- ચીન સાથે પૂર્વ લદ્દાખ સરહદ પર તણાવ બાદ ભારત દરેક રીતે સજ્જ
- ભારત હવે હેરોન ડ્રોનમાં મિસાઇલો અને લેઝર ગાઇડેડ બોમ્બ કરશે ફિટ
- ચીને ભારતને આપેલી ધમકી બાદ ભારતે આ વળતો પ્રહાર કર્યો છે
નવી દિલ્હી: ચીન સાથે પૂર્વ લદ્દાખમાં સર્જાયેલા તણાવ બાદ ભારત ઝડપી ગતિએ સેનાના આધુનિકીકરણની દિશામાં આગળ વધી રહ્યું છે. હવે ભારત સરહદ પર દરેક શસ્ત્રોને અજમાવી રહ્યું છે.
પ્રાપ્ત વિગતો અનુસાર, ડિફેન્સ રિસર્ચ એન્ડ ડિફેન્સ ઓર્ગેનાઇઝેશને ઇઝરાયેલ પાસેથી મેળવેલા હેરોન ડ્રોનને મિસાઇલો અને લેઝર ગાઇડેડ બોમ્બથી સજ્જ કરવા માટે તૈયારીઓ શરૂ થઇ ચૂકી છે. ચીને જ્યારે પોતાના ડ્રોનની તાકાતની ભારતને ધમકી આપી છે ત્યારે ભારતે પણ પોતાના ડ્રોનને મિસાઇલોથી સજ્જ કરવાની કવાયત સાથે ચીન પર વળતો પ્રહાર કર્યો છે.
બીજી તરફ કર્ણાટકમાં ડ્રોન રુસ્તમનો ફ્લાઇટ ટેસ્ટ પણ કરવામાં આવ્યો છે. આ ડ્રોન 16 હજાર ફૂટની ઉંચાઇએ સતત 8 કલાક સુધી ઉડાન ભરતું રહ્યું હતું. એ પછી પણ તેમાં એક કલાક ઉડી શકે તેટલું ઇંધણ બાકી રહ્યું હતું. DRDOના સંશોધકો તેને 26 હજાર ફૂટની ઉંચાઇ સુધી ઉડવા માટે સક્ષમ બનાવી રહ્યા છે.
રુસ્તમ ડ્રોનની ખાસિયત એ છે કે તેમાં જરૂરિયાત પ્રમાણે રડાર, ઇલેક્ટ્રોનિક ઇન્ટેલિજન્સ સિસ્ટમ પણ ફિટ કરી શકાય છે. તેમાં એક સેટેલાઇટ કોમ્યુનિકેશન લિંક પણ છે. જેના થકી તે રિયલ ટાઇમ જાણકારી મોકલી શકે છે. DRDO રુસ્તમ ડ્રોનને ઇઝરાયેલના હેરોન ડ્રોન જેવું શક્તિશાળી બનાવવા માંગે છે.
નોંધનીય છે કે ભારત સરકારે ઇઝરાયેલના હેરોન ડ્રોનને અપગ્રેડ કરીને તે બોમ્બ લઇ જઇ શકે તે માટેની યોજનાને પણ મંજૂરી આપી દીધી છે.
(સંકેત)