1. Home
  2. દિલ્હીમાં મુસ્લિમ મતો વહેંચાયા, AAP પર ભારે પડી કોંગ્રેસ

દિલ્હીમાં મુસ્લિમ મતો વહેંચાયા, AAP પર ભારે પડી કોંગ્રેસ

0

દિલ્હીમાં મુસ્લિમ વોટર શનિવારે ન તો રહસ્યમયી હતો અને ન તો મૌન હતો. બીજેપીને સારી ટક્કર આપતી પાર્ટી કે ઉમેદવારને ચૂંટતી વખતે મોટાભાગના મુસ્લિમ્સ કોંગ્રેસની સાથે જતા જોવા મળ્યા, જ્યારે AAPને પણ ઠીક-ઠાક સમર્થન મળ્યું. તર્ક એ છે કે કોંગ્રેસ જ રાષ્ટ્રીય સ્તર પર ભાગલાના રાજકારણને હરાવી શકે છે.

નોર્થ-ઇસ્ટ દિલ્હી, જ્યાંથી શીલા દીક્ષિત ઉમેદવાર છે, ત્યાં વોટર્સે કહ્યું કે પ્રિયંકા ગાંધીના રોડ શૉએ કોંગ્રેસના પક્ષમાં પલ્લું નમાવી દીધું છે. સીલમપુરના રહેવાસી 24 વર્ષીય અબ્દુલ અફનાને કહ્યું, ‘આમ આદમી પાર્ટીએ દિલ્હીમાં ઘણા સારા કામો કર્યા છે પરંતુ આ સ્થાનિક ચૂંટણી નથી. મેં એ પાર્ટીને મારો વોટ આપ્યો જે રાષ્ટ્રીય સ્તર પર પોતાની છાપ છોડી શકે.’

સાઉથ દિલ્હીના હૌજ રાનીની આસપાસના મુસ્લિમ સમુદાયના મોટાભાગના લોકોએ દાવો કર્યો છે કે તેમણે કોંગ્રેસ માટે વોટ આપ્યો. વિસ્તારમાં એક વર્કશોપમાં ટેઇલર સલમાએ કહ્યું કે તેમને હાલની સરકારની નીતિઓથી કોઈ ફાયદો નથી થયો. તેણે કહ્યું, ‘મને નથી લાગતું કે મારા સમુદાયના લોકો ખતરામાં છે, પરંતુ મુસ્લિમ મહિલાઓના વિકાસ માટે પૂરતા પગલાંઓ ભરવામાં આવ્યા નથી.’ તેમના માટે ત્રણ તલાક બિલ એક આવકારદાયક પગલું હતું, પરંતુ તેમના કહેવા પ્રમાણે તેણે મુસ્લિમ મહિલાઓનું ખરાબ જ કર્યું કારણકે સમાજને હજુ પણ તેમાં ભરોસો છે.

ચાંદનીચોકમાં સમુદાય પોતાને હાંસિયામાં ધકેલાઈ ગયેલો અનુભવે છે. અહીંયાથી બીજેપીના હર્ષવર્ધન, કોંગ્રેસના જેપી અગ્રવાલ અને આપના રાષ્ટ્રીય સચિવ પંકજ ગુપ્તા મેદાનમાં છે. ચાંદનીચોકમાં સારી એવી મુસ્લિમ વસ્તી છે જે કોંગ્રેસના સમર્થનમાં મોખરે હતી. મટિયા મહેલના માર્કેટ એસોસિયેશનના અધ્યક્ષ મુહમ્મદ અકરમે કહ્યું, ‘અમે ગયા વખતના ચૂંટણી પ્રચાર દરમિયાન વિકાસ વિશે સાંભળ્યું હતું પરંતુ બીજેપી સરકારમાં જૂની દિલ્હીમાં કોઈ વિકાસ ન થયો. અમે ફક્ત નફરતની રાજનીતિ જોઈ છે જે દેશના ભાગલા કરી શકે છે.’

અન્ય એક વોટર મોહમ્મદ રિઝવાને કહ્યું કે તેમણે એ પાર્ટીને વોટ આપ્યો છે જે તેમના જેવા લોકોને રોજગાર અપાવી શકે છે. તેમની પત્ની સુમૈયાએ કહ્યું, ‘અમે કોઈપણ પાર્ટીને વોટ આપી શકીએ છીએ જો તે અમને નોકરીનો ભરોસો અપાવે. જો તમારી પાસે આવક નથી તો તમે એક સારા જીવનની અપેક્ષા ન રાખી શકો.’

જોકે, પૂર્વ દિલ્હીમાં મુસ્લિમ યુવાનોનો ઝુકાવ આતિશી માર્લેના તરફ જોવા મળ્યો, જેમને દિલ્હીની સરકારી સ્કૂલોમાં મોટા સુધારનો શ્રેય આપવામાં આવે છે. જામિયા મિલ્લિયામાં પોતાની માતા સાથે પ્રથમ વખત વોટ આપવા આવેલી વોટર નૂવેરાએ કહ્યું, ‘અહીંયા લડાઇ મુખ્યત્વે આપ અને કોંગ્રેસની વચ્ચે છે અને લોકો વહેંચાયેલા છે. મારી પસંદ એ ઉમેદવાર છે જેણે શિક્ષણક્ષેત્રે સખત મહેનત કરી છે. મારા પરિવારના વડીલોએ બીજી રીતે વોટ આપ્યો છે પરંતુ અમે તમામ અમારો મત વ્ચક્ત કરવા માટે સ્વતંત્ર છીએ.’

બીજી બાજુ, જૂની પેઢી રાષ્ટ્રીય પરિપ્રેક્ષ્યને જોઈ રહી હતી. જામિયા મિલ્લિયાની એન્જિનિયરિંગ ફેકલ્ટીના મેમ્બર એસ.એમ. મહેમૂદે કહ્યું, ‘ભયનો માહોલ છે અને લોકો કોંગ્રેસને વોટ આપી રહ્યા છે કારણકે તે જ શાંતિપૂર્ણ માહોલ આપી શકે છે.’

વેસ્ટ દિલ્હીના હસ્તસાલમાં રહેતા એચ.આર. ઇસ્લામે મહેસૂસ કર્યું કે તેમના સમુદાયના વોટ્સ વહેંચાઈ રહ્યા છે. તેમણે કહ્યું, ‘મેં મારા વિસ્તારમાં કેટલાક લોકો સાથે વાત કરી છે અને તેમણે કહ્યું કે તેઓ આપની સાથે છે. ઘણા અન્ય લોકોએ કોંગ્રેસને પસંદ કરી છે. અમને ખબર છે કે અમારા વોટ્સ વહેંચાઈ રહ્યા છે પરંતુ તે છતાંપણ અમારે વોટ્સ તો નાખવાના જ હતા અને અમે વર્ષોથી કોંગ્રેસને વોટ્સ આપી છીએ.’

નોર્થ વેસ્ટ દિલ્હીમાં પણ મુસ્લિમ વોટ્સ વહેંચાયેલા જોવા મળ્યા. મંગોલપુરીના 60 વર્ષીય લિયાકત ખાન જણાવે છે કે તેઓ કોંગ્રેસ અને આપમાં વહેંચાઈ ગયા હતા. તેમણે જણાવ્યું, ‘મેં કોંગ્રેસ માટે વોટ આપ્યો. ફક્ત તે જ વિકલ્પ છે. જોકે, આગામી વર્ષે અમે તમને વોટ કરીશું.’

LEAVE YOUR COMMENT

Your email address will not be published.