1. Home
  2. revoinews
  3. NCP છોડીને ચાલ્યા ગયા તમામ સ્થાપક સદસ્ય, એકલો બાકી રહ્યો છે શરદ પવારનો પરિવાર
NCP છોડીને ચાલ્યા ગયા તમામ સ્થાપક સદસ્ય, એકલો બાકી રહ્યો છે શરદ પવારનો પરિવાર

NCP છોડીને ચાલ્યા ગયા તમામ સ્થાપક સદસ્ય, એકલો બાકી રહ્યો છે શરદ પવારનો પરિવાર

0
Social Share
  • એનસીપીના નેતાઓનું ભાજપ-શિવસેના “શરણમ્ ગચ્છામિ”
  • એનસીપીના સંસ્થાપક સદસ્યોએ પાર્ટી છોડી દીધી
  • શરદ પવારનો પરિવાર હવે એનસીપીમાં એકલો જ રહ્યો

એનસીપીના રાજકીય ભવિષ્ય પર હાલના દિવસોમાં સંકટના વાદળો મંડરાય રહ્યા છે. મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણીની ઘડીઓ ગણાઈ રહી છે અને એનસીપીના નેતા એક પછી એક શરદ પવારનો સાથ છોડીને અન્ય પક્ષો ખાસ કરીને ભાજપ અને શિવસેનાનું દામન પકડી રહ્યા છે.

સ્થિતિ એવી પેદા થઈ છે કે પોતાના જે નિકટવર્તીઓની સાથે શરદ પવારે 1999માં એનસીપીનો પાયો નાખ્યો હતો, તેમાથી મોટાભાગના નેતા આજે તેને છોડી ચુક્યા છે.

લગભગ 20 વર્ષ પહેલા કોંગ્રેસના નેતૃત્વને લઈને જે સંઘર્ષ થયો તેમા શરદ પવારે મેઘાલયના કોંગ્રેસી નેતા પી. એ. સંગ્મા અને બિહારના તારીક અનવર સાથે રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટીની રચના કરી હતી. તેમાથી પવાર અને સંગ્માના રસ્તા 2004માં અલગ થઈ ગયા હતા અને 2019ની લોકસભા ચૂંટણીના આખરી તબક્કામાં તારીક અનવર પણ એનસીપી છોડીને કોંગ્રેસમાં જોડાઈ ગયા હતા. એનસીપીની રચનામાં આ ત્રણેય નેતાઓની મુખ્ય ભૂમિકા હતી.

સંગ્મા અને તારીક અનવરના એનસીપીનો સાથે છોડયા બાદ હવે મહારાષ્ટ્રમાં શરદ પવારના જે સાથીદાર રહ્યા છે, તે પણ હવે વિધાનસભા ચૂંટણી પહેલા તેમનો સાથ સતત છોડી રહ્યા છે. એનસીપીનો સાથ છોડનારામાં સંસ્થાપક સદસ્યોમાં ગણેશ નાઈક, મધુકર પિચડ અને અકોલાથી તેમના ધારાસભ્યના પુત્ર વૈભવ પિચડ, વિજયસિંહ મોહિતે પાટિલ અને તેમનાપુત્ર રણજીતસિંહ પાટિલ, પદમાસિંહ પાટિલ અને સચિન અહીરના નામ મુખ્ય છે.

એનસીપીના આ તે નામ છે, જેમણે શરદ પવાર સાથે મળીને પાર્ટીનો પાયો નાખ્યો હતો અને તેને મહારાષ્ટ્રના રાજકારણમાં મજબૂત કરવામાં મહત્વની ભૂમિકા અદા કરી હતી. એનસીપીનો સાથ છોડનારા નેતાઓમાંથી મોટાભાગના ભાજપમાં જોડાયા છે. તેના પછી એનસીપીના આવા નેતાઓની બીજી પસંદગી શિવસેના રહી છે. તેવામાં એનસીપી સામે હવે પોતાના અસ્તિત્વને બચાવી રાખવું એક મોટો પડકાર છે.

મહત્વપૂર્ણ છે કે કોંગ્રેસમાં પવાર સમર્થક જે લોકો હતા, તેમના દમ પર આ એનસીપી અસ્તિત્વમાં આવી હતી. માટે તેમની પાસે સ્થાનિક રાજકીય સંસ્થા, સાધન અને કાર્યકર્તા હતા. માટે નવી પાર્ટી તરીકે જે પડકારો એનસીપીની સામે આવવાના હતા, તેનો તેને સામનો કરવો પડયો નથી. શરદ પવાર પોતાના રાજકીય કૌશલ્યના આધારે ઝડપથી એનસીપીને સત્તાધારી પાર્ટી તરીકે સ્થાપિત કરી દીધી હતી. તેના કારણે એનસીપીએ કોંગ્રેસ સાથે મળીને 15 વર્ષ સુધી મહારાષ્ટ્રમાં સત્તા પણ મેળવી હતી.

શરદ પવારના નેતૃત્વને કારણે શરૂઆતના તબક્કાથી જ પાર્ટી કાર્યકર્તા બેહદ સક્રિય રહ્યા અને યુવા કાર્યકર્તાઓ પણ મોટા પ્રમાણમાં એનસીપી સાથે જોડાયેલા રહ્યા હતા. પવારને કારણે જ એનસીપીને રાષ્ટ્રીય રાજનીતિમાં મહત્વપૂર્ણ સ્થાન મળ્યું. માટે પાર્ટીના રાજ્યના સમર્થક હંમેશા ઉત્સાહીત રહે છે અને તેમને આશા રહે છે કે તેમની પાર્ટીનું કદ વધશે.

સંસાધનોની અછતનો સામનો એનસીપીને 2014માં સત્તાથી દૂર થયા બાદ કરવો પડયો હતો. આનું કારણ હતું કે એનસીપીમાં અન્ય દળોમાંથી આવલા નેતાઓની સાથે પાર્ટીનો પાયો નાખનારા નેતાઓ પણ પોતાના રાજકીય ભવિષ્યને બચાવવા માટે સુરક્ષિત સ્થાન શોધવા લાગ્યા છે. તેનું પરિણામ છે કે હવે એકલો શરદ પવાર પરિવાર જ એનસીપીમાં બાકી રહ્યો છે.

LEAVE YOUR COMMENT

Your email address will not be published.

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code