દિલ્હી વિશ્વના ટોચના 10 પ્રદૂષિત શહેરમાં સામેલ છે. દિલ્હીમાં વાહનો સતત વધી રહ્યા છે જેને કારણે પ્રદૂષણ પણ સતત વધી રહ્યું છે. આ સ્થિતિને ધ્યાનમાં રાખતા દિલ્હીમાં પ્રદૂષણ ડામવા માટે કેજરીવાલની સરકાર નવી ઇલેકટ્રીક વ્હીકલ પોલિસી લાગૂ કરી છે.
દિલ્હીમાં લાગુ કરેલી આ નીતિનો મુખ્ય ઉદ્દેશ વધી રહેલા પ્રદૂષણને ઓછું કરવાનો અને રોજગાર નિર્માણ કરવાનો છે.
આ વિશે વાત કરતાં દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે જણાવ્યું હતું કે દિલ્હીમાં સરકારે વિતેલા બે ત્રણ વર્ષમાં સખત મહેનત કરીને તમામ લોકોનું સમર્થન મેળવીને દિલ્હી માટે ઇલેક્ટ્રિક વ્હિકલ પોલીસી તૈયાર કરી છે જેને લાગુ કરી દેવામાં આવી છે.
કેજરીવાલે આશા વ્યક્ત કરી હતી કે આગામી પાંચ વર્ષ દરમિયાન પાંચ લાખ ઇલેક્ટ્રિક વાહનોનું રજીસ્ટ્રેશન થાય. આ પોલીસી હેઠળ વાહન ખરીદતા લોકોને સરકાર દ્વારા આર્થિક મદદ કરવામાં આવશે. આ માટે ટુ વ્હીલર પર 30,000, કાર પર 1.5 લાખ, ઓટો રિક્ષા અને ઇ રીક્ષા પર 30,000 નું ઇનસેન્ટિવ આપવામાં આવશે.
નોંધનીય છે કે સરકાર દ્વારા આ પોલીસી હેઠળ લોકો દ્વારા તેના ઉપયોગનો વ્યાપ વધે તે માટે શહેરમાં 200 જેટલા ચાર્જીંગ સ્ટેશન પણ ઉભા કરવામાં આવ્યા છે.
(સંકેત)