1. Home
  2. revoinews
  3. ભારતમાં મળતા મોટા ભાગના મધમાં ભેળસેળ, 13માંથી 10 બ્રાન્ડમાં ભેળસેળનો ખુલાસો
ભારતમાં મળતા મોટા ભાગના મધમાં ભેળસેળ, 13માંથી 10 બ્રાન્ડમાં ભેળસેળનો ખુલાસો

ભારતમાં મળતા મોટા ભાગના મધમાં ભેળસેળ, 13માંથી 10 બ્રાન્ડમાં ભેળસેળનો ખુલાસો

0
Social Share
  • કોરોનાથી ભયભીત થઇને ઇમ્યુનિટી વધારવા મધનું સેવન કરતા લોકો ચેતજો
  • ભારતીય બજારોમાં મળતા મોટભાગના મધમાં ભેળસેળનો ખુલાસો
  • ભારત અને વિદેશમાં થયેલા લેબ ટેસ્ટમાં આ મોટો ખુલાસો થયો

નવી દિલ્હી: કોરોનાના સંક્રમણથી ભયભીત થઇને તમે રોગપ્રતિકારક શક્તિ વધારવા અને વજન ઘટાડવા માટે મધનું સેવન કરતા હોય તો આ સમાચાર તમને અચંબિત કરી શકે છે. હકીકતમાં, સેન્ટર ફોર સાયન્સ એન્ડ એન્વાયરમેન્ટ (CSE)એ જાણીતી બ્રાન્ડના મધમાં જબરદસ્ત ભેળસેળ થતી હોવાનું શોધ્યું છે. મધમાં શુગર સિરપ ભેળવાતી હોવાનો ખુલાસો થયો છે. ભારત અને વિદેશમાં થયેલા લેબ ટેસ્ટમાં આ ખુલાસો થયો છે.

ભારતમાં FSSAI (ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ્સ ઑથોરિટી ઑફ ઇન્ડિયા)ની ગાઇડલાઇન પ્રમાણે ટેસ્ટ થાય છે. ત્યારે તેમાં C3 અને C4 (ખાંડના કુદરતી સ્ત્રોત આધારિત) ખાંડની ભેળસેળ પકડી શકાય છે. પરંતુ છેલ્લા 4-5 વર્ષથી ચીનથી મોટા જથ્થામાં ફ્રૂકટોઝ સિરપ સોલ્યુશન આયાત કરવામાં આવે છે, જે આ ટેસ્ટમાં પકડાતું નથી.

CSE અનુસાર આ સોલ્યુશનને ઇન્ડસ્ટ્રીમાં ઓલ પાસ કહેવાય છે અને તેને શુદ્વ મધમાં ભેળવવામાં આવે છે. જે સેમ્પલમાં 50 ટકા ભેળસેળ થઇ હતી તે ભારતીય ટેસ્ટમાં પાસ થઇ ગયા હતા. CSEએ બજારમાંથી બ્રાન્ડેડ મધના 22 સેમ્પલ લીધા હતા અને તેને ન્યૂક્લિયર મેગ્નેટિક રેઝોનેન્સ સ્પેક્ટ્રોસ્કોપી ટેસ્ટ માટે વિદેશ મોકલ્યા હતા. વિશ્વભરમાં NMR ટેસ્ટ માન્ય છે પરંતુ ભારતમાં નથી કરવામાં આવતો. ભેળસેળ જાણવા કરાયેલા આ ટેસ્ટમાં 13માંથી માત્ર 3 બ્રાન્ડ પાસ થઇ અને બીજા 22 સેમ્પલ લીધા હતા તેમાંથી માત્ર 5 સફળ રહ્યા.

CSEના તારણો

– મધમાં 50 ટકા સુધી થયેલી ભેળસેળ ભારતમાં નક્કી કરાયેલા FSSAI 2020ના માપદંડ પ્રમાણે પાસ થઈ જાય છે.

– 22 બ્રાન્ડના મધના સેમ્પલમાંથી 77 ટકા (17)માં શુગર સિરપની ભેળસેળ કરાઈ હોવાનો ખુલાસો થયો.
– NMR ટેસ્ટમાં ડાબર, પતાંજલિ, બૈદ્યનાથ, ઝંડુ, હિતકારી અને અપિસ હિમાલયાના સેમ્પલ ફેઈલ થયા હતા.
– સફોલા, માર્કફેડ સોહના અને નેચર્સ નેક્ટર (2માંથી 1 સેમ્પલ) તમામ ટેસ્ટમાં પાસ થયા.

ભારતમાં પ્રોસેસ કરેલું અને કાચું મધ (રૉ હની) વેચતી નાની-મોટી 13 બ્રાન્ડની CSEના ફૂડ રિસર્ચરોએ પસંદગી કરી હતી. આ 13 બ્રાન્ડના મધના સેમ્પલ પહેલા ગુજરાત સ્થિત નેશનલ ડેરી ડેવલપમેન્ટ બોર્ડના CALF (સેન્ટર ફોર એનાલિસિસ એન્ડ લર્નિંગ ઈન લાઈવ સ્ટોક એન્ડ ફૂડ)માં ચકાસવામાં આવ્યા હતા. જેમાં તમામ ટોપ બ્રાન્ડ (Apis Himalaya સિવાયની) શુદ્ધતાની પરીક્ષામાં પાસ થઈ. જ્યારે કેટલીક નાની બ્રાન્ડ C4 શુગરને (શેરડીમાંથી બનતી ખાંડ) પારખવા થતાં ટેસ્ટમાં નાપાસ થઈ હતી. બાદમાં CSEએ આ જ બ્રાન્ડ્સના સેમ્પલો NMR ટેસ્ટ માટે જર્મની મોકલ્યા હતા. આ ટેસ્ટમાં લગભગ બધી જ બ્રાન્ડ ફેઈલ થઈ. લેબ ટેસ્ટમાં પરિણામ આવ્યું કે મધમાં શુગર સિરપની ભેળસેળ કરવામાં આવી છે.

(સંકેત)

LEAVE YOUR COMMENT

Your email address will not be published.

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code