1. Home
  2. revoinews
  3. મુંબઇ: માસ્ક નહીં પહેરનાર અને દંડ નહીં ભરનારે રસ્તાની સફાઇ કરવી પડશે
મુંબઇ: માસ્ક નહીં પહેરનાર અને દંડ નહીં ભરનારે રસ્તાની સફાઇ કરવી પડશે

મુંબઇ: માસ્ક નહીં પહેરનાર અને દંડ નહીં ભરનારે રસ્તાની સફાઇ કરવી પડશે

0
Social Share
  • મહારાષ્ટ્રમાં કોરોના સંક્રમણને અંકુશમાં રાખવા પ્રશાસન એક્શન મોડમાં
  • હવે માસ્ક નહીં પહેરનાર પાસે રસ્તાની સફાઇ કરાવવામાં આવશે
  • માસ્ક ના પહેરનારા જે લોકો દંડ ના ભરી શકે તેઓએ રસ્તાની સફાઇ કરવી પડશે

મુંબઇ: મહારાષ્ટ્રમાં કોરોના વાયરસના કેસમાં સતત વધારો થઇ રહ્યો છે ત્યારે હવે ત્યાં કોરોના સંક્રમણને અંકુશમાં રાખવા માટે મુંબઇ પ્રશાસન હવે એક્શન મોડમાં છે અને લોકો સતર્કતા દાખવીને માસ્ક પહેરે તે માટે હવે પગલાં લઇ રહી છે. આ જ દિશામાં હવે મુંબઇમાં માસ્ક નહીં પહેરનારને રસ્તાની સફાઇ કરવાનો વારો આવશે.

પ્રાપ્ત અહેવાલ અનુસાર, મહારાષ્ટ્રનાં પાટનગર મુંબઇમાં, જો તમે માસ્ક નહીં પહેરો અને દંડ ભરવાની સ્થિતિમાં ના હોવ તો, સામુદાયિક સેવા હેઠળ તમારે શેરીઓમાં સફાઇ કરવી પડશે. હાલમાં જે લોકો જાહેર સ્થળોએ માસ્ક ના પહેરતા હોય તેમને બૃહદમુંબઇ મહાનગર પાલિકા (BMC) 200 રૂપિયાનો દંડ ફટકારે છે. જો કોઇ દંડ ભરવા ના માંગતા હોય તો તેણે સામુદાયિક સેવા હેઠળ માર્ગો પર ઝાડું લગાવવું પડશે.

મુંબઇ પ્રશાસનના અધિકારીઓએ કોરોના વાયરસના સંક્રમણને અંકુશમાં રાખવા માટે માસ્ક પહેરવાનું ફરજીયાત બનાવ્યું છે. કે-વેસ્ટ બોડી વોર્ડે માસ્ક પહેર્યા વિના ફરનારા ઘણા લોકોને એક કલાક સુધી ઝાડું લગાવડાવ્યું. આ વોર્ડ અંધેરી પશ્વિમ, જુહુ અને વર્સોવા હેઠળ આવે છે.

આ અંગે સહાયક નિગમ કમિશનર વિશ્વાસ મોટેએ જણાવ્યું હતું કે છેલ્લા સાત દિવસોમાં, લોકોને માસ્ક ન પહેરવા અને અધિકારીઓ સાથે બિનજરૂરી દલીલો કરવાનો ઇનકાર કરવા અથવા દંડ ન ભરનારા લોકો પાસે સમુદાયની સેવા હેઠળ સફાઇ કરાવી છે. વેસ્ટ વોર્ડમાં અત્યારસુધી અમે 35 લોકો પાસે સામુદાયિક સેવા કરાવી છે.

મહત્વનું છે કે, અધિકારીઓના મતે, આ સજા BMC નાં ઉપકાયદા હેઠળ કરવામાં આવી રહી છે. આ નિયમ હેઠળ, મ્યુનિસિપલ બોડી શેરીઓમાં થૂંકતા લોકોને વિવિધ સામુદાયિક સેવાઓ કરવા માટે કહી શકે છે. મોટાભાગના લોકો શેરીઓમાં સફાઇ જેવી સામુદાયિક સેવા કરવા ઇચ્છુક નથી પરંતુ જ્યારે તેમને પોલીસ કાર્યવાહી કરવાની ચેતવણી આપવામાં આવે છે ત્યારે તેઓ સફાઇ કરવા તૈયાર થઇ જાય છે.

(સંકેત)

LEAVE YOUR COMMENT

Your email address will not be published.

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code