- મમતાનો કેન્દ્ર સરકાર મોદી પર આકરો પ્રહાર
- આર્થિક મંદીને ઢાકવા મિશન ચંદ્રયાન-2 પર ફોકસ
- મોદી સત્તામાં આવ્યા તે પહેલા આવા મિશન જાણે થયા જ નથી
- ચંદ્રયાનની આડમાં મોદી મંદીને ઢાકી રહ્યા છે
પશ્વિમ બંગાલના મુખ્ય મંત્રી મમતા બેનર્જીએ રાષ્ટ્રીય નાગરીક રજીસ્ટર પર બોલતા કહ્યું કે દેશમાં આર્થિક મંદી ચાલી રહી છે જેના પરથી લોકોનું ધ્યાન હટાવવા ચંદ્રયાન-2 મિશનનો ઢંઢેરો પીટવામાં આવી રહ્યો છે.દેશમાં પહેલું ચંદ્રયાન લોંચ છે, એવું લાગી રહ્યું છે કે મોદીના સત્તામાં આવ્યા પહેલા આ પ્રકારના જાણે કોઈ મિશન શરુ જ નહોતા થયા.
દેશના પ્રધાન મંત્રી નરેન્દ્ર મોદી પર કટાક્ષ કરતા મમતાએ કહ્યું કે તમે અમેરીકા ,રશિયા અને ઈઝરાયેલને મેનેજ કરી શકો છો પરંતુ બંગાલને નહી. મમતા બેનર્જી માદી સરકાર પર નિશાનો સાધી રહ્યા છે ,તોજેતરમાં પશ્વિમ બંગાલ વિધાન સભામાં એનઆરસીના વિરુદ્ધ પ્રસ્તાવ રજુ કરવામાં આવ્યો છે,મમતા સરકાર તરફથી રજુ કરવામાં આવેલા આ પ્રસ્તાવને મંજૂર પણ કરવામાં આવ્યો છે.ભારતીય જનતા પાર્ટી સિવાય દરેક પાર્ટીએ આ પ્રસ્તાવને સમર્થન આપ્યુ હતુ,બીજેપી સાંસદ સ્વાધીન સરકારે બેગાલમાં પણ એનઆરસીની માંગણી કરી છે
મમતા બેનર્જી 12 સપ્ટેમ્બરના રોજ આસામ જઈ શકે છે.અને ત્યાં વિરોધ પ્રદર્શન પણ કરી શકે છે. આ અભિયાન પર કામ કરતાં મુખ્યમંત્રી મમતા બેનર્જી તમામ વિપક્ષી પાર્ટીઓને એક કરવા પ્રયાસ કરી રહ્યા છે. જોકે ભારતીય જનતા પાર્ટીએ મમતા બેનર્જીના આ પગલાનો સખત વિરોધ કર્યો છે.
આ પહેલાપણ મમતા બેનર્જીએ એનારસીથી ગારખા સમુદાયના 1000,00થી વધારે લોકોને બહાર કાઢવા પર નારાજગી વ્યક્ત કરી હતી,મમતાએ કહ્યું હતુ કે એનઆરસીથી હજારો ભારતીયો બહાર થઈ જશે, મમતા બેનર્જીએ 1લી સપ્ટેમ્બરના રોજ એક પછી એક ટ્વિટ કરીને સરકાર પાસે એ નિશ્ચિત કરવાની માંગણી કરી હતી કે ખરા ભારતીય આ સુચીમાંથી બહાર ન થવા જોઈએ અને તેમને ચોક્કસ ન્યાય મળવો જ જોઈએ.