દલિત-આદિવાસી અધિકાર સમૂહોનો આરોપ- ‘મોદી સરકારે ઘટાડયું SC-STના શિક્ષણ પર ખર્ચ થનારું ફંડ’
નવી દિલ્હી: કેન્દ્રીય નાણાં પ્રધાન નિર્મલા સીતારમણ દ્વારા શુક્રવારે રજૂ કરવામાં આવેલા બજેટમાં અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિ સાથે સંબંધ ધરાવતા સ્ટૂડન્ટ્સને સેકન્ડરી અને હાયર એજ્યુકેશન પર ખર્ચ થનારા ફંડ્સમાં ઘટાડો થયો છે. દલિત અને આદિવાસી અધિકારો માટે કામ કરનારા સમૂહોના આકલનમાં આ વાતનો દાવો કરવામાં આવ્યો છે.
દલિત આર્થિક અધિકાર આંદોલનના બીના પલિકલે જણાવ્યું છે કે એસસી સ્ટૂડન્ટ્સને મેટ્રિક બાદ મળનારી સ્કોલરશિપ માટે આ વર્ષ બજેટમાં 2926 કરોડ રૂપિયાની જોગવાઈ છે, જ્યારે ગત વર્ષ આ રકમ ત્રણ હજાર કરોડ રૂપિયા હતા. પલિકલે કહ્યું છે કે એસટી સ્ટૂડન્ટ્સ માટે મેટ્રિક બાદ મળનારી સ્કોલરશિપની જોગવાઈમાં 2018-19માં 163 કરોડ રૂપિયાના ફંડની જોગવાઈ હતી, જે આ વર્ષે 1613 કરોડ રૂપિયા છે.
સંગઠન પ્રમાણે, પીએચડી અને તેના પછીના કોર્સિસ માટે ફેલોશિપ અને સ્કોલરશિપમાં 2014-15થી સતત ઘટાડો થયો છે. તેના પ્રમાણે, એસસી માટે આ રકમ 602 કરોડ રૂપિયાથી ઘટાડીને 283 કરોડ રૂપિયા થઈ ગઈ છે, જ્યારે એસટી સ્ટૂડન્ટ્સ માટે આ 39 કરોડ રૂપિયાથી ઘટાડીને 135 કરોડ રૂપિયા થઈ ગઈ છે. તેવી રીતે જ યુજીસી અને ઈગ્નૂમાં એસસી અને એસટી સમુદાયના સ્ટૂડન્ટ્સ માટે હાયર એજ્યુકેશન ફંડ્સમાં અનુક્રમે 23 ટકા અને 50 ટકાનો ઘટાડો થયો છે.
નેશનલ કેમ્પેન ઓન દલિત હ્યુમન રાઈટ્સ પ્રમાણે, સામાજિક કલ્યાણ અને અધિકારીતા મંત્રાલય માટે ફાળવવામાં આવેલા ફંડમાં ઘટાડો થયો છે. અનુસૂચિત જાતિના વિકાસમાં ઉપયોગ થનારા ફંડ્સમાં ઘટાડાનો ટ્રેન્ડ ગ્રામીણ વિકાસ, સૂક્ષ્મ, લઘુ અને મધ્યમ ઉદ્યમ મંત્રાલય, પીવાનું પાણી અને સ્વચ્છતા મંત્રાલય વગેરેમાં પણ જોવા મળ્યું છે. એસટી સમુદાયના દ્રષ્ટિકોણથી સૌથી ખરાબ હાલત સૂક્ષ્મ, લઘુ અને મધ્યમ ઉદ્યમ મંત્રાલય અને પેયજલ તથા સ્વચ્છતા મંત્રાલયની છે. તો, આદિવાસી મામલાના મંત્રાલયમાં થોડા ફંડ્સનો વધારો થયો છે.