1. Home
  2. revoinews
  3. બિહાર ચૂંટણી પરિણામ 2020: NDAને પૂર્ણ બહુમત, જાણો કોને કેટલી બેઠકો મળી
બિહાર ચૂંટણી પરિણામ 2020: NDAને પૂર્ણ બહુમત, જાણો કોને કેટલી બેઠકો મળી

બિહાર ચૂંટણી પરિણામ 2020: NDAને પૂર્ણ બહુમત, જાણો કોને કેટલી બેઠકો મળી

0
  • અંતે બિહાર વિધાનસભા ચૂંટણીના અંતિમ પરિણામો થયા જાહેર
  • NDAને 125 બેઠકો સાથે પૂર્ણ બહુમત મળ્યું છે
  • NDAમાં સામેલ ભાજપને 74 બેઠકો, જેડીયુને 43 બેઠકો મળી

પટના: અંતે બિહાર વિધાનસભા ચૂંટણીના અંતિમ પરિણામો જાહેર થઇ ગયા છે. NDAને 125 બેઠકો સાથે પૂર્ણ બહુમત મળ્યું છે. જ્યારે મહાગઠબંધનને 110 બેઠકો મળી. ચૂંટણી પંચ અનુસાર બિહારમાં સત્તાધારી એનડીએમાં સામેલ ભાજપને 74 બેઠકો, જેડીયુને 43 બેઠકો, વિકાસશીલ ઇન્સાન પાર્ટી (VIP)ને 4 બેઠકો અને હિન્દુસ્તાની આવામી મોરચા (HAM)ને 4 બેઠકો મળી છે.

જાણો ક્યા પક્ષને મળી કેટલી બેઠકો

વિપક્ષી મહાગઠબંધનમાં સામેલ રાષ્ટ્રીય જનતા પાર્ટીએ 75 બેઠકો પર જીત મેળવી છે. જ્યારે કોંગ્રેસે 19 બેઠકો પર, ભાકપા માલેએ 12 બેઠકો પર, ભાકપા અને માકપા બંનેએ 2-2 બેઠકો પર જીત મેળવી છે.

આ ચૂંટણીમાં આ વખતે અસઉદ્દીન ઔવેસીની પાર્ટી AIIMIMને 5 બેઠકો, એલજેપી અને બસપાએ 1-1 બેઠક જીતી છે. એક બેઠક પર અપક્ષ ઉમેદવાર જીત મેળવવામાં સફળ રહ્યો છે.

પીએમ મોદીએ પણ ટ્વીટ કરીને કહ્યું હતું કે, બિહારે દુનિયાને લોકતંત્રને પાઠ ભણાવ્યો છે. આજે બિહારે દુનિયાને ફરીથી જણાવ્યું છે કે, લોકતંત્ર કેવી રીતે મજબૂત કરાય છે. રેકોર્ડ સંખ્યામાં બિહારમાં ગરીબ, વંચિત અને મહિલાઓએ પણ મત આપ્યો અને આજે વિકાસ માટે પોતાનો નિર્ણયાક નિર્ણય આપ્યો છે. બિહારના પ્રત્યેક મતદારે સ્પષ્ટ  કરી દીધુ છે કે તેઓ આકાંક્ષી છે અને તેમની પ્રાથમિકતા ફક્ત અને ફક્ત વિકાસ છે. બિહારમાં 15 વર્ષ બાદ પણ NDAના સુશાસને ફરીથી આશીર્વાદ મળવા એ દેખાડે છે કે બિહારના સપના શું છે અને બિહારની શું અપેક્ષાઓ છે.”

પીએમ મોદીએ ઉમેર્યું હતું કે, “બિહારના યુવા સાથીઓએ સ્પષ્ટ કરી દીધુ છે કે આ નવો દાયકો બિહારનો હશે અને આત્મનિર્ભર બિહાર તેનો રોડમેપ હશે. બિહારના યુવાઓએ પોતાના સામર્થ્ય અને NDAના સંકલ્પ પર ભરોસો વ્યક્ત કર્યો છે. આ યુવા ઉર્જાથી હવે NDAને પહેલાની અપેક્ષા કરતા વધુ પરિશ્રમ કરવાનો પ્રોત્સાહન મળ્યું છે.”

બિહારની મહિલાઓને બિરદાવતા પીએમ મોદીએ કહ્યું કે, “બિહારની બહેનો-દીકરીઓએ આ વખતે રેકોર્ડબ્રેક મતદાન કરીને દેખાડી દીધુ કે આત્મનિર્ભર બિહારમાં તેમની ભૂમિકા મોટી છે. અમને સંતોષ છે કે વીતેલા વર્ષોમાં બિહારની માતૃશક્તિને નવો આત્મવિશ્વાસ આપવાનો NDAને અવસર મળ્યો. આ આત્મવિશ્વાસ બિહારને આગળ વધારવામાં અમને શક્તિ આપશે.”

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે પણ ટ્વીટ કરીને વિપક્ષી દળો પર નિશાન સાધ્યું. તેમણે લખ્યું કે ચૂંટણીમાં જનતાએ જે ઉત્સાહથી @narendramodi જી અને NDAની નીતિઓમાં સમર્થન જતાવ્યું તે અદભૂત છે. આ પરિણામે કોરોના વિરુદ્ધ મોદી સરકારની સફળ લડતમાં ગરીબો, મજૂરો, ખેડૂતો, અને યુવાઓનો વિશ્વાસ દેખાડે છે એટલું જ નહીં, પણ આ પરિણામ દેશને ગુમરાહ કરનારા માટે એક સબક છે.

(સંકેત)

LEAVE YOUR COMMENT

Your email address will not be published.

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code