1. Home
  2. revoinews
  3. જયપુરમાં વરસાદ વરસતા ગરમીમાં રાહતઃ- 12 જીલ્લાઓમાં ભારે વરસાદની આગાહી
જયપુરમાં વરસાદ વરસતા ગરમીમાં રાહતઃ- 12 જીલ્લાઓમાં ભારે વરસાદની આગાહી

જયપુરમાં વરસાદ વરસતા ગરમીમાં રાહતઃ- 12 જીલ્લાઓમાં ભારે વરસાદની આગાહી

0
Social Share

રાજ્થાનની રાજધાની જયપુરમાં બપોરના સમયે અચાનક વાતારણમાં પલટો આવ્યો હતો જેના કારણે વરસાદ વરસવાનું શરુ થયુ હતુ,જયપુર સહિત આસપાસના વિસ્તારોમાં પાણી ભરાયા હતા જેને કારણે લોકોને હાલાકીનો સામનો કરવો પડ્યો હત પરંતુ,વરસાદના કારણે ગરમીમાં રાહત થઈ હતી,છેલ્લા બે દિવસથી રાજસ્થાનમાં ગરમીએ જોર પકડ્યુ હતુ. તે જ સમયે હવામાન વિભાગ દ્વારા 12 જીલ્લામાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી હતી ત્યારે પશ્વિમ રાજસ્થાનમાં ભારે વરસાદને લઈને એલર્ટ જારી કરવામાં આવ્યું હતું

હવામાન વિભાગે આગળના ત્રણ દિવસમાં અજમેર  અલવર ,બાસવાડા ,બૂંદી, ચિત્તૌડગઢ ,ડૂંગરપૂર,જાલાવાડ,કોટા,પ્રતાપગઢ,રાજસમંદમાં ભારે વરસાદની આગાહિ કરી છે વધુ કરીને રવિવારના રોજ  ભારે વરસાદની આગાહી છે

વિતેલા 24 કલાકમાં રાજ્યભરમાં સામાન્ય વરસાદ નોંધાયો છે,કોટામાં 0.4, ચિત્તૌડગઢમાં 2.0,ડબોકમાં 0.3,બાડમેરમાં 2.4,જેસલમેરમાં 3.0,જોધપિર સીટીમાં 18.1, માઉન્ટ આબૂમાં 10.0 મિમી વરસાદ નોંધાયો છે.વિતેલી રાત્રે 13 શહેરોમાં તાપમાન 25 ડિગ્રીથી ઉપર રહ્યું છે. બિકાનેરમાં સૌથી વધુ તાપમાન 29.1 ડિગ્રી રહ્યું હતું. ગુરુવારે બિકાનેરમાં પણ દિવસનું સૌથી વધુ તાપમાન 40.1 ડિગ્રી નોંધાયું હતું. છેલ્લા બે દિવસથી ભેજ અને ગરમીના કારણે લોકો પરેશાન છે. દિવસ અને રાત્રિના તાપમાન લગભગ ત્રણ ડિગ્રીનો વધારો છે.

LEAVE YOUR COMMENT

Your email address will not be published.

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code