1. Home
  2. revoinews
  3. મુંબઈમાં વીજળી ખોરવાયા બાદ સંજય રાઉત અંગે કંગના રનોતનું વલણ, બોલિવૂડના આ સ્ટાર્સે પણ કર્યું ટ્વિટ
મુંબઈમાં વીજળી ખોરવાયા બાદ સંજય રાઉત અંગે કંગના રનોતનું વલણ, બોલિવૂડના આ સ્ટાર્સે પણ કર્યું ટ્વિટ

મુંબઈમાં વીજળી ખોરવાયા બાદ સંજય રાઉત અંગે કંગના રનોતનું વલણ, બોલિવૂડના આ સ્ટાર્સે પણ કર્યું ટ્વિટ

0
Social Share
  • મુંબઈ અને આસપાસના વિસ્તારમાં વીજળી સપ્લાઈ ઠપ્પ
  • ટ્રાફિક સિગ્નલ બંધ થયા બાદ લોકોને અવરજવરમાં મુશ્કેલી
  • અમિતાભ બચ્ચન, અનુપમ ખેર સહિતના સેલેબ્સે કર્યું ટવિટ
  • કંગના રનોતે ટવિટર પર સજય રાઉતની તસ્વીર શેર કરી

અમદાવાદ: ગ્રિડ ફેલ થવાને કારણે મુંબઈ અને આસપાસના વિસ્તારોમાં વીજળી સપ્લાઈ ઠપ્પ થયા બાદ લોકોની મુશ્કેલીઓ વધી રહી છે. લોકલ ટ્રેન સર્વિસ પૂરી રીતે ઠપ્પ થઇ ચુકી છે. રસ્તામાં વિવિધ સ્થળોએ લોકલ ટ્રેનો અટકી ચુકી છે. ટ્રાફિક સિગ્નલ બંધ થયા બાદ લોકોને અવરજવરમાં મુશ્કેલી પડી રહી છે. રસ્તાઓ પર લાંબી ભીડ જોવા મળી રહી છે. એવામાં બોલિવૂડ સેલેબ્સને પણ ખુબ જ મશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે.

વીજળી ખોરવાયા બાદ અમિતાભ બચ્ચન, અનુપમ ખેર, અરમાન મલિક, શોભા ડે સહીતના ઘણા સેલેબ્સે ટવિટ કર્યું છે. સાથે જ કંગના રનોતએ ટવિટ કરીને સંજય રાઉત અને મહારાષ્ટ્ર સરકાર પર સખ્તાઈ કરી હતી.

કંગના રનોતે ટવિટર પર સજય રાઉતની એક તસ્વીર શેર કરી. જેમાં તેમણે લખ્યું, ‘’મુંબઈમાં #Powercut, એવામાં મહારાષ્ટ્રની સરકાર ક- ક- ક …..કંગના’.

https://twitter.com/KanganaTeam/status/1315528432629940224

અમિતાભ બચ્ચને લોકોને ધૈર્ય રાખવા અપીલ કરી હતી. તો બીજી તરફ અનુપમ ખેરે પણ પાવરકટ લખીને ટવિટ કર્યું હતું.

જાણકારી મુજબ હાલમાં દક્ષિણ મુંબઈ થી લઈને પૂર્વી મુંબઈ સુધીના ઘણા વિસ્તારોમાં વીજ પુરવઠો ઠપ્પ છે.અચાનક આટલા મોટા પાયે વીજળી ખોરવાયા બાદ લોકોની મુશ્કેલીઓમાં વધારો થયો છે.સેન્ટ્રલ રેલવેના પીઆરઓએ જાણકારી આપતા કહ્યું કે ટાટા પાવર દ્વારા સપ્લાઈ વિક્ષેપિત થવાને કારણે ટ્રેન સેવાઓ ખોરવાઈ રહી છે. મુંબઈમાં વીજળી સપ્લાઈ કરતી ઘણી લાઈન અને ટ્રાન્સફાર્મર અસરગ્રસ્ત છે.

_Devanshi

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code