- રાજસ્થાન બલવીર મર્ડર કેસ
- 50 લાખની રકમ માટે કરાવ્યું પોતાનું મર્ડર
- લોકો પાસે લીધેલા પૈસા ચુકવી ન શકતા આ પગલું ભર્યુ
- બે વ્યક્તિઓને પોતાના મર્ડરની સોપારી આપી
- તાત્કાલીક પોતાનો 50 લાખનો વિમો ઉતાર્યો
રાજસ્થાનના ભિલવાડામાં થયેલી હત્યાનો એક ચોંકાવનારો ખુલાસો થયો છે,પોલીસના જણાવ્યા મુજબ મૃતકે પોતાની હત્યા કરવા માટે સોપારી કિલરને સોપારી આપી હતી,આ મૃતકે પોતાના પરિવારને 50 લાખ રુપિયા અપાવવા માટે પોતાની જ હત્યા કરાવી હતી,વાત જાણે એમ છે કે,ભીલવાડાના મંગરોપમાં 7 દિવસ પહેલા બલવીર નામના વ્યક્તિની લાશ મળી આવી હતી, લાશના હાથ અને પગ વિજળીના તાર વડે બંધવામાં આવ્યા હતા,અને તેનું ગળું દબાવીને હત્યા કરવામાં આવી હતી.
પાલીસના જણાવ્યા મુજબ આ મૃતક વ્યક્તિએ જ પોતાની હત્યાનું ષડયંત્ર રચ્યું હતું બલવીરે પોતાની 50 લાખ રુપિયાની વિમાની રકમ મેળવવા માટે પોતે જ પોતાની હત્યાની સોપારી આપી હતી, આ હત્યા માટે તેણે બે વ્યક્તિઓને 80 હજાર રુપિયામાં સોપારી આપી હતી જો કે પોલીસે હાલ બન્ને હત્યારા આરોપીઓની ઘરપકડ કરી લીધી છે.
પોલીસે જણાવ્યું કે બલવીરે સુનીલ યાદવ નામના વ્યક્તિને હત્યા માટે ઉત્તર પ્રદેશથી બોલાવ્યો હતો. સુનિલ યાદવે રાજવીર સાથે મળીને બલવીરની હત્યા કરી હતી. રાજવીર આ અગાઉ મૃતક બલવીર સાથે પણ કામ કરી ચૂક્યો છે.
આ બંન્ને આરોપીઓએ મળીને બલવીરનું ગળું દબાવીને તેની હત્યા કરી હતી. પોલીસે જણાવ્યું કે મૃતક બલવીરે કેટલાક લોકો પાસેથી 20 લાખ રૂપિયાની લોન લીધી હતી. આ લોકો પાસેથી લીધેલા પૈસા તેણે બીજા લોકોને વ્યાજે આપ્યા હતા.આ પછી તેને તેમાંથી મૂળ પૈસાતો મળ્યા હતા પરંતુ વ્યાજ નહોતું મળ્યું , જેના કારણે તે છેલ્લા 6 મહિનાથી હેરાન પરેશાન રહેવા લાગ્યો હતો.જેના કારણે માનસિક તણાવ અનુભવતા તેણે પોતે વિમા કંપની પાસેથી 50 લાખ રુપિયાનો એક્સિડેંટલ વિમો કરાવ્યો અને તેણે વિમાની રકમનું પહેલું પ્રીમિયમ 8 લાખ 43 હજાર 200 રુપિયા પણ ભર્યા હતા. ત્યાર બાદ વિમાનું કામકાજ પતી જતા તેણે ઘટનાને અંજામ આપવા હત્યારાઓને રાજસ્થાન બોલાવ્યા હતા .