K2-18B નામના ગ્રહ પર પૃથ્વી જેવું વાયુમંડળ
K2-18B નામના પથરીલા ગ્રહ પર પાણીના મોટા-ઊંડા જળસ્ત્રોત?
પહેલીવાર અમેરિકાની અંતરીક્ષ એજન્સી નાસાના હબલ ટેલિસ્કોપે આપણા સૌર મંડળથી દૂર એક એવો ગ્રહ શોધ્યો છે કે જ્યાં પાણી વરાળ સ્વરૂપે અસ્તિત્વમાં છે. નાસાએ કહ્યું છે કે આ ગ્રહનું નામ K2-18B છે. આ પૃથ્વીથી આકારમાં મોટો છે અને તેની ગુરુત્વાકર્ષણ શક્તિ પણ પૃથ્વીથી વધારે છે. તેના સિવાય આ ગ્રહ પર પૃથ્વી જેવું વાયુમંડળ પણ છે. એવી પણ આશા છે કે તે પથરીલા ગ્રહ પર પાણીના મોટા અને ઊંડા સ્ત્રોત હોય. માટે વૈજ્ઞાનિક તેને રહેવા યોગ્ય ગ્રહ માની રહ્યા છે.
યુનિવર્સિટી કોલેજ ઓફ લંડનના સ્પેસ એક્સોકેમિસ્ટ્રી ડેટાના અંતરીક્ષ વૈજ્ઞાનિકોએ કહ્યુ છે કે અમે નાસાના હબલ ટેલિસ્કોપથી મળેલી તસવીરો અને ડેટાના એનાલિસિસ કર્યા બાદ આ નિષ્કર્ષ કાઢયો છે. K2-18B ગ્રહ પૃથ્વીથી 110 પ્રકાશવર્ષ દૂર લિયો નક્ષત્રમાં છે. આ પહેલો એવો ગ્રહ છે જેના પર પાણી અને વાયુમંડલ બંને છે. આપણા અભ્યાસમાં એ પણ જાણકારી મળી છે કે ત્યાંની પથરીલી જમીન પર પાણીના મોટા અને ઊંડા જળસ્ત્રોત પણ છે.
યુનિવર્સિટી કોલેજ ઓફ લંડનના વૈજ્ઞાનિકોએ કહ્યુ છે કે K2-18B ગ્રહ પર ઉચ્ચસ્તરના રેડિએશન પણ હોઈ શકે છે. K2-18B ગ્રહનું વજન પૃથ્વીથી આઠ ગણું વધારે છે. માટે એ આશા છે કે આ ગ્રહની ગુરુત્વાકર્ષણ શક્તિ પણ પૃથ્વીની સરખામણીએ વધારે છે. આ ગ્રહના વાયુમંડળમાં હાઈડ્રોજન અને હીલિયમ પણ મળ્યા છે. તેના સિવાય એ આશા પણ છે કે આ ગ્રહ પર અહીં નાઈટ્રોજન અને મિથેન પમ હોય. પરંતુ હજી સુધી રિસર્ચમાં આવી કોઈ જાણકારી મળી નથી.
યુનિવર્સિટી કોલેજ ઓફ લંડનના વૈજ્ઞાનિકોએ કહ્યુ છે કે K2-18B ગ્રહ પર આગળની સ્ટડીમાં એ ખબર પડી જશે કે ત્યાં કેટલા વાદળ છે. તેની સાથે જ વાયુમંડળમાં પાણીનું કેટલું પ્રમાણ છે. આ ગ્રહ સંદર્ભે સૌથી પહેલા નાસાના કેપ્લર સ્પેસ ટેલિસ્કોપે 2015માં જાણકારી આપી હતી. પરંતુ વધારે જાણકારી માટે હબલ ટેલિસ્કોપની તેનાત કરવામાં આવ્યું છે.