રાહુલ ગાંધી બાદ મમતા બેનર્જીનું રાજીનામાની પેશકશનું નાટક, કહ્યું-બંગાળમાં ઈમરજન્સી જેવી સ્થિતિ પેદા કરવામાં આવી
કોલકત્તા: લોકસભા ચૂંટણીમાં પશ્ચિમ બંગાળમાં સત્તારુઢ ટીએમસીનું પ્રદર્શન ઘોર નિરાશાજનક રહ્યું છે. 2014માં 42માંથી 34 બેઠકો જીતનારી ટીએમસીને 2019માં 22 બેઠકો પર જ તી મળી છે. ટીએણસીએ આ ખરાબ પ્રદર્શનનું વિશ્લેષણ શરૂ કર્યું છે.
ટીએમસી પ્રમુખ મામતા બેનર્જીએ પશ્ચિમ બંગાળમાં લોકસભાની ચૂંટણીમાં રાજ્યમાં પાર્ટીના ખરાબ પ્રદર્શન બદલ રાજીનામાની પેશકશ કરી છે.
કોલકત્તામાં આયોજીત પ્રેસ કોન્ફરન્સમાં મમતા બેનર્જીએ કહ્યું છે કે પાર્ટીની બેઠક શરૂ થતા જ મે કહ્યુ કે હું પશ્ચિમ બંગાળના મુખ્યપ્રધાન તરીકે હવે કામ કરવા માંગતી નથી. તેમણે કહ્યું છે કે કેન્દ્રીય શક્તિઓ અમારી વિરુદ્ધ કામ કરી રહી છે. કટોકટીની સ્થિતિ આખા દેશમાં તૈયાર થઈ ગઈ છે. સમાજને હિંદુ-મુસ્લિમમાં વિભાજીત કરવામાં આવ્યો છે. અમે ચૂંટણી પંચને ઘણીવાર ફરિયાદ કરી, પરંતુ કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી.
ચૂંટણી અભિયાનનો ઉલ્લેખ કરતા મમતા બેનર્જીએ કહ્યું છે કે લોકશાહીમાં ધનબળ કામ કરી રહ્યું છે. હું હવે મુખ્યપ્રધાન તરીકે કામ કરવા માંગતી નથી. તેમણે કહ્યુ છે કે અમે ચૂંટણીમાં ગડબડને લઈને ચૂંટણી પંચનો સંપર્ક કર્યો, પરંતુ કંઈ થયું નહીં. આં કેવી રીતે થઈ શકે છે કે આટલા રાજ્યોમાં વિપક્ષની પાસે કોઈ બેઠક હોય નહીં. ત્યાં સુધી કે રાજીવ ગાંધીએ પણ પોતાની ચૂંટણી લડી, પરંતુ આમા કોઈ શંકા ન હતી, પરંતુ હવે કેમ ?
મમતા બેનર્જીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર નિશાન સાધતા કહ્યું છે કે હવે ફરીથી મોદીએ પાકિસ્તાનને આમંત્રિત (શપથગ્રહણ કાર્યક્રમમાં) કર્યું છે. પરંતુ તે લોકો બીજાને પાકિસ્તાની શા માટે કહે છે ? તેમણે કહ્યું છે કે એક મુખ્યપ્રધાન તરીકે પ્રતાડિત મહેસૂસ કરી રહ્યા છે. માટે મુખ્યપ્રધાન તરીકે હવે તેઓ યથાવત રહેવા માંગતા નથી. તેમણે આરોપ લગાવ્યો છે કે ચૂંટણી પંચ સંપૂર્ણપણે ભાજપનું થઈ ચુક્યું છે. ચૂંટણીના પરિણામોને લઈને હાર સ્વીકારવા પર મમતા બેનર્જીએ એમ પણ કહ્યું છે કે તેઓ કોંગ્રેસની જેમ સરેન્ડર પણ નહીં કરે.
આ પહેલા લોકસભા ચૂંટણીમાં હાર સ્વીકાર કરતા કોંગ્રેસના અધ્યક્ષ પદેથી રાહુલ ગાંધીએ રાજીનામું આપવાની પેશકશ કરી હતી. પરંતુ બાદમાં કોંગ્રેસ કાર્ય સમિતિએ આનો અસ્વીકાર કર્યો હતો.
મહત્વપૂર્ણ છે કે ટીએમસીના વોટની ટકાવારીમાં વધારો થયો છે. 2014માં 39 ટકા અને 2019માં 43 ટકા વોટ ટીએમસીને મળ્યા છે. પરંતુ ટીએમસી પશ્ચિમ બંગાળના આદિવાસી બહુલ જંગલમહલ અને ઉત્તરમાં ચ્હાના બગીચાવાળા ક્ષેત્રોમાં પોતાનો ગઢ બચાવી રાખવામાં નિષ્ફળ રહી છે.