1. Home
  2. revoinews
  3. કલા કોઈ પણ ધર્મ, જાતિ, પ્રાંત, લિંગ કે ઉંમરની મોહતાજ નથી એ મહેશ-નરેશની બેલડીએ સિદ્ધ કરી બતાવ્યું- જયરાજસિંહ પરમાર
કલા કોઈ પણ ધર્મ, જાતિ, પ્રાંત, લિંગ કે ઉંમરની મોહતાજ નથી એ મહેશ-નરેશની બેલડીએ સિદ્ધ કરી બતાવ્યું-  જયરાજસિંહ પરમાર

કલા કોઈ પણ ધર્મ, જાતિ, પ્રાંત, લિંગ કે ઉંમરની મોહતાજ નથી એ મહેશ-નરેશની બેલડીએ સિદ્ધ કરી બતાવ્યું- જયરાજસિંહ પરમાર

0
Social Share

લઘુતાગ્રંથી અને નકારત્મકતાને ખંખેરી મૂખ્યધારામાં પ્રવેશ જ નહી એ ધારા અને પ્રવાહને પોતાના આગવા અંદાજથી સ્વયં તરફ વહેવા મજબુર કરનાર મહેશ- નરેશની બેલડી લાખો કરોડો લોકો માટે પ્રેરણાસ્ત્રોત હતા.

મહેશભાઈ અને નરેશભાઈનો જન્મ એક નાનકડા ગામ કનોડામાં અને એ પણ દરિદ્રતા બારસાખે ટીંગાઈ હોય તેવા ખોરડામાં થયો. ઉપેન્દ્ર ત્રિવેદી, અવિનાશ વ્યાસ, રમેશ મહેતા, શ્રીકાન્ત સોની જેવા રૂપાળા અને જામી ગયેલા કલાકારોનો ઢોલીવુડમાં દબદબો હતો એ જમાનામાં નરેશભાઈ સિવાય કોઈ ગ્લેમરની દુનિયાના દ્વારે ટકોરા મારવાનું વિચારી પણ ના શકે તેવી સ્થિતિ પણ આ કલાકારે તમામ રૂઢીગત માન્યતાઓને પોતાની એક અલગ અદાથી તોડી અને પ્રસંશકોનો એક વર્ગ ઉભો કર્યો. નરેશભાઈએ સિદ્ધ કર્યું કે કલા દેખાવની પણ મોહતાજ નથી. આ કલાકારે અસામાન્ય લોકચાહના મેળવી. માત્ર ફીલ્મી જ નહી સામાજીક અને રાજકીય ક્ષેત્રે પણ એક છાપ છોડી.

નરેશભાઈ આપણી વચ્ચે નથી. મહેશ ભાઈની વિદાયનો આઘાત હજુ તાજો જ હતો ત્યાં અધુરી થયેલી જોડી પુરી કરવા નરેશભાઈ તેમની પાછળ ચાલી નીક્ળ્યા. અડઘી સદીથી વધુ ગુજરાતીઓને મનોરંજન પુરૂ પાડનાર સંગીત બેલડી હવે હંમેશા આપણી યાદોમાં રહેશે.

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code