ચીનના કોઇપણ દુ:સાહસને જવાબ આપવા માટે સરહદે તૈનાત સૈન્યને છૂટો દોર આપી રાખેલો છે. તેમણે કહ્યું હતું કે છૂટો દોર છે એટલે જ આપણા સૈનિકો ગલવાનમાં ચીનને જડબાતોડ જવાબ આપી શકતા હતા.

મોટા ભાગે લશ્કરી ઓપરેશનો સરકારની પરવાનગી વગર આગળ વધી શકતા નથી. જેમ કે સર્જીકલ સ્ટ્રાઇક વખતે દિલ્હીથી મંજૂરી મળ્યા પછી જ આગળ વધી શકાયું હતું. પરંતુ કેટલાક ઓપરેશન માટે સૈન્યની ત્રણેય પાંખોને સરકારે છૂટ આપી રાખી છે.

નોંધનીય છે કે, પેંગોગના કાંઠે મરીન કમાન્ડો ગોઠવાયા પછી હવે ટૂંક સમયમાં તેમને બોટ સહિતની જરૂરી સામગ્રી પણ ત્યાં પહોંચાડવામાં આવશે. માર્કોસનું કામ સમુદ્ર વચ્ચે જ હોય છે. પરંતુ ચીન સરહદે સમુદ્ર નથી, પણ સમુદ્ર જેવું કહી શકાય એવું કદાર પેંગોંગ સરોવર છે. ત્યાં માર્કોસની હાજરથી ઘણો ફરક પડશે.

(સંકેત)

LEAVE YOUR COMMENT

Your email address will not be published.

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code