BBC દિલ્હીના ભૂતપૂર્વ પ્રમુખે કોંગ્રેસની ‘ધર્મનિરપેક્ષતા’ પર ઉઠાવ્યા સવાલ, હિંદુઓની ઉપેક્ષા મામલે કાઢી ઝાટકણી
- બીબીસી દિલ્હીના ભૂતપૂર્વ પ્રમુખ માર્ક ટલીની ટીપ્પણી
- કોંગ્રેસની ધર્મનિરપેક્ષતાની વાતો સામે ટલીએ ઉઠાવ્યો સવાલ
- કોંગ્રેસની મૂર્ખતાએ ભાજપને મુખર થવાનો મોકો આપ્યો: ટલી
પદ્મભૂષણથી સમ્માનિત અને બે દશકાઓ સુધી બીબીસી દિલ્હીના બ્યૂરો પ્રમુખ રહેલા પત્રકાર અને લેખક માર્ક ટલીએ કોંગ્રેસની ધર્મનિરપેક્ષતા પર સવાલ ઉઠાવ્યો છે. હિંદુઓની ઉપેક્ષા માટે તેની ટીકા કરી છે. તેમણે કહ્યુ છે કે કોંગ્રેસની આ મૂર્ખતાથી ભાજપને મુખર થવાનો મોકો મળ્યો.
ગોવામાં એખ કાર્યક્રમમાં માર્ક ટલીએ કહ્યુ છે કે ભારતીય સંદર્ભોમાં ધર્મનિરપેક્ષતા યોગ્ય શબ્દ નથી. ધર્મનિરપેક્ષતામાં તમામ ધર્મો પ્રત્યે દુશ્મનાવટનો ભાવ છે, અથવા પછી ઉદાસિનતા છે. ભારતીય ન તો ધર્મ પ્રત્યે દુશ્મનાવટ રાખે છે અને ન તો ઉદાસિનતા ધરાવે છે.
તેમણે કહ્યુ છે કે કોંગ્રેસે ધર્મનિરપેક્ષ શબ્દનો ખોટો ઉપયોગ કર્યો છે. તેની આ ભૂલે ભાજપને કહેવાનો મોકો આપ્યો કે તે હિંદુઓની પાર્ટી છે અને આ હિંદુત્વ છે. કોંગ્રેસને પોતાની રાજનીતિમાં હિંદુઓ માટે પણ સ્થાન રાખવું જોઈએ, જેવું કે મુસ્લિમો અથવા તો પછી અન્ય સમુદાયો માટે કર્યું છે.
માર્ક ટલીએ કહ્યુ છે કે મને લાગે છે કે આજે કોંગ્રેસે સમજવું જોઈએ કે ભારત એક એવો દેશ છે, જ્યાં 80 ટકા વસ્તી ખુદને હિંદુ ગણાવે છે. અમે માનીએ છીએ કે હિંદુ ધર્મ, જે ભારત માટે સ્વાભાવિક છે, એક બહુલવાદી ધર્મ છે. આ ધર્મ સહિષ્ણુ હોવા અને અન્ય ધર્મનું સ્વાગત કરવા પર ગર્વ કરે છે, જે ભારતના ઈતિહાસ પર ગર્વ કરનારી વાત છે.
આ નિવેદનથી લાગે છે કે બ્રિટિશ હોવા છતાં ટલી ભારતની વાસ્તવિકતાઓને એ રાજકીય પક્ષોથી ઘણું વધારે સમજે છે, જેમણે દશકાઓ સુધી દેશ પર શાસન કર્યું છે. જે હકીકતને ટલી જેવા વિદેશી સમજી લેતા હોય છે, તે કોંગ્રેસ કેમ સમજી શકતી નથી, આ સંપૂર્ણપણે સમજથી પર છે.
જેવું કે સૌ કોઈ જાણે છે કે કોંગ્રેસ પાર્ટીની ધર્મનિરપેક્ષતાની બ્રાન્ડમાં હિંદુ સમુદાયને માટે કોઈ સ્થાન ન હતું. જે દેશમાં હિંદુ બહુમતીમાં છે, તે દેશમાં કોંગ્રેસની આવા પ્રકારની રણનીતિ પાર્ટી માટે રાજકીય રીતે આત્મઘાતી હતી.
જો કે રાહુલ ગાંધીએ ઘણી મંદિરોની યાત્રા કરીને પાર્ટીની છબીને ઠીક કરવાની કોશિશ કરી છે, પરંતુ તેમની પાસે સારી ચીજો માટે સુધારણા કરવાની વિશ્વસનીયતા ન હતી. તેનાથી પણ વધારે દુખની વાત એ છે કે પાર્ટીના નેતા હિંદુ સમુદાય માટે ભદ્દી ટીપ્પણી કરે છે.
કોંગ્રેસ પાર્ટીએ દરબારીઓના સ્થાને માર્ક ટલી જેવા લોકોની વાત સાંભળી હોત, તો કદાચ તેમને આવા પરાજયનો સામનો કરવો પડત નહીં, જેવો કે બે લોકસભા ચૂંટણીમાં તેમણે કરવો પડયો છે. એવું લાગે છે કે તેણે પોતાની કારમી હારથી કોઈ બોધપાઠ લીધો નથી. કોંગ્રેસના દિગ્વિજયસિંહ જેવા વરિષ્ઠ નેતા હજી પણ હિંદુઓને નીચું દેખાડવાની કોશિશોમાં નિવેદનબાજી કરી રહ્યા છે. પાર્ટીની હાલની સ્થિતિને જોતા લાગે છે કે તેના પતનનો સમય નજીક આવી ગયો છે.